________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા બાળક પોતાના ઘેરથી કાઢી મૂકાયેલો શૃંગાટક આદિમાં પૂર્વવત્ યાવત્ સુદર્શના ગણિકા સાથે લુબ્ધ થયો. ત્યારપછી સુસેન અમાત્યે તે શકટને કોઈ દિવસે સુદર્શના ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો અને સુદર્શના ગણિકાને પોતાના ઘરમાં સ્ત્રીરૂપે સ્થાપી. પછી સુદર્શના ગણિકા સાથે ઉદાર એવા માનુષી કામભોગ ભોગવતો રહ્યો. ત્યારપછી તે શકટ, સુદર્શનાના ઘરથી કાઢી મૂકાયેલો એવો, બીજે ક્યાંય સ્મૃતિ-રતિ-ધૃતિ ન પામતા, કોઈ દિવસે ગુપ્તપણે સુદર્શનાના ઘેર પ્રવેશ્યો, પ્રવેશીને સુદર્શના સાથે ઉદાર કામભોગ ભોગવતો વિચરવા લાગ્યો. આ તરફ સુસેન અમાત્ય સ્નાન યાવત્ વિભૂષા કરી મનુષ્યરૂપી વાગરા સાથે સુદર્શના ગણિકાને ઘેર આવ્યો. આવીને શકટને સુદર્શના ગણિકા સાથે ઉદાર કામભોગ ભોગવતો જોયો, જોઈને અતિ ક્રોધિત થઈ યાવત્ ધમધમતો કપાળમાં ત્રિપલી ચડાવી શકટને પુરુષો પાસે પકડાવ્યો, પકડાવીને લાકડી, મુઠ્ઠી આદિથી યાવત્ મથિત કર્યો, અવકોટક બંધને બાંધ્યો. બાંધીને મહાચંદ્ર રાજા પાસે આવ્યો. આવીને બે હાથ જોડી યાવત્ આ પ્રમાણે કહ્યું - હે સ્વામી ! એ પ્રમાણે શકટે મારા અંતઃપુરમાં પ્રવેશરૂપ અપરાધ કર્યો છે. ત્યારે મહાચંદ્ર રાજાએ સુલેણ અમાત્ય ને કહ્યું - હે દેવાનુપ્રિય ! તમે જ શકટનો દંડ કરો. ત્યારે સુલેણ અમાત્યે મહાચંદ્ર રાજાની અનુજ્ઞા પામીને શકટને અને સુદર્શના ગણિકાને આવા પ્રકારે વધ કરવાની આજ્ઞા આપી. હે ગૌતમ ! એ પ્રમાણે શકટદારક પૂર્વ જન્મના જૂના પાપકર્મનો અનુભવ કરતો વિચરે છે. સૂત્ર૨૬ ભગવન્! શકટ મૃત્યુ પામીને ક્યાં ગયો ? ક્યાં ઉત્પન્ન થયો ? હે ગૌતમ ! શકટદારક પ૭-વર્ષ પરમાણુ પાળીને આજે જ ત્રિભાગ દિવસ શેષ બાકી રહેતા, એક મોટી લોઢાની તપાવેલી અગ્નિવર્ણ સમ સ્ત્રીની પ્રતિમાને આલિંગન કરાવાયેલો મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને રાજગૃહ નગરમાં માતંગકુળમાં યુગલપણે જન્મ લેશે. ત્યારે તે બાળકના માતાપિતા બાર દિવસ પૂરા થતા આ આવું ગુણસંપન્ન નામ કરશે - અમારા આ પુત્રનું નામ શકટ અને પુત્રીનું નામ સુદર્શના થાઓ. પછી શકટ બાળક, બાલ્યભાવથી મુક્ત થઈને યૌવનને પામશે. ત્યારે તે સુદર્શના પુત્રી પણ બાલ્યભાવ છોડી અનુક્રમે યૌવનને પામશે, તેણી રૂપ-યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટા, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારે તે શકટ, સુદર્શનાના રૂપ-યૌવન અને લાવણ્યથી મૂચ્છિત થઈ સુદર્શના સાથે ઉદાર ભોગ ભોગવશે. રિપછી શકટ અન્ય કોઈ દિવસે સ્વયં જ ફૂટગ્રાહીપણાને સ્વીકારીને રહેશે. ત્યારપછી તે શકટ કૂટગ્રાહ થશે, અધાર્મિક યાવત્ દુષ્કૃત્યાનંદ થશે. આ અશુભ કર્મો વડે ઘણું જ પાપકર્મને ઉપાર્જિત કરીને, કાળમાસે કાળ કરીને આ. રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે જ પ્રમાણે તેનો સંસાર યાવત્ સાતમી પૃથ્વી સુધી છે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને વારાણસી નગરીમાં મત્સ્યપણે ઉપજશે. તે ત્યાં માછીમાર વડે વધ પામીને તે જ વારાણસી નગરીમાં શ્રેષ્ઠીના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારે તે સમકિત પામી, પ્રતિબોધ પામી, દીક્ષા ગ્રહણ કરી, સૌધર્મકલ્પ દેવ થશે. ત્યાંથી ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં દીક્ષા લઈ સિદ્ધિ પામશે. નિક્ષેપ૦ દુઃખવિપાકના ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો. અધ્યયન-૪ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 23