________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા તે મૃગગ્રામ નગરમાં વિજય નામે ક્ષત્રિય રાજા હતો. તે વિજય ક્ષત્રિયને મૃગા નામે પૂર્ણ પંચેન્દ્રિય રાણી હતી. તે વિજય ક્ષત્રિયનો પુત્ર અને મૃગા રાણીનો આત્મજ મૃગાપુત્ર નામે પુત્ર હતો. તે જાતિઅંધ, જાતિમૂક, જાતિ બધિર, જાતિપંગુલ, હુંડ, વાયુવાળો હતો. તે બાળકના હાથ, પગ, કાન, આંખ, નાક ન હતા. કેવળ તેને તે અંગોપાંગની આકૃતિ માત્ર આકારરૂપ હતો. પછી તે મૃગાદેવી, તે મૃગાપુત્ર બાળકને ગોપવીને ભૂમિ ઘરમાં ગુપ્ત રીતે ભોજન-પાન વડે પોષતી રહે છે. સૂત્ર-૫. તે મૃગગ્રામ નગરમાં એક જાતિઅંધ પુરુષ રહેતો હતો. તે એક ચક્ષુવાળા પુરુષ વડે દંડ વડે આગળ ખેંચાતો-ખેંચાતો જતો હતો. તેના મસ્તકના કેશ ફૂટેલા અને અત્યંત વિખરાયેલા હતા. માખીના ઝુંડ તેની પાછળ બણબણતા હતા. આવો તે અંધ મિયગ્રામ નગરમાં ઘેર ઘેર દયા ઉપજાવતો આજીવિકાને કરતો રહેતો હતો. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર યાવતુ પધાર્યા. યાવતું પર્ષદા નીકળી. ત્યારે તે વિજય ક્ષત્રિય આ. કથાના અર્થને પામીને કોણિક રાજાની જેમ નીકળ્યો યાવત્ પર્યુપાસવા લાગ્યો. ત્યારે તે જાતિ અંધ પરુષે તે મોટા જન શબ્દને યાવત સાંભળીને, તેણે કહ્યું - દેવાનુપ્રિય ! શું આજે મૃગગ્રામ નગરે ઇન્દ્રમહોત્સવ આદિ છે? યાવત્ તે માટે બધા નગરજન જઈ રહ્યા છે. ત્યારે એક ચક્ષુ પુરુષે જાતિ અંધ પુરુષને કહ્યું - હે દેવાનુપ્રિય ! આજે ઇન્દ્રમહોત્સવ આદિ નથી, યાવત્ તે માટે લોકો જતા નથી. પણ શ્રમણ ભગવંત મહાવીર યાવત્ પધાર્યા છે, તે કારણે બધા જઈ રહ્યા છે. ત્યારે તે અંધ પુરુષે તે એકાક્ષી પુરુષને કહ્યું - દેવાનુપ્રિય ! ચાલો, આપણે પણ ભગવંત મહાવીરની પાસે જઈને યાવત્ પર્યાપાસીએ. ત્યારે તે જાતિ અંધ પુરુષ આગળ ચાલતા પુરુષ વડે લાકડીથી દોરવાતો ભગવંત મહાવીર પાસે આવ્યો, આવીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમન કર્યા, યાવત્ પય્પાસવા લાગ્યો. ત્યારે ભગવંતે તે વિજય ક્ષત્રિય અને પર્ષદાને ધર્મ કહ્યો. પર્ષદા યાવત્ પાછી ગઈ. વિજય રાજા પણ ગયો. સૂત્ર તે કાળે, તે સમયે ભગવંતના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ વિચરતા હતા. પછી તે ગૌતમસ્વામીએ તે જાત્કંધ પુરુષને જોયો. જોઈને જાતશ્રદ્ધ આદિ થઈને કહ્યું - ભગવદ્ ! કોઈ પુરુષ જાલંધ, જાયંધરૂપ હોય ? હા, હોય. ભગવન્! તે પુરુષ જાતિઅંધ, જાતિઅંધરૂપ કેવી રીતે છે? હે ગૌતમ ! આ જ મૃગગ્રામ નગરમાં વિજય ક્ષત્રિયનો પુત્ર, મૃગાદેવીનો આત્મજ એવો મૃગાપુત્ર નામે બાળક જાતિઅંધ, જાતિઅંધરૂપ છે, તે બાળકને અવયવો નથી યાવત્ આકૃતિ માત્ર છે. મૃગાદેવી યાવત્ તેનું પાલન કરે છે. ત્યારે ગૌતમસ્વામીએ શ્રમણ ભગવદ્ મહાવીરને વંદન-નમન કર્યા, કરીને કહ્યું - હે ભગવન્ ! હું આપની. આજ્ઞા પામીને મૃગાપુત્ર બાળકને જોવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિય ! સુખ ઉપજે તેમ કરો. ત્યારે ગૌતમસ્વામી ભગવંતની આજ્ઞા પામીને હૃષ્ટ-તુષ્ટ થઈ ભગવદ્ પાસેથી નીકળ્યા, નીકળીને અત્વરિત યાવત્ ઇર્યાસમિતિ શોધતા મૃગગ્રામ નગરે આવ્યા, આવીને મૃગગ્રામ નગર મધ્યેથી મૃગાદેવીને ઘેર આવ્યા. ત્યારે મૃગાદેવી ગૌતમસ્વામીને આવતા જોઈને હૃષ્ટ-તુષ્ટ થઈ યાવત્ બોલી- દેવાનુપ્રિય! આપના આગમનનું પ્રયોજન છે? તે જણાવો. ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપ્રિયા ! હું તમારા પુત્રને જોવાને જલદી આવેલો છું. ત્યારે મૃગાદેવીએ મૃગાપુત્ર બાળકની પછી જન્મેલા ચારે પુત્રોને સર્વાલંકાર વિભૂષિત કર્યા, કરીને ગૌતમસ્વામીના પગે લગાડ્યા પછી કહ્યું - ભગવદ્ ! આ મારા ચાર પુત્રો, તમે જુઓ. ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - દેવાનુપ્રિયા ! હું તમારા આ પુત્રોને જોવા જલદી નથી આવ્યો. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 7