________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા અધ્યયન.૭•ઉબરદત્ત સૂત્ર-૩૧ ભંતે ! જો શ્રમણ ભગવંત મહાવીરે યાવત્ દુઃખવિપાકના છઠાઅધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો સાતમાંનો યાવત્ શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધર્મા અણગારે જંબૂ અણગારને આ પ્રમાણે કહ્યું - હે જંબૂ ! તે કાળે, તે સમયે પાડલખંડ નગર હતું, ત્યાં વનખંડ નામે ઉદ્યાન હતું, ઉંબરદત્ત યક્ષનું યક્ષાયતના હતું. તે નગરમાં સિદ્ધાર્થ રાજા હતો. ત્યાં પાડલસંડ નગરમાં સાગરદત્ત નામે ઋદ્ધિમાન્ સાર્થવાહ હતો, તેની પત્ની ગંગદત્તા હતી. તે સાગરદત્તનો પુત્ર અને ગંગદત્તાનો આત્મજ ઉબરદત્ત નામે પૂર્ણ પંચેન્દ્રિય શરીરી પુત્ર હતો. તે કાળે, તે સમયે ભગવંત પધાર્યા, યાવત્ પર્ષદા પાછી ગઈ. તે કાળે, તે સમયે ગૌતમસ્વામી પૂર્વવત્ પાડલસંડ નગરે આવ્યા. પાડલસંડ નગરના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યા. ત્યાં એક પુરુષને જોયો, તેને ખરજ, કોઢ, જલોદર, ભગંદર, અર્થ, કામ અને શ્વાસનો રોગ હતો. સોજા ચડેલ હતા - તેના મુખ, હાથ, પગ સોજાવાળા હતા. તેના હાથ અને પગની આંગળી તથા કાન-નાક સડી ગયા હતા. તેના. શરીરમાંથી રસી અને પરુ વહેતા હતા. તેના શરીરમાં ઘણા વ્રણો હતા. તે વ્રણોના મુખમાં કીડા ખદબદતા હતા. તેનાથી પીડાતો હતો. તેમાંથી પરુ અને લોહી વહેતા હતા. તેના નાક-કાનમાંથી રસી નીકળતા હતા. તે વારંવાર પરુ-લોહી-કૃમિના કોગળાનું વમન કરતો હતો. તે કષ્ટકારક, કરુણા ઉપજાવે તેવા, નીરસ શબ્દને બોલતો હતો. માર્ગમાં માખીઓનો મોટો સમૂહ તેને અનુસરતો હતો. કેશનો સમૂહ ફૂટેલો હોવાથી તેના મસ્તક પરના કેશો અત્યંત વિખરાયેલા હતા. તેણે ખંડિત-ફાટેલ વસ્ત્ર પહેરેલ હતું, તેના હાથમાં ફૂટેલ ઠીબરુ અને ફૂટેલો ઘડો હતો. આ રીતે તે પુરુષ ઘેર-ઘેર ભીખ માંગીને આજીવિકા કરતો ફરતો હતો. તેને ગૌતમસ્વામીએ જોયો. ત્યારે ગૌતમસ્વામી ઉચ્ચ-નીચ કુળોમાં યાવત્ ગૌચારી માટેભ્રમણ કરી રહ્યા હતા. યથાપર્યાપ્ત ભિક્ષા ગ્રહણ કરે છે. પાડલીઝંડથી નીકળીને ભગવંત મહાવીર પાસે આવી, ભોજન-પાન દેખાડ્યા, ભગવંતની અનુજ્ઞા પામીને યાવત્ બિલમાં સાપ જાય તેમ આહાર કરી સંયમ-તપથી આત્માને ભાવતા રહ્યા. પછી તે ગૌતમસ્વામી બીજા છઠ્ઠ તપના પારણે પહેલી પોરિસીમાં સઝાય કરી યાવત્ પાડલીમંડ નગરના દક્ષિણ દ્વારેથી પ્રવેશ્યા. તે જ પુરુષ જોયો કે જે ખરજ આદિનો રોગી હતો, ઇત્યાદિ સર્વે પૂર્વવતુ. યાવતુ સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે. ત્યારપછી ગૌતમસ્વામી ત્રીજી વખત છઠ્ઠના પારણે પૂર્વવત્ યાવત્ પશ્ચિમ દ્વારથી પ્રવેશતા તે જ ખરજાદિ વ્યાધિ વાળા પુરુષને જોયો. ચોથા છઠ્ઠને પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તેને જ જોઈને ગૌતમસ્વામીને આવો વિચાર ઉત્પન્ન થયો કે અહો ! આ પુરુષ પોતાના પૂર્વના જૂના ઉપાર્જન કરેલા કર્મોનું ફળ ભોગવે છે યાવત્ ભગવંતને કહ્યું - ભગવદ્ ! નિશ્ચ હું છટ્ટના પારણે યાવત્ ભ્રમણ કરતા પાડલસંડ નગરે પહોંચ્યો, પહોંચીને પાડલીમંડના પૂર્વ દ્વારેથી પ્રવેશ્યો, ત્યાં મેં એક ખરજ આદિના વ્યાધિવાળા પુરુષને જોયો યાવત્ ભિક્ષાથી તે આજીવિકા કરતો હતો. થાવત ચોથા છઠ્ઠના પારણે ઉત્તર દ્વારેથી પ્રવેશતા તે જ પુરુષને યાવત્ આજીવિકા કરતો રહેલો જોઈને વિચાર આવ્યો. આ પ્રમાણે પૂર્વભવ પૂછતા, ભગવંતે ઉત્તર આપ્યો - હે ગૌતમ ! નિશે તે કાળે, તે સમયે આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિજયપુર નામે નગર હતું. તે વિજયપુર નગરે પ્રમાણે - કુમારભૃત્ય, શાલાક્ય, શલ્યહત્ય, કાયચિકિત્સા, જંગોલ, ભૂતવિદ્યા, રસાયણ, વાજીકરણ. તે વૈદ્ય શિવહસ્ત(રોગ દૂર કરી રોગીઓનું કલ્યાણ કર્તા)-સુખહસ્ત(સુખ આપી દર્દીઓનું શુભ કર્તા)-લઘુહસ્ત(રોગનું મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 29