________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા પ્રચ્છનક, પિપ્પલ, કુહાડા, નખછેદક, દર્ભતૃણના પુંજો અને નિકરો રહેતા હતા. ત્યારે તે દુર્યોધન ચારગપાલ સિંહરથ રાજાના ઘણા ચોર, પારદારિક, ગ્રંથિભેદક, રાજ અપકારી, ઋણધારક, બાલઘાતક, વિશ્વાસઘાતી, જુગારી અને ધૂર્તાદિને પુરુષો પાસે પકડાવતો, પકડાવીને તેમને ચત્તા પાડતો, લોઢાના દંડથી તેમના મુખને ફાડતો, પછી કેટલાકને તપેલા તાંબાનો, કેટલાકને તરુઆનો એ પ્રમાણે સીસાનો રસ પીવડાવતો, ઉકળતુ પાણી, ક્ષારતેલ પીવડાવતો, તેમજ કેટલાકનો આ બધા વડે અભિષેક કરતો હતો. કેટલાકને ચત્તા પાડીને ઘોડાનું મૂત્ર પીવડાવતો. કેટલાકને હાથીનું મૂત્ર યાવત્ ઘેટાનું મૂત્ર પીવડાવતો હતો. કેટલાકને ઊંધા મુખે પાડીને સડસડ શબ્દથી વમન કરાવતો, કેટલાકના મસ્તકે તે જ મૂત્રના કુંડ મૂકતો, કેટલાકને હસ્ત બંધને બાંધતો, કેટલાકને પાદબંધને, એ રીતે હેડ બંધને, નિગડ બંધને બાંધતો હતો. કેટલાકના અંગને સંકોચી-મરડીને બાંધતો હતો. કેટલાકને સાંકળ બંધને બાંધતો, કેટલાકના હાથ છેદતો યાવત્ શસ્ત્રોથી વિદારતો હતો. કેટલાકને વેસુલતાથી યાવત્ વટવૃક્ષાદિની છાલની સોટી મરાવતો હતો. કેટલાકને ચત્તા પાડી, તેની છાતી ઉપર શિલા મૂકાવતો, તેના ઉપર મોટું લાકડું મૂકાવી, તેને પુરુષો પાસે કંપાવતો હતો. કેટલાકને તાંતો વડે યાવત્ સુતરના દોરડા વડે હાથ-પગ બંધાવતો, બંધાવીને કૂવામાં ઉધે મસ્તકે લટકાવી, ડૂબાડી પાણી પીવડાવતો. કેટલાકને ખગ વડે યાવત્ કલંબચીરથી છેદાવતો હતો, પછી તેમાં ભારતેલ વડે અત્યંગન કરાવતો. કેટલાકના કપાળમાં, કંઠમાં, કોણીમાં, ઢીંચણમાં, પગની પીંડીમાં લોઢાના અને વાંસના ખીલા ઠોકાવતો, વીંછીના આંકડા ખોસાવતો. કેટલાકના હાથ કે પગની આંગળીઓમાં સોયોને, ડંભનકોને મુદ્ગરથી ઠોકાવતો, પછી તેના વડે ભૂમિને ખણાવતો. કેટલાકના શસ્ત્ર યાવતુ નખ છેદતી વડે અંગને છેદાવતો, પછી તેને ડાભ-કુશ-આર્દ્ર વાધરી વડે બંધાવતો, બંધાવીને તડકામાં તપાવતો, સૂકેલી ચામડી ચીરાવતો. ત્યારપછી તે દુર્યોધન ચારકપાલ આવા અશુભકર્મ વડે ઘણા જ પાપકર્મોનું ઉપાર્જન કરીને 3100 વર્ષનું પરમાયુ પાળીને મરણ અવસરે મૃત્યુ પામીને છઠ્ઠી નરકમાં ઉત્કૃષ્ટ બાવીસ સાગરોપમ સ્થિતિક નૈરયિકપણે ઉત્પન્ન થયો. સૂત્ર-૩૦ તે દુર્યોધન નરકથી અનંતર ઉદ્વર્તીને આ જ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની બંધુશ્રી રાણીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી બંધુશ્રીએ નવ માસ પરિપૂર્ણ થતા યાવત્ પુત્રને જન્મ આપ્યો. યારપછી તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આ આવા પ્રકારનું નામ કર્યું. અમારા પુત્રનું નંદીવર્ધન નામ થાઓ. ત્યારપછી તે નંદીવર્ધનકુમાર પાંચ ધાત્રીથી પાલન કરાતો યાવતું મોટો થયો. ત્યારે તે નંદીવર્ધનકુમાર બાલ્યભાવથી મુક્ત થઈ યાવત્ વિચરે છે. યૌવન પામી, યુવરાજ થયો. પછી તે નંદીવર્ધન કુમાર રાજ્યમાં યાવત્ અંતઃપુરમાં મૂચ્છિત થઈ, શ્રીદામ રાજાને જીવિતથી રહિત કરવાને તથા પોતે જ રાજ્યલક્ષ્મીને પોતાની કરવાને અને પાલન કરતો વિચરવા ઇચ્છે છે. ત્યારપછી તે નંદીવર્ધનકુમાર, શ્રીદામ રાજાના ઘણા અંતર, છિદ્ર, વિવરને શોધતો વિચરે છે. ત્યારપછી નંદીવર્ધનકુમાર, શ્રીદામ રાજાના અંતર આદિ પ્રાપ્ત ન થતા, અન્ય કોઈ દિવસે ચિત્ત અલંકારિકને બોલાવે છે, બોલાવી આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! તું શ્રીદામ રાજાના સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિમાં અને અંતઃપુરમાં સ્વચ્છંદપણે વિચરતો અને શ્રીદામ રાજાનું વારંવાર અલંકારિક કર્મ કરતો વિચરે છે. તેથી હે દેવાનુપ્રિય ! તું શ્રીદામરાજાનું અલંકારિક કર્મ કરતા, તેના ગળામાં છરા વડે કાપી નાંખે તો હું તને મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 27