________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા સાથે પરીવરીને રુદન-ઇંદન-વિલાપ કરતા શતાનીક રાજાનું મહાઋદ્ધિ, સત્કારના સમદયથી નીહરણ કર્યું. ઘણા લૌકીક મૃતક કાર્ય કર્યા. ત્યારપછી ઘણા રાજા, ઇશ્વર યાવતુ સાર્થવાહે ઉદાયન કુમારને મહાન રાજાભિષેકથી સિંચિત કર્યો. ત્યારે તે ઉદાયનકુમાર મહાન રાજા થયો. ત્યારે તે બૃહસ્પતિદત્ત, ઉદાયન રાજાનું પુરોહિતકર્મ કરતો સર્વ સ્થાનોમાં, સર્વ ભૂમિકામાં અને અંતઃપુરમાં ઇચ્છા મુજબ ગમનાગમન કરનારો થયો. ત્યારપછી તે બૃહસ્પતિ પુરોહિત ઉદાયન રાજાના અંતઃપુરમાં વેળાએ-અવેળાએ, કાળે-અકાળે, રાત્રિમાંવિકાલમાં પ્રવેશ કરતો હતો. કોઈ દિવસે પદ્માવતી રાણી સાથે સંપ્રલગ્ન થઈને પદ્માવતી રાણી સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો. તરફ ઉદાયન રાજા સ્નાન કરી યાવત્ વિભૂષિત થઈ પદ્માવતી દેવી પાસે આવ્યો. બૃહસ્પતિદત્ત પુરોહિતને પદ્માવતી રાણી સાથે ઉદાર કામભોગ ભોગવતો જોઈને અતિ ક્રોધિત થઈ, કપાળમાં ત્રિપલી કરી, ભકૂટિ ચડાવી બૃહસ્પતિદત્તને પુરુષો પાસે પકડાવી દીધો યાવતુ આવા પ્રકારે વધની આજ્ઞા આપી. હે ગૌતમ ! આ પ્રમાણે નિક્ષે બૃહસ્પતિદત્ત જૂના-પુરાણા કર્મોને યાવત્ ભોગવે છે. ભગવદ્ ! બૃહસ્પતિદત્ત અહીંથી મૃત્યુ પામીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! બૃહસ્પતિ પુરોહિત ૬૪-વર્ષનું પરમ આયુ પાળીને આજે ત્રિભાગ દિવસ શેષ રહેતા શૂળી વડે ભૂદાઈ મૃત્યુ અવસરે મૃત્યુ પામી, આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થશે. તે જ રીતે સાતે પૃથ્વીમાં ઉત્પન્ન થવારૂપ સંસાર કહેવો. ત્યાંથી હસ્તિનાપુર નગરમાં મૃગપણે ઉત્પન્ન થશે. તે ત્યાં વાગરિક વડે હણાઈને, ત્યાં હસ્તિનાપુર નગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્રપણે ઉત્પન્ન થઈ બોધિ પામી, સૌધર્મ કલ્પ ઉપજી, મહાવિદેહે મોક્ષે જશે. નિક્ષેપ કહેવો. અધ્યયન-૫ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 25