________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અડધુ રાજ્ય આપું, જેથી તું અમારી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરીશ. ત્યારે તે ચિત્ત અલંકારિક, નંદીવર્ધનકુમારના આ અર્થવાળા વચનને સ્વીકાર્યું. પછી તે ચિત્ત અલંકારિકને આવા સ્વરૂપનો યાવત્ ઉત્પન્ન થયો - જો મારા આ કાર્યને શ્રીદામ રાજા જાણશે, તો હું નથી જાણતો કે મને કેવા અશુભ કુમરણ વડે મારશે ? આમ વિચારી ભય પામેલો તે શ્રીદામ રાજા પાસે ગયો. શ્રીદામ રાજાને ગુપ્ત રીતે બે હાથ જોડી આ પ્રમાણે કહ્યું - હે સ્વામી! નિશ્ચ નંદીવર્ધન કુમાર રાજ્યમાં યાવત્ મૂચ્છિત થઈને આપને જીવિતથી રહિત કરવા ઇચ્છે છે, સ્વયં જ રાજ્યશ્રી કરતો - પાળતો વિચરવા ઇચ્છે છે. ત્યારે તે શ્રીદામ રાજા ચિત્ત અલંકારિકના આ અર્થને સાંભળી, સમજીને અતિ ક્રોધિત થઈ યાવત્ ભૂકૂટિ ચડાવી, નંદીવર્ધન કુમારને સેવકો પાસે પકડાવ્યો. પછી આ પ્રકારે વધની આજ્ઞા આપી. હે ગૌતમ ! તે નંદીવર્ધન આવું દુઃખ અનુભવી રહ્યો છે. નંદીવર્ધનકુમાર અહીંથી ચ્યવીને મરણ સમયે મરીને ક્યાં જશે? ક્યાં ઉપજશે? હે ગૌતમ ! નંદીવર્ધનકુમાર 60 વર્ષનું પરમ આયુ પાળીને મૃત્યુ અવસરે મૃત્યુ પામી, આ રત્નપ્રભા પૃથ્વીમાં નારકપણે ઉત્પન્ન થશે, સર્વ સંસાર તે પ્રમાણે પૂર્વવત્ કહેવો. ત્યાંથી ચ્યવી હસ્તિનાપુર નગરમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમારથી વધ કરાઈને ત્યાં જ શ્રેષ્ઠીકુળમાં જન્મી, પછી દીક્ષા લઈ, સૌધર્મકલ્પ જઈને, પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ-બુદ્ધ-મુક્ત-પરિનિવૃત્ત થઈ સર્વે દુઃખોનો અંત કરશે. હે જંબૂ! અહી નિક્ષેપ કહેવો તેમ હું કહું છું. અધ્યયન-૬ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ | મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 28