________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુત ઘણી મિત્ર યાવત્ બીજી પણ ચોર મહિલા સાથે પરીવરીને, સ્નાન યાવત્ વિભૂષિત થઈ, વિપુલ અશનાદિ અને સુરાને આસ્વાદતી, વિસ્વાદતી વિચરે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને, પુરુષવેશ લઈ સન્નદ્ધબદ્ધ થઈ યાવત્ ફરતી-ફરતી દોહદને પૂર્ણ કરે છે. ત્યારપછી તે સ્કંદશ્રી ડોહલા-સંપૂર્ણ, સંમાનિત, વિનીત, બુચ્છિન્ન, સંપન્ન થવાથી ગર્ભને સુખ-સુખે વહન કરે છે. ત્યારપછી તે સ્કંદશ્રી ચોર સેનાપતિણીએ નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો. ત્યારે તે વિજય ચોરસેનાપતિએ તે બાળકની મહાઋદ્ધિ સત્કારપૂર્વક દશ રાત્રિની સ્થિતિપતિતા કરે છે. પછી તે વિજય ચોરસેનાપતિ તે બાળકના (જન્મના) અગિયારમા દિવસે વિપુલ અશનાદિ તૈયાર કરાવી, મિત્ર-જ્ઞાતિજન આદિને આમંત્રે છે. આમંત્રીને યાવત્ તે જ મિત્ર-જ્ઞાતિજન પાસે આમ કહે છે - જે કારણે અમારો આ બાળક ગર્ભમાં આવ્યો ત્યારે આ આવા પ્રકારના દોહદ ઉત્પન્ન થયેલા, તે કારણથી અમારા બાળકનું અલગ્નસેન નામ થાઓ. પછી અભગ્નસેન કુમાર પાંચ ધાત્રીઓ વડે યાવતું મોટો થાય છે. સૂત્ર-૨૨ ત્યારપછી તે અભગ્નસેન કુમાર બાલભાવથી મુક્ત થયો. આઠ કન્યા સાથે લગ્ન થયા, યાવત્ આઠનો દાયજો મળ્યો. ઉપરી પ્રાસાદમાં ભોગ ભોગવતો વિચરે છે. પછી તે વિજય ચોર સેનાપતિ કોઈ દિવસે મૃત્યુ પામ્યો. પછી તે અભગ્નસેનકુમાર 500 ચોરો સાથે પરીવરી રુદન-કંદન-વિલાપ કરતો વિજય ચોરસેનાપતિનું મહાઋદ્ધિ સત્કારના સમુદયથી નીહરણ કર્યું, કરીને ઘણા લૌકીક મૃતકાર્યો કર્યા. કરીને કેટલોક કાળ જતાં અલ્પશોકવાળા થયા. ત્યારપછી તે 500 ચોરોએ કોઈ દિવસે અભગ્નસેન કુમારને શાલાટવી ચોરપલ્લીમાં મોટા-મોટા ચોરસેનાપતિ પણે અભિષેક કર્યો. પછી તે અભગ્નસેનકુમાર ચોર સેનાપતિ થયો. તે અધાર્મિક આદિ બનીને યાવત્ નીકટની નગરીને લૂંટવા લાગ્યો. ત્યારે તે દેશના લોકો અલગ્નસેન ચોરસેનાપતિએ ઘણા ગામોનો ઘાત કરવાથી, તાપ પામીને, એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિયો ! નિશ્ચ અભગ્નસેન ચોર સેનાપતિ પુરિમતાલ નગરની ઉત્તરે રહેલા દેશને, ઘણા ગામના ઘાત વડે યાવતુ નિર્ધન કરતો વિચરે છે. તેથી નિશે હે દેવાનુપ્રિયો ! પુરિમતાલ નગરમાં જઈ આપણે મહાબલ રાજાને આ વૃત્તાંત જણાવવો શ્રેયસ્કર છે. ત્યારપછી તે જાનપદ પુરુષોએ આ વૃત્તાંતને પરસ્પર સ્વીકાર્યો, સ્વીકારીને મહાર્થ, મહાઈ, મહાર્દ, રાજાઉં પ્રાભૃતને ગ્રહણ કર્યું. કરીને પુરિમતાલ નગરે આવ્યા, મહાબલ રાજા પાસે આવ્યા, આવીને મહાબલ રાજાને તે મહાઈ યાવત્ પ્રાભૃત ધર્યું, બે હાથની અંજલિ કરી મહાબલ રાજાને આ પ્રમાણે કહ્યું - નિશે હે સ્વામી ! શાલાટવી ચોરપલ્લીમાં ચોર સેનાપતિ રહે છે, તે અમને ઘણા ગામોના ઘાત વડે યાવત્ નિર્ધન કરતો વિચરે છે. તો હે સ્વામી ! અમે ઇચ્છીએ છીએ કે - તમારી બાહુની છાયામાં ગ્રહણ કરાયેલા અમે ભય અને ઉપસર્ગ રહિત સુખે સુખે રહીએ. આમ કહી, રાજને પગે પડી, બે હાથ જોડી મહાબલ રાજાને આ વૃત્તાંત વિજ્ઞપ્ત કર્યો. ત્યારે તે મહાબલ રાજાએ તે જાનપદ પુરુષો પાસે આ અર્થ સાંભળી, અવધારી, અતિ ક્રોધિત થઈ યાવત્ ધમધમતા ત્રણ સળ-વાળી ભ્રકૂટીને કપાળમાં ચડાવી દંડનાયકને બોલાવ્યો, બોલાવીને કહ્યું - હે દેવાનુપ્રિય ! તું જા, શાલાટવી ચોરપલ્લીનો નાશ કરી નાશ કરીને અભગ્નસેન ચોર સેનાપતિને જીવતો પકડ પકડીને મારી પાસે લાવ. ત્યારે તે દંડનાયકે તહત્તિ’ કહી, તે વાત સ્વીકારી. પછી તે ઘણા પુરુષો સાથે સન્નદ્ધ બદ્ધ થઈ યાવત્ આયુધો. સાથે તેમની સાથે પરીવરીને હાથમાં પાશ અને ઢાલ લઈ યાવત્ શીધ્ર વાગતા વાજિંત્રો વગાડાતા, મોટા યાવત્ ઉત્કૃષ્ટ શબ્દ યાવત્ કરતા પુરિમતાલનગરની વચ્ચોવચ્ચેથી નીકળીને શાલાટવી ચોરપલ્લીએ જવા નીકળ્યા. ત્યારે તે અભગ્નસેન ચોર સેનાપતિના ચાર પુરુષો આ વૃત્તાંતને જાણીને શાલાટવી ચોરપલ્લીમાં અભગ્નસેના મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 19