________________ 100 આપવીતી ઘાસ પાથરી પથારી તૈયાર કરી આપી. મારી પાસે એક નાની ધાબળી હતી જ. છત્રમાં અબોટિયે જમવામાં હું તે વાપરતો. તેના બે કકડા કરી મોજાને બદલે તે પગે વીંટાળ્યા. આથી ટાઢનું કષ્ટ કંઈક ઓછું થયું. બીજે દિવસે સવારે વહેલા ઊઠી મેં “નેપાળી' સ્નાન કર્યું અને નવ વાગ્યાને સુમારે જ. નેપાળના બ્રાહ્મણે માંસાહારી હોય છે. દુર્ગાનાથને, પોતે માંસાહારી છે, એમ મને જણાવા નહોતું દેવું. તેથી તેણે પોતાની માને કહીને મારે સારુ જમવાની ગોઠવણ જુદી કરાવી. જમ્યા પછી દુર્ગાનાથ મને કાઠમંડુના મુખ્ય દેવમંદિરનાં દર્શન કરવા તેડી ગયે. કાઠમંડુમાં નાનાં મોટાં અનેક મંદિર છે, પણ તેમાં મુખ્ય બે છે. એક પશુપતિનું અને બીજું ગુઘેશ્વરીનું. પહેલાં તો અમે ગુઘેશ્વરીના દર્શને ગયા. ગુઘેશ્વરીમાં કે બીજા કોઈ મંદિરમાં શિલ્પકળાની દિશામાં કશું ખાસ મેં જોયું નહિ. ગુણેશ્વરીના મંદિર ઉપર સેનાના કળશ અને રૂપાનાં પતરાં છે. અંદરની બાજુએ નાનકડે ચોક છે. આ ચોકમાં એક બાજુએ એક હાથ પહોળી અને દોઢ હાથ લાંબી સ્ત્રીનિની આકૃતિ છે. તે અંદરથી પથ્થરની હશે, પણ ઉપરથી તેને સોનાની ખળ ચડાવી છે. આસપાસ આપણે ત્યાંની મેલડીશિકાતરીના જેવી કેટલીક મૂર્તિઓ છે. આ આખે ચોક અને ત્યાંની પથ્થરની - આકૃતિઓ લોહીથી એવી તો તરબળ હોય છે કે, તેને ખાટકી ખાનાની ઉપમા આપી હોય તો કંઈ ખોટું નહિ. અમે આ મંદિરમાં ગયા ત્યારે એક કૂતરું ગુઘેશ્વરી આગળ જ લોહી ચાટી રહ્યું હતું. ત્યાંને પૂજારી કાંઈક મંત્ર ગણગણતો ગુઘેશ્વરીની પૂજા કરતો હતો. એક બાજુએ એક બ્રાહ્મણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust