________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા શ્રુતસ્કંધ-૨ ‘સુખવિપાક' સૂત્ર-૩૫, 36 35. તે કાળે, તે સમયે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યમાં સુધર્માસ્વામી પધાર્યા. જંબૂ અણગારે યાવતુ. પર્યુપાસના કરતા પૂછ્યું - ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકનો આ અર્થ કહ્યો છે, તો ભંતે ! શ્રમણ ભગવંતે સુખવિપાકનો શો અર્થ કહ્યો છે? ત્યારે સુધર્માસ્વામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ ! શ્રમણ યાવત્ નિર્વાણપ્રાપ્ત ભગવંત મહાવીરે સુખા વિપાકના દશ અધ્યયનો કહ્યા છે. તે આ - 36. સુબાહુ, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદત્ત. અધ્યયન-૧ “સુબાહુ સૂત્ર-૩૭ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહ્યા છે, તો ભંતે ! તેના પહેલા અધ્યયનનો શો અર્થ છે? ત્યારે સુધર્માસ્વામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે હસ્તશીર્ષ નામે ઋદ્ધ-સમૃદ્ધ નગર હતું. તે હસ્તશીર્ષ નગરની બહાર ઈશાનકોણમાં પુષ્પકરંડક નામે ઉદ્યાન હતું, તે સર્વઋતુક ફળ-ફૂલ આદિથી યુક્ત હતું. ત્યાં કૃતવન માલપ્રિય નામના યક્ષનું દિવ્ય યક્ષાયતન હતું. તે નગરમાં અદીનશત્રુ રાજા હતો. તે મહાનું. હિમવંત સમાન હતો. તે અદીનશત્રુ રાજાને ધારિણી આદિ હજાર રાણી અંતઃપુરમાં હતી. તે ધારિણી રાણીએ કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં સ્વપ્નમાં સિંહને જોયો. મેઘની જેમ તેનો જન્મ આદિ કહેવું યાવતુ સુબાહુકુમાર ભોગસમર્થ થયો જાણ્યો. માતાપિતાએ અતિ ઊંચા 500 પ્રાસાદાવતંસક કરાવ્યા. ભવન કરાવ્યું. મહાબલ રાજાવત્ કહેવું. વિશેષ એ કે પુષ્પચૂલા આદિ 500 શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે પાણીગ્રહણ કરાવ્યું. પૂર્વવત્ ૫૦૦નો દાયજો, યાવત્ ઉપરી પ્રાસાદે યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી. કોણિકની જેમ અદીનશત્રુ નીકળ્યો. સુબાહુ પણ જમાલી માફક રથ વડે નીકળ્યો યાવત્ ધર્મ કહ્યો. રાજા અને પર્ષદા પાછા ગયા. ત્યારે ભગવંત મહાવીર પાસે તે સુબાહુકુમારે, ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને યાવત્ કહ્યું - ભગવદ્ ! નિર્ચન્જ પ્રવચનની શ્રદ્ધા કરું છું. આપ દેવાનુપ્રિયની પાસે જેમ ઘણા રાજા, ઇશ્વર આદિ દીક્ષા લે છે યાવત્ હે દેવાનુપ્રિય ! હું તેમ કરવા સમર્થ નથી, હું આપ દેવાનુપ્રિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતિક ગૃહીધર્મ સ્વીકારવા ઇચ્છું છું. જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. ત્યારે તે સુબાહુએ ભગવંત પાસે પાંચ અણુવ્રતિક, સાતા શિક્ષાવ્રતિક ગૃહીધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને, રથારૂઢ થઈ પાછો ચાલ્યો ગયો. તે કાળે તે સમયે ભગવંતના જ્યેષ્ઠ શિષ્ય ઇન્દ્રભૂતિએ યાવત્ કહ્યું - અહો ભગવન્! સુબાહુકુમાર ઈષ્ટઈષ્ટરૂપ, કાંત-કાંત રૂપ, પ્રિય-પ્રિયરૂપ એ રીતે મનોજ્ઞ, મણામ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સુરૂપ છે. ભગવદ્ ! તે સુબાહુકુમાર, ઘણા લોકોને ઇષ્ટ આદિ અને સૌમ્ય છે. ભગવદ્ ! સાધુજનને પણ તે ઈષ્ટ આદિ યાવતુ સુરૂપ છે. ભગવન્! તેણે આ, આવી, ઉદાર માનુષી ઋદ્ધિ કેવી રીતે લબ્ધ કરી-પ્રાપ્તકરી-અભિસમન્વાગત કરી, અથવા તે પૂર્વભવે કોણ હતો ? મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 39