________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા તમારો જે મોટો પુત્ર મૃગાપુત્ર' જે જાતિઅંધ, જાતિઅંધરૂપ છે, જેને તમે છૂપી રીતે ભોંયરામાં રાખીને ગુપ્તપણે ભોજનપાન વડે પાલન-પોષણ કરો છો, તેને જોવા આવ્યો છું. ત્યારે તે મૃગાદેવીએ ગૌતમસ્વામીને પૂછ્યું - હે ગૌતમ ! તે કોણ એવા તથારૂપી જ્ઞાની કે તપસ્વી છે? જેણે આપને મારા આ રહસ્ટિક અર્થને શીધ્રપણે કહ્યો, જેથી તમે આ અર્થને જાણો છો? ત્યારે ગૌતમસ્વામીએ મૃગાદેવીને કહ્યું - હે દેવાનુપ્રિય ! મારા ધર્માચાર્ય શ્રમણ ભગવંત મહાવીર છે, જેનાથી હું આ વૃત્તાંત જાણુ . મૃગાદેવી, ગૌતમસ્વામી સાથે આ વાત કરતી હતી તેટલામાં મૃગાપુત્ર બાળકની ભોજનવેળા થઈ ગઈ. ત્યારે મૃગાદેવીએ ગૌતમસ્વામીને કહ્યું - ભંતે ! આપ અહીં જ ઊભા રહો. જેથી હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. એમ કહી ભોજનપાન ગૃહે ગઈ જઈને વસ્ત્ર પરાવર્તન કર્યા, કરીને કાષ્ઠની ગાડી ગ્રહણ કરી, કરીને વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ ભર્યા. ભરીને તે કાષ્ઠની ગાડીને ખેંચતી ખેંચતી ગૌતમસ્વામી પાસે આવી, પછી ગૌતમસ્વામીને કહ્યું તમે આવો, મારી પાછળ ચાલો, હું તમને મૃગાપુત્ર બાળક બતાવું. ત્યારપછી ગૌતમસ્વામી મૃગાદેવીની પાછળ ચાલ્યા. ત્યારે તે મૃગાદેવી કાષ્ઠની ગાડીને ખેંચતા ખેંચતા. ભૂમિગૃહે આવ્યા, આવીને ચતુષ્પદ વસ્ત્ર વડે મુખ બાંધ્ય, મુખ બાંધતા ગૌતમસ્વામીને કહ્યું, તમે પણ ભગવ! મુહપત્તિ વડે મુખને બાંધો ત્યારે ગૌતમસ્વામીએ પણ મુખને બાંધ્યું. પછી મૃગાદેવીએ અવળુ મુખ રાખી ભૂમિગૃહના દ્વાર ઉઘાડ્યા. તેમાંથી જે ગંધ નીકળી, તે સર્પનું મૃતક, સર્પનું કલેવર યાવતુ તેનાથી પણ અનિષ્ટતર એવા પ્રકારે ગંધ હતી. ત્યારે તે મૃગાપુત્ર બાળક તે વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમની ગંધથી અભિભૂત થઈને તે વિપુ અશન, પાન આદિમાં મૂચ્છિત થઈ તે વિપુલ અશનાદિનો, તેમાં આકર્ષાઈને આહાર કર્યો, આહાર કરીને જલદીથી તે આહાર વિધ્વંસ થયો, પછી તે પરુ-લોહીપણે પરીણમ્યો, તે પરુ-લોહીનો આહાર કર્યો. ત્યાર પછી ગૌતમસ્વામી, તે મૃગાપુત્ર બાળકને જોઈને આવા પ્રકારે સંકલ્પ ઉત્પન્ન થયો - અહો ! આ બાળક પુરાણા-દુષ્ટ રીતે આચરેલા, દુપ્પતિકાંત અશુભ પાપકૃત્ કર્મોના પાપક ફળ-વૃત્તિ વિશેષને અનુભવતો રહ્યો છે. નરક કે નારકીને પ્રત્યક્ષ જોયા નથી પણ આ પુરુષ નરક પ્રતિરૂપ વેદના વેદે છે. એમ વિચારી મૃગાદેવીને પૂછીને મૃગાદેવીના ઘેરથી નીકળે છે, નીકળીને મૃગાગ્રામ નગરની મધ્યેથી નીકળીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદન-નમન કરીને પૂછ્યું - હું આપની આજ્ઞા પામીને મૃગગ્રામ નગરની મધ્યેથી પ્રવેશીને મૃગાદેવીના ઘેર ગયો ત્યાં તે મૃગાદેવી મને આવતો જોયો, જોઈને હર્ષિત થઈ ઇત્યાદિ બધું યાવત્ તે મૃગાપુત્ર, પરુ અને લોહીને આહારે છે સુધી કહેવું. ત્યારપછી મને આવો મનોગત સંકલ્પ થયો કે - અહો ! આ બાળક તેના જૂના કર્મોને વશ યાવતુ રહેલો છે. સૂત્ર-૭ ભગવ! તે પુરુષ પૂર્વભવે કોણ હતો ? તેનું નામ કે ગોત્ર શું હતા ? કયા ગામ કે નગરમાં, શું આપીને કે ભોગવીને, શું આચરીને ? પૂર્વના કેવા કર્મોથી યાવતુ વિચરે છે ? હે ગૌતમ ! એમ સંબોધીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમસ્વામીને આ પ્રમાણે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપના ભરતમાં શતદ્વાર નામે નગર હતું. જે ઋદ્ધ-સ્તિમિત સમૃદ્ધ ઇત્યાદિ હતું. તે શતદ્વાર નગરમાં ધનપતિ નામે રાજા હતો. તે શતદ્વાર નગરની કંઈક સમીપે દક્ષિણ-પશ્ચિમ દિશાભાગમાં વિજય વર્તુમાન નામે ખેટક હતું, તે ઋદ્ધતિમિતાદિ હતું. તે વિજય વર્તુમાન ખેટકની પાછળ બીજા 500 ગામો હતા. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 8