________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અણુવ્રત યાવતું ગૃહીધર્મ સ્વીકારે છે. તે રાજા, ઇશ્વરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે ધર્મ સાંભળે છે. જો તે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ ચાલતા, એક ગામથી બીજે ગામા વિચરતા, અહીં આવીને યાવત્ વિચરે તો હું શ્રમણ ભગવંત પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લઉં. ત્યારે ભગવંતે સુબાહુકુમાર ના આવા આધ્યાત્મિક વિચારને યાવતુ જાણીને અનુક્રમે યાવત્ વિચરતા હતિશીષ નગરના પુષ્પક ઉદ્યાને કૃતવનમાલ-પ્રિય યક્ષના યક્ષાયતને આવ્યા. આવીને યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. પર્ષદા નીકળી. પછી તે સુબાહુ કુમાર પૂર્વવત્ નીકળ્યો તેને અને તે મોટી પર્ષદાને ધર્મ કહ્યો. પર્ષદા, રાજા પાછા ગયા. ત્યારે સુબાહુકુમારે ભગવંત પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ મેઘકુમારની જેમ માતાપિતાને પૂછ્યું. તે પ્રમાણે નિષ્ક્રમણાભિષેક કર્યો યાવત્ અણગાર થયા. કેવા અણગાર થયા ? ઇર્યાસમિત યાવત્ બ્રહ્મચારી. ત્યારપછી તે સુબાહુ મુનિ ભગવંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી આરંભીને અગિયાર અંગો ભણ્યા. ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમાદિ તપોવિધાનથી આત્માને ભાવતા, ઘણા વર્ષનો શ્રામણ્યપર્યાય પાળીને, માસિકી સંલેખના વડે આત્માને આરાધી, અનશન વડે 60 ભક્તોને છેદીને આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી, સૌધર્મકલ્પ દેવ થયા. તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિનો ક્ષય થતા અનંતર ઍવીને મનુષ્યગતિ પામીને, બોધ પામીને તથારૂપ સ્થવિરો પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લેશે. ત્યાં ઘણા વર્ષો થામણ્ય પાળીને, આલોચના-પ્રતિક્રમણ કરી, સમાધિ પામી, કાળ કરી સનકુમાર કલ્પે દેવ થશે. ત્યાંથી મનુષ્ય-ત્યાંથી બ્રહ્મલોકે, ત્યાંથી મનુષ્ય-મહાશુક્ર, ત્યાંથી મનુષ્ય-આનત કહ્યું, ત્યાંથી મનુષ્યઆરણ કહ્યું, ત્યાંથી મનુષ્ય-સર્વાર્થસિદ્ધ, ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રે યાવત્ ઋદ્ધિમંત કુળે ઉત્પન્ન થઈ, દઢપ્રતિજ્ઞની જેમ મોક્ષે જશે. હે જંબૂ ! ભગવંત મહાવીર યાવતુ સુખવિપાકના પ્રથમ અધ્યયનનો આ અર્થ કહ્યો છે. અધ્યયન -1 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 41