________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૧૦ ‘અંજૂશ્રી’ સૂત્ર-૩૪ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના સાતમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો આઠમાનો યાવત્ શો અર્થ કહ્યો છે? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - જંબૂ ! નિશે, તે કાળે, તે સમયે વદ્ધમાનપુર નગર હતું. વિજયવદ્ધમાન ઉદ્યાન, માણિભદ્ર યક્ષ, વિજયમિત્ર રાજા. ત્યાં ધનદેવ નામે આદ્ય સાર્થવાહ, તેને પ્રિયંગુ નામે પત્ની, અંજૂ નામે યાવત્ ઉત્કૃષ્ટ શરીરી પુત્રી હતી. ભગવંત પધાર્યા. પર્ષદા નીકળી યાવત્ પાછી ગઈ. તે કાળે તે સમયે ગૌતમ સ્વામી ગૌચરી માટે યાવત્ ભ્રમણ કરતા યાવત્ વિજયમિત્ર રાજાના ઘરની અશોકવાટિકાની કંઈક સમીપથી પસાર થતા જુએ છે કે - એક સ્ત્રી, શુષ્ક-ભૂખી-નિર્માસ-હાડકાં કડકડ કરતી-અસ્થિચર્મથી વીંટાયેલ-ભીની સાડી પહેરેલી-કષ્ટકારી - કરુણ-વિરૂપ સ્વરે શબ્દ કરતી જોઈ. ગૌતમસ્વામીને પૂર્વવત્ વિચાર આવ્યો યાવત્ કહ્યું - ભગવદ્ ! તે સ્ત્રી પૂર્વભવે કોણ હતી ? ભગવતે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જંબદ્વીપના ભરતમાં ઇન્દ્રપુર નગર હતું. ત્યાં રાજા ઇન્દ્રદત્ત અને પૃથ્વીથી ગણિકા હતી. તે ગણિકા ઇન્દ્રપુર નગરના ઘણા રાજા, ઇશ્વર ઇત્યાદિને ઘણા ચૂર્ણ પ્રયોગથી યાવત્ અભિયોગથી ઉદાર માનુષ્યસંબંધી કામભોગ ભોગવતી વિચરતી હતી. ત્યારે તે પૃથ્વીશ્રી, આ અશુભ કર્માદિથી ઘણા કર્મો ઉપાર્જન કરી, 3500 વર્ષનુ પરમાયુ પાળી, મૃત્યુ પામી, છઠ્ઠી નરકે ઉત્કૃષ્ટ નૈરયિકપણે ઉપજી. ત્યાંથી ઉદ્વર્તીને આ વાદ્ધમાનપુરમાં ધનદેવ સાર્થવાહની પ્રિયંગુ પત્નીની કુક્ષિમાં પુત્રીપણે ઉપજી. પછી પ્રિયંગુએ નવ માસે પુત્રી પ્રસવી. અંજૂશ્રી નામ રાખ્યું. બાકી બધું દેવદત્તાવત્ જાણવુ. ત્યારે તે વિજય રાજા અશ્વ વાહનિકાએ વૈશ્રમણદત્તની જેમ નીકળ્યો, તે રીતે અંજૂને જોઈ. ફર્ક એ કે તેતલી’ માફક પોતાની ભાર્યારૂપે માંગી યાવત્ અંજૂ સાથે ઉપરી પ્રાસાદે યાવત્ વિચરે છે. પછી અંજૂરાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉપજ્યુ. વિજય રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવી કહ્યું - હે દેવાનુપ્રિયો ! જાઓ, વર્તુમાનપુર નગરના શૃંગાટકાદિએ યાવત્ એમ કહો કે - અંજૂરાણીને યોનિશૂળ ઉત્પન્ન થયું છે. જે કોઈ વૈદ્ય આદિ યાવત્ ઉદ્ઘોષણા કરાવી. ઘણાં વૈદ્ય આદિ આ સાંભળી, સમજીને વિજય રાજા પાસે આવ્યા. આવીને ઘણી ઔત્પાતિકી આદિ બુદ્ધિ વડે અંજૂદેવીના યોનિશૂળને ઉપશામિત કરવા - પરિણામ પામવા ઇચ્છે છે. પણ તેઓ તેને ઉપશામિત કરવામાં સમર્થ-સફળ થયા નહીં. ત્યારપછી તે ઘણાં વૈદ્ય આદિ, જ્યારે અંજૂદેવીના યોનિશૂળને શાંત કરવામાં સફળ ન થયા, ત્યારે શ્રાંત, તાંત, પરિતાંત થઈ જે દિશાથી આવેલા, તે દિશામાં પાછા ગયા. ત્યારે તે અંજૂદેવી તે વેદનાથી પરાભૂત થઈ શુષ્ક, ભૂખી, નિર્માસ, કષ્ટકારી, કરુણ, વિરુપ સ્વરે વિલાપ કરતી રહી. હે ગૌતમ! નિશ્ચ, અંજૂદેવી પોતાના જૂના સંચિત કર્મોના. ફળને ભોગવતી વિચરે છે. ભગવન્! અંજૂદેવી મૃત્યુ પામીને ક્યાં જશે? ક્યાં ઉપજશે ? ગૌતમ ! અંજૂદેવી 90 વર્ષનું પરમાણુ પાળી, મૃત્યુ પામી, રત્નપ્રભામાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભ્રમણ પ્રથમ અધ્યયનવત્ જાણવુ યાવત્ વનસ્પતિકાળ. ત્યાંથી. ચ્યવીને સર્વતોભદ્ર નગરમાં મોરપણે ઉપજશે. શાનિક વડે વધ પામી, તે સર્વતોભદ્ર નગરમાં શ્રેષ્ઠીકુળમાં પુત્રપણે ઉપજશે. બાલ્યભાવથી મુક્ત થઈ, તથારૂપ સ્થવિરો પાસે બોધ પામી, દીક્ષા લઈ, સૌધર્મકલ્પ ઉપજશે. ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં પહેલા અધ્યયનવત્ મોક્ષે જશે. જંબૂત ભગવંત મહાવીરે દુઃખવિપાકના અધ્યયન-૧૦નો આ અર્થ કહ્યો છે. ભગવદ્ ! તે એમ જ છે. | અધ્યયન-૧૦નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 38