________________ A. જ છે, , જેવા નેપાળને પ્રવા. કાલાનગર, નિ–3209, શતચંડીનો પાઠ કરતો બેઠે હતો. આ બધો દેખાવ જોઈને મને કમકમાં આવ્યાં. એટલામાં એક પૂજારીએ એક જાતની ' નેપાળી તાડી ચરણામૃત તરીકે આણી અમારી આગળ ધરી ! પહેલાં તો મને આ શી વસ્તુ હશે એની ખબર ન પડી. પણ બીજી જ પળે તેની બદબો આવવાથી મેં દુર્ગાનાથને “આ તે તાડી છે કે શું? એવો સવાલ પૂછયો. તેણે કહ્યું, “તાડી જ છે.” મેં કહ્યું, “આ તાડી પવિત્ર ચરણામૃત તરીકે કેમ પિવાય ?' તેણે જવાબ વાળ્યો, “તમારે જે ન પીવી હોય તે જરા માથે ચોળીને બે આંખે વાંદી લે એટલે થયું.” આમ કહી તેણે પિતે આ વિધિ કર્યો. પણ તાડી આંખે વાંદતી વખતે જેવી તેણે આંખો બંધ કરી તેવું જ મારા હાથમાંનું તાડીરૂપી ચરણામૃત મેં ફેંકી દીધું. ' અમે ગુહેશ્વરીના મંદિરમાંથી બહાર નીકળ્યા તેવું જ થોડેક છેટે કોઈ મોટો જંગી ઘંટ ઊંધો પાડયો હોય એવી આકૃતિવાળું બૌદ્ધ સ્તૂપ મારી નજરે પડયું. ત્યાર અગાઉ મેં કદી બૌદ્ધ મંદિર કે સ્તૂપ જોયાં નહોતાં. મેં દુર્ગાનાથને પૂછ્યું, “પેલું દેખાય છે તે કાનું મંદિર હશે?” તેણે જવાબ આપ્યો, એ તો બૌદ્ધોને કંઈક છે, પણ તમે તે તરફ રખે નજર કરતા. શાસ્ત્રમાં એનો મોટો દોષ ગણ્યો છે. શાસ્ત્રમાં લખ્યું છે કે, બ્રાહ્મણ એના સામું જુએ તોપણ તેણે સ્નાન કરવું.” દુર્ગાનાથના આ શબ્દો સાંભળી હું ચકિત થઈ ગયો ! ગુઘેશ્વરીના મંદિરમાંની પવિત્ર તાડીનું સેવન કરવામાં વાંધો નહિ, પણ બૌદ્ધ મંદિરનું તો દૂરથી દર્શન પણ અપવિત્ર! બૌદ્ધધર્મ સંબંધી નેપાળી લોકોમાં આવડે તિરસ્કાર હશે એવું મને સ્વપ્ન પણ નહોતું. પણ દુર્ગાનાથ સાથે આ બાબતમાં અત્યારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust