________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા અધ્યયન-૫ બૃહસ્પતિદત્ત’ સૂત્ર-૨૭ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પાંચમાંનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - | હે જંબૂ ! નિશે તે કાળે, તે સમયે કૌશાંબી નામે ઋદ્ધ, નિર્ભય, નગરી હતી. તેની બહાર ચંદ્રોત્તરણ ઉદ્યાના હતું. ત્યાં શ્વેતભદ્ર યક્ષનું યક્ષાયતન હતું. તે કૌશાંબી નગરીમાં શતાનીક નામે મહાનું રાજા હતો, મૃગાવતી નામે રાણી હતી. તે શતાનીકનો પુત્ર અને મૃગાદેવીનો આત્મજ ઉદાયન નામે અહીન પંચેન્દ્રિય કુમાર હતો, તે યુવરાજ હતો. તે ઉદાયન કુમારને પદ્માવતી નામે પત્ની હતી. તે શતાનીક રાજાનો સોમદત્ત નામે ઋગ્વદાદિને ભણેલ પુરોહિત હતો. તે સોમદત્તની વસુદત્તા નામે પત્ની હતી. તે સોમદત્તનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ બૃહસ્પતિદત્ત નામે અહીન પૂર્ણ પંચેન્દ્રિય બાળક હતો. તે કાળે, તે સમયે ભગવાન મહાવીર પધાર્યા. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત્ યાવત્ રાજમાર્ગે નીકળ્યા. પૂર્વવત્ હાથી, ઘોડા, પુરુષો મધ્યે એક પુરુષને જોયો. ગૌતમે પૂર્વવત્ વિચાર્યું. પૂર્વવત્ પ્રશ્ન કર્યો. ભગવંત તેને ઉત્તર આપે છે. હે ગૌતમ ! નિશે તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં સર્વતોભદ્ર નામે ઋદ્ધ-સ્તિમિત-સમૃદ્ધ નગર હતું. ત્યાં જિતશત્રુ રાજા હતો. તે રાજાને મહેશ્વરદત્ત નામે પુરોહિત હતો. જે ઋગ્વદાદિમાં યાવત્ કુશલ હતો. ત્યારપછી મહેશ્વરદત્ત પુરોહિત જિતશત્રુરાજાના રાજ્ય અને સૈન્યની વૃદ્ધિ નિમિત્તે હંમેશા એક-એક બ્રાહ્મણ પુત્ર, ક્ષત્રિય પુત્ર, વૈશ્ય પુત્ર અને શુદ્ર પુત્રને પકડાવતો હતો. પકડાવીને તેમના જીવતાના જ હૃદયના માંસને ગ્રહણ કરતો અને જિતશત્રુની શાંતિને માટે હોમ કરતો. ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત આઠમ, ચૌદશે બબ્બે-બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના બાળકને, ચાર માસે ચાર-ચાર બ્રાહ્મણ આદિના બાળકને, છ માસે આઠ-આઠ બાળકને, વરસે સોળ-સોળ બાળકોને તથા જ્યારે જ્યારે જિતશત્રુ રાજાને શત્રુના સૈન્ય સાથે યુદ્ધનો પ્રસંગ આવતો ત્યારે તે મહેશ્વરદત્ત પુરોહિત 108-108 બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બાળકોને પુરુષો પાસે પકડાવે છે. પકડાવીને તેમના જીવતાના જ હૃદયમાંથી માંસની પેશીઓ કઢાવતો હતો. કઢાવીને જિતશત્રુ રાજાની શાંતિ નિમિત્તે હોમ કરતો હતો. તેથી તે શત્રુસૈન્ય શીધ્રપણે નાશ પામતુ હતુ અથવા છિન્નભિન્ન થઈને નાશી જતુ હતુ. સૂત્ર-૨૮ ત્યારપછી તે મહેશ્વરદત્ત પુરોહિત ઉક્ત અશુભકર્મ વડે ઘણા જ પાપકર્મોને ઉપાર્જીને 3000 વર્ષનું પરમ આયુ પાળીને, મૃત્યુ અવસરે મૃત્યુ પામી પાંચમી નરકમાં ઉત્કૃષ્ટ ૧૭-સાગરોપમ સ્થિતિક નરકમાં ઉત્પન્ન થયો. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ જ કૌશાંબી નગરીમાં સોમદત્ત પુરોહિતની વસુદત્તા પત્નીના પુત્રપણે ઉત્પન્ન થયો છે. તે બાળકના માતાપિતાએ બાર દિવસ પૂરા થતા આ આવા સ્વરૂપનું નામ કર્યું. જે કારણે અમારો આ બાળક સોમદત્ત પુરોહિતનો પુત્ર અને વસુદત્તાનો આત્મજ છે, તેથી અમારા આ પુત્રનું નામ બૃહસ્પતિદત્ત થાઓ. પછી તે બાળક પાંચ ધાત્રી વડે વૃદ્ધિ પામ્યો. ત્યારપછી તે બૃહસ્પતિદત્ત બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવન વય પામ્યો, વિજ્ઞાન પરિણત થયો. તે ઉદાયના કુમારનો પ્રિય બાલમિત્ર થયો. કેમ કે તેઓ સાથે જમ્યા, સાથે વૃદ્ધિ પામ્યા, સાથે ધૂળમાં રમેલા હતા. કોઈ દિવસે શતાનીક રાજા મૃત્યુ પામ્યો. ત્યારપછી ઉદાયનકુમારે ઘણા રાજા, ઇશ્વર યાવત્ સાર્થવાહ આદિ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 24