________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અધ્યયન-૬ નંદીવર્ધન’ સૂત્ર-૨૯ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીર યાવત્ દુઃખવિપાકના પાચમાં અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો છઠાનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે મથુરા નામે નગરી હતી. ભંડીર ઉદ્યાન હતું, ત્યાં સુદર્શન યક્ષનું યક્ષાયતન હતું. ત્યાં શ્રીદામ રાજા, બંધુશ્રી રાણી, નંદીવર્ધનકુમાર સર્વાંગસંપન્ન યુવરાજ હતો. શ્રીદામનો સુબંધુ નામે શામદંડ આદિ નીતિજ્ઞ અમાત્ય હતો. સુબંધુ અમાત્યનો બહુમિત્રપુત્ર નામે પૂર્ણ પંચેન્દ્રિય બાળક હતો. તે શ્રીદામ રાજાનો ચિત્ર નામે અલંકારિક-વાણંદ હતો. શ્રીદામ રાજાનું આશ્ચર્યકારી અને બહુવિધ અલંકારિક કર્મ કરતો, સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિકામાં અને અંતઃપુરમાં ઇચ્છિતપણે વિચરતો હતો. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરસ્વામી પધાર્યા, પર્ષદા નીકળી, રાજા પણ નીકળ્યો, યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના મુખ્ય શિષ્ય ગૌતમ યાવત્ રાજમાર્ગે નીકળ્યા. પૂર્વવત્ હાથી, ઘોડા, પુરુષો જોયા. તે પુરુષો મધ્યે એક પુરુષને જોયો યાવત્ તે નર-નારી વડે પરીવરેલો હતો. ત્યારપછી તે પુરુષને રાજપુરુષોએ ચૌટામાં તપાવેલા લોઢાના અગ્નિવર્ણા સિંહાસને બેસાડ્યો. ત્યારપછી પુરુષો મધ્યે રહેલ તે પુરુષને લોઢાના ઘણા કળશોથી તપાવી અગ્નિસમ વર્ણવાળા કરી, કેટલાકમાં તાંબાનો, કેટલાકમાં તરવાનો, કેટલાકમાં સીસાનો રસ ભર્યો. કેટલાકમાં ઉકાળેલા પાણી ભર્યા, કેટલાકમાં ક્ષાર સહિત ઉકાળેલા તેલ ભર્યા, તેના વડે મોટા-મોટા રાજ્યાભિષેકે કરીને અભિષેક કર્યો. ત્યારપછી તપ્ત લોહમય અગ્નિ જ્યોતિષ રૂપ લોઢાની સાણસી વડે લઈને હાર પહેરાવ્યો, પછી અર્ધહાર યાવત્ પટ્ટ, મુગટ પહેરાવ્યા. ગૌતમને પૂર્વવત્ વિચાર આવ્યો યાવત્ ભગવંતને પૂછ્યું, યાવત ભગવંતે ઉત્તર આપ્યો. હે ગૌતમ ! નિશે, તે કાળે તે સમયે આ જ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં સિંહપુર નામે ઋદ્ધ સમૃદ્ધ નગર હતું. તે સિંહપુર નગરમાં સિંહરથ નામે રાજા હતો. તે સિંહ રાજાને દુર્યોધન નામે ચારગપાલકના આવા સ્વરૂપના કેદખાનાના ઉપકરણો હતા - ઘણી લોહફંડીઓ હતી. કેટલીક તાંબાના, કેટલીક તરવાના, કેટલીક શીશાના રસથી ભરેલી હતી. કેટલીક ઉકાળેલા પાણીથી, કેટલીક ક્ષાર અને તેલથી ભરેલી હતી. તે બધી કુંડીઓ અગ્નિકાય ઉપર ઉકળતી જ હતી. તે દુર્યોધન ચારગપાલકને ઘણા માટીના કુંડા હતા, તેમાં કેટલાક અશ્વમૂત્રથી, કેટલાક હસ્તિમૂત્રથી, કેટલાક ગોમૂત્રથી, કેટલીક ભેંસમૂત્રથી, કેટલીક ઉંટના મૂત્રથી, કેટલીક બકરાના મૂત્રથી, કેટલીક ઘેટાના મૂત્રથી ભરેલી હતી, એ રીતે સંપૂર્ણ ભરેલી હતી. તે દુર્યોધન ચારગપાલક પાસે ઘણા હસ્તાંદુક હતા, પાદાંદુક હતા, હેડો, નિગડ, સાંકળોના ઘણા પુંજ અને નીકરો તેની પાસે હતા. તે દુર્યોધન ચારગપાલકની પાસે ઘણી વેણુલતા, વેંતલતા, આંબલીની સોટી, કોમળ ચર્મ ચાબૂક, ચર્મ સોટી, વટવૃક્ષાદિ છાલની સોટીઓ વગેરેના ઘણા પુંજ અને નિકર રહેલા હતા. તે દુર્યોધન પાસે ઘણી શિલા, લાકડી, મુર્ગારો, કનંગરોના પુંજ અને નિકરો હતા. તે દુર્યોધન પાસે ઘણી તાંતો, વસ્ત્રા, ચર્મની દોરી તથા વાળ, સુતરના દોરડાના ઘણા પુંજ અને નિકર હતા. તે દુર્યોધનની પાસે ઘણા અસિપત્ર, કરપત્ર, સુરપત્ર, કલંબચીર પત્રોના પુંજ અને નિકર હતા. તેની પાસે ઘણા લોઢાના ખીલા, વંશશલાકા, ચર્મપટ્ટા, અલ્લપલના પુંજ અને નિકર હતા. તે દુર્યોધનની પાસે ઘણી સોયો, ડુંભણો, કોટિલ્લોના પુંજ અને નિકરો હતા. તેની પાસે ઘણા શસ્ત્રોમુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 26