________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે ઋદ્ધ-સમૃદ્ધ નગર હતું. ત્યાં સુમુખ ગાથાપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે ધર્મઘોષનો જાતિસંપન્ન સ્થવિર યાવતુ 500 શ્રમણો સાથે સંપરીવરીને, અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતા હસ્તિનાપુર નગરે, સહસામ્રવન ઉદ્યાનમાં આવ્યા, આવીને યથા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવિરના શિષ્ય સુદત્તમુનિ ઉદાર યાવત્ વિપુલ તેજાલેશ્યી હતા, માસક્ષમણનો નિરંતર તપ કરતા વિચરતા હતા. તે સુદત્ત મુનિએ માસક્ષમણને પારણે પહેલી પોરિસીમાં સઝાય કરી, ગૌતમ સ્વામીવતું બધું કહેવું. ધર્મઘોષ સ્થવિરને પૂછીને યાવત્ ભિક્ષાભ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘેર પ્રવેશ્યા. ત્યારે સુમુખ ગૃહપતિ, સુદત્તમુનિને આવતા જોઈને હર્ષિત-સંતુષ્ટ થઈ, આસનેથી ઊભો થયો, પાદપીઠથી નીચે ઊતર્યો, પાદુકા કાઢી, એકશાટિક ઉત્તરાસંગ કર્યું. સુદત્તમુનિ તરફ સાત-આઠ પગલાં સામે : આદક્ષિણ પ્રદક્ષિણ કરી. વંદન-નમસ્કાર કર્યા, ભોજનગૃહમાં ગયો. જઈને સ્વહસ્તે વિપુલ અશન-પાનાદિ વડે હું પ્રતિલાભીશ એમ વિચારી તુષ્ટ થયો. ત્યારપછી તે સુમુખ ગાથાપતિએ તેવી દ્રવ્ય-દાયક-પ્રતિગ્રાહક શુદ્ધિથી, ત્રિવિધ-ત્રિકરણ શુદ્ધિ વડે સુદત્તા મુનિને પ્રતિલાભતા પોતાનો સંસાર પરિમિત કર્યો, મનુષ્યનું આયુ બાંધ્યું. તેના ઘેર આ પાંચ દિવો પ્રગટ થયા - વસુધારાવૃષ્ટિ, પંચવર્ણા પુષ્પોનો નિપાત, વસ્ત્રોક્ષેપ, આકાશમાં દેવદુંદુભિનો ધ્વનિ 'અહોદાનું અહોદાન' એવી ઉદ્ઘોષણા. (તે જોઈને–). હસ્તિનાપુર શૃંગાટક યાવત્ માર્ગોમાં ઘણા લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ ધન્ય છે, સુકૃતપુન્ય છે, કૃતલક્ષણ છે, મનુષ્યજન્મનું ફળ પામ્યો છે, સુકૃતાર્થ છે. તેથી કરીને હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ ધન્ય છે. ત્યારપછી તે સુમુખ ગાથાપતિ ઘણા સેંકડો વર્ષનું આયુ પાળીને, કાળમાસે કાળ કરીને આ જ હસ્તીશીર્ષ નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી દેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. પછી તે ધારિણીદેવી શય્યામાં સૂતીજાગતી ચલિત નિદ્રાવાળી હતી, ત્યારે તેણીએ સ્વપ્નમાં સિંહને જોયો. બાકી પૂર્વવતુ. યાવત્ ઉપરી પ્રાસાદે વિચરે છે. હે ગૌતમ ! નિશ્ચ, સુબાહુ વડે આ, આવા સ્વરૂપની માનુષી રિદ્ધિ લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત કરી છે. ભગવદ્ શું સુબાહુકુમાર આપ દેવાનુપ્રિયની પાસે મુંડ થઈને, ઘેરથી નીકળી દીક્ષા લેવાને સમર્થ છે? હા, સમર્થ છે. ત્યારે ગૌતમ સ્વામીએ ભગવંતને વંદન-નમન કર્યા. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર કોઈ દિવસે હસ્તિશીષ નગરના પુષ્પકરંડક ઉદ્યાનના કૃતવનમાલ યક્ષના યક્ષાયતન થી વિહાર કર્યો, કરીને બહારના જનપદમાં વિચરે છે. ત્યારે સુબાહકુમાર શ્રાવક થયો, તે જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું પ્રતિલાભતો વિચરે છે. ત્યારપછી સુબાહકુમાર કોઈ દિવસે ચૌદશ-આઠમ-પૂનમ-અમાસમાં પૌષધશાળાએ આવ્યો. પૌષધશાળા પ્રમાર્જી. પછી ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડિલેહીને દર્ભ-સંસ્તારક પાથર્યો, તેના ઉપર બેસીને અઠ્ઠમભક્ત સ્વીકાર્યો, સ્વીકારીને પોષધશાળામાં પૌષધિક થઈને અઠ્ઠમભક્તિક પૌષધનું પાલન કરતો રહ્યો. ત્યારે તે સુબાહુકુમારને મધ્યરાત્રિ કાળ સમયે ધર્મ-જાગરિકાથી જાગતા આવો વિચાર આવ્યો કે - તે ગ્રા નગર યાવત્ સન્નિવેશ ધન્ય છે, જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ વિચરે છે. તે રાજા, ઇશ્વર, તલવર આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ યાવત્ દીક્ષા લે છે. તે રાજા, ઇશ્વરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે પાંચ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 40