________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા છે [11] વિપાકત અંગસૂત્ર-૧૦- ગુજરાતી ભાવાનુવાદ શ્રુતસ્કંધ.૧દુઃખવિપાક સૂત્ર-૧ તે કાળે, તે સમયે(અવસર્પિણીકાળના ચોથા આરામાં, ભગવાન મહાવીર વિચરતા હતા ત્યારે) ચંપા નામે નગરી હતી. ત્યાં ઇશાન ખૂણામાં પૂર્ણભદ્ર નામે ચૈત્ય હતું. (નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર અનુસાર કરવું) તે કાળે તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય આર્ય સુધર્મા અણગાર, જાતિસંપન્ન, ચૌદપૂર્વી, ચાર જ્ઞાના સહિત આદિ ગુણ યુક્ત હતા, 500 અણગારો સાથે પરીવરી પૂર્વાનુપૂર્વી વિચરણ કરતા યાવત્ પૂર્ણભદ્ર ચૈત્ય પધાર્યા અને ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈ યાવત્ વિચરતા હતા. ધર્મકથા શ્રવણ માટે પર્ષદા નીકળી, ધર્મ સાંભળી, અવધારી યાવત જે દિશામાંથી આવેલ તે દિશામાં પાછી ગઈ. તે કાળે, તે સમયે આર્ય સુધર્માના શિષ્ય આર્ય જંબૂ અણગાર, જે સાત હાથ ઊંચા તથા ગૌતમસ્વામીની જેમ યાવત્ ધ્યાનરૂપી કોઠામાં રહી, આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે આર્ય જંબૂ અણગારે જાતશ્રદ્ધ થઈ યાવતુ આર્ય સુધર્મા અણગાર પાસે આવી, ત્રણ વખત આદક્ષિણપ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કરીને યાવત્ પર્યાપાસતા આ પ્રમાણે કહ્યું - સૂત્ર-૨ હે પૂજ્ય ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ નિર્વાણ સંપ્રાપ્ત દશમાં અંગ પ્રશ્ન વ્યાકરણનો આ અર્થ કહ્યો, તો હે ભંતે ! અગિયારમાં વિપાકશ્રુતનો ભગવંતે શો અર્થ કહ્યો છે ? ત્યારે આર્ય સુધર્માએ જંબૂ અણગારને આમ કહ્યું - હે જંબૂ ! શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે અગિયારમાં અંગ વિપાકમૃતના બે શ્રુતસ્કંધ કહ્યા છે - દુઃખવિપાક અને સુખવિપાક હે ભંતે ! શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે ૧૧માં અંગ વિપાકશ્રુતના બે શ્રુતસ્કંધ કહ્યા છે, તો પહેલા શ્રુતસ્કંધ દુઃખવિપાકના શ્રમણ યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે કેટલા અધ્યયનો કહ્યા છે ? ત્યારે આર્ય સુધર્માએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ ! આદિકર તીર્થંકર શ્રમણ ભગવંત મહાવીરે દુઃખ વિપાકના દશ અધ્યયનો કહ્યા છે. તે આ પ્રમાણેસૂત્ર-૩ મૃગાપુત્ર, ઉજિઝતક, અગ્નિ, શકટ, બૃહસ્પતિ, નંદી, ઉબર, શૌર્યદત્ત, દેવદત્તા, અંજૂ. (આ દશ અધ્યયનો છે.) અધ્યયન.૧ મૃગાપુત્ર સૂત્ર-૪ ભંતે ! જો આદિકર તીર્થકર યાવત્ નિર્વાણ પ્રાપ્ત ભગવંતે દુઃખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે તો ભંતે! પહેલા દુઃખ વિપાક અધ્યયનનો શો અર્થ કહ્યો છે? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે મૃગગ્રામ નગર હતું, વર્ણન, તે મૃગગ્રામ નગરની બહાર ઈશાન દિશિભાગમાં ચંદન પાદપ નામે ઉદ્યાન હતું. તે સર્વઋતુક ફળ પુષ્પાદિ યુક્ત હતુ. ત્યાં સુધર્મયક્ષનું જૂનું, યક્ષાયતન હતું જે પૂર્ણભદ્ર ચૈત્ય જેટલું પ્રાચીન હતું. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 6