________________ 102 આપવીતી વાદ થાય એમ ન હતું. હું બૌદ્ધધર્માભિમાની છું એવી તેને ખબર પડે, તે તત્કાળ તેને હાથે જ મારા પર દુઃખની પરંપરા શરૂ થાય. આવો વિચાર કરી તેને કશો જવાબ ન દેતાં, બૌદ્ધ સ્તૂપની તરફ પીઠ ફેરવી હું તેની સાથે પશુપતિનાથના મંદિર તરફ વળ્યો. - પશુપતિનું મંદિર ઊંચાણ જગા પર આવેલું છે. મંદિર - તદ્દન નાનું છે અને અંદર એક મોટું શિવલિંગ છે. લિંગને ચારે બાજુ ચાર મેઢાં છે. આ મંદિરના પૂજારી દક્ષિણ બ્રાહ્મણો છે. આથી આ મંદિરના આંગણામાં પશુઓને ભોગ અપાતો નથી. પણ પાસે જ જે ગોરખનાથ વગેરેનાં નાનાં નાનાં મંદિર છે ત્યાં પશુવધ થાય છે. નવાઈની વાત તો એ છે કે, ગોરખનાથ જેવા પુરુષની મૂર્તિ પણ લોહીથી તરબોળ હતી. પશુપતિનાથના પૂજારી કૃણશાસ્ત્રી પ્રવિડ તે અમારા ગુરુ ગંગાધરશાસ્ત્રી તેલંગના ગુરુબંધુ. મારા સહાધ્યાયી નાગેશ્વરપંત ધર્માધિકારી આમની જ પાસે કેટલોક વખત શાસ્ત્રાભ્યાસ કરતા. હું કાશીથી નીકળે ત્યારે નાગેશ્વરપતે આમને મળી પિતાના નમસ્કાર પહોંચાડવા અને ખુશખબર પૂછવા મને કહ્યું હતું. પણ અમે પશુપતિના મંદિરમાં ગયા તે વખતે તેઓ પૂજામાં હતા. તેમની પૂજા બપોરે ત્રણ વાગ્યે પૂરી થતી. આથી તે દિવસે તેમને મળવાનું બને એમ નહતું. પણ હું કાશીથી આવ્યો છું એવા ખબર તેમને પડતાં, બીજે દિવસે સાંજે આવીને જરૂર મળી જવા તેમણે મને કહેવરાવ્યું. પશુપતિના મંદિરમાંથી નીકળી અમે સીધા ઘેર આવ્યા. બીજે દિવસે સવારે શૌચ, મુખમાર્જન, નેપાળી' સ્નાન વગેરે આટોપી છ સાત વાગ્યે દુર્ગાનાથના પિતા અને નેપાળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust