________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા પાસે આવ્યા, આવીને બે હાથ જોડી યાવત્ આમ કહ્યું - હે દેવાનુપ્રિય ! પુરિમતાલ નગરમાં મહાબલ રાજાએ મોટા સુભટોના સમૂહ સહિત દંડનાયકને આજ્ઞા કરી છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને શાલાટવી ચોરપલ્લીનો નાશ કરો, અભગ્નસેન ચોર સેનાપતિને જીવતો ગ્રહણ કરો. ગ્રહણ કરીને મારી પાસે લાવો. તેથી તે દંડનાયક મોટા સુભટોના સમૂહ સહિત શાલાટવી ચોરપલ્લી આવવા નીકળેલ છે. ત્યારે તે અભગ્નસેને ચોર સેનાપતિ તે ચાર પુરુષો પાસે આ વૃત્તાંત સાંભળી, સમજીને 500 ચોરોને બોલાવ્યા, બોલાવીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો ! નિશ્ચ પુરિમતાલ નગરે મહાબલ યાવત્ (દંડનાયક) જવાને નીકળ્યો છે, તે આવી રહ્યો છે. ત્યારે અલગ્નસેને 500 ચોરોને કહ્યું - હે દેવાનુપ્રિયો ! આપણે તે દંડનાયકને શાલા અટવી ચોરપલ્લી પ્રાપ્ત થતા પહેલા માર્ગમાં જ પ્રતિષેધ કરવો શ્રેય છે. ત્યારે તે 500 ચોરોએ આ વાત તહત્તિ’ કહી તેની આ વાત સ્વીકારી. ત્યારપછી તે અભગ્નસેન ચોર સેનાપતિ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવે છે, કરાવીને 500 ચોરો સાથે સ્નાન યાવતુ પ્રાયશ્ચિત્ત કરી ભોજન મંડપમાં તે વિપુલ અશનાદિને સુરા સાથે આસ્વાદિત આદિ કરતા વિચરે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવીને આચમન કરી, મુખશુદ્ધિ કરી, અતિ પવિત્ર થઈ 500 ચોરો સાથે આÁચર્મ ઉપર બેસીને સન્નદ્ધ-બદ્ધ થઈ યાવત્ પ્રહરણ ગ્રહણ કરી, હાથમાં પાશ ગ્રહણ કરી યાવત્ શબ્દો સાથે મધ્યાહ્ન કાળ સમયે શાલાટવી ચોરપલ્લીથી નીકળે છે. નીકળીને વિષમ-દૂર્ગ-ગહનમાં રહી, ભોજન-પાણી ગ્રહણ કરીને તે દંડનાયકની રાહ જોતો ત્યાં રહ્યો. ત્યારપછી તે દંડનાયક અગ્નિસેન ચોર સેનાપતિ પાસે આવ્યો, આવીને અલગ્નસેન ચોર સેનાપતિ સાથે યુદ્ધ કરવા લાગ્યો. પછી અભગ્નસેન ચોર સેનાપતિએ તે દંડનાયકને જલદીથી હત-મથિત યાવત્ પ્રતિષેધ કર્યો. ત્યારે તે દંડનાયક અગ્નિસેન ચોર સેનાપતિ વડે હત-મથિત-પ્રતિષધિત થતા તેજ-બળ-વીર્ય-પુરુષાકાર પરાક્રમ રહિત થયો. તેથી અધારણીય છે, એમ જાણીને પુરિમતાલ નગરે મહાબલ રાજા પાસે આવ્યો, આવીને બે હાથ જોડીને આ. પ્રમાણે કહ્યું - હે સ્વામી ! નિશ્ચ અભગ્નસેન ચોર સેનાપતિ વિષમ-દૂર્ગ-ગહનમાં રહીને, ભોજન-પાણીને ગ્રહણ કરીને રહ્યો છે. કોઈપણ અતિ મોટા અશ્વ-હાથી-યોદ્ધા-રથ સૈન્યથી એમ ચતુરંગ સૈન્યથી પણ સાક્ષાત્ ગ્રહણ કરી શકે તેમ નથી. તેથી શામ-ભેદ-ઉપપ્રદાન વડે વિશ્વાસ પમાડીને વશ કરવા લાયક છે. વળી જે તેના અત્યંતર શિષ્ય સમાન તથા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનને વિપુલ ધનકનક-રત્ન-ઉત્તમ સારભૂત ધન વડે ભેદ પામશે. તે અભગ્નસેન ચોર સેનાપતિને પણ વારંવાર મહાર્થ-મહાઈમહાઈ પ્રાભૃત મોકલી અગ્નિસેન ચોર સેનાપતિને વિશ્વાસ પમાડાશે. સૂત્ર-૨૩ ત્યારપછી તે મહાબલરાજાએ અન્ય કોઈ દિવસે પુરિમતાલ નગરમાં એક મોટી મહતિ મહાલિકા કૂટાકારશાળા કરાવી. તે અનેક શત સ્તંભ ઉપર રહેલી, પ્રાસાદીય, દર્શનીય હતી. પછી મહાબલ રાજાએ અન્ય કોઈ દિને પુરિમતાલા નગરે શુલ્ક રહિત યાવત્ દશ દિવસનો પ્રમોદ-મહોત્સવની ઘોષણા કરાવી, પછી કૌટુંબિકપુરુષોને બોલાવીને કહ્યું - હે દેવાનપ્રિયો ! તમે શાલાટવી ચોરપલ્લીમાં જાઓ, ત્યાં તમે અભગ્નસેન ચોર સેનાપતિને બે હાથ જોડીને કહો - હે દેવાનુપ્રિય ! નિશ્ચ પુરિમતાલ નગરે મહાબલ રાજા ઉશૂલ્ક યાવત્ દશ દિવસનો મહોત્સવ ઘોષિત કરાવેલ છે. તો હે દેવાનુપ્રિય ! તમારે માટે વિપુલ અશનાદિ, પુષ્પ-વસ્ત્ર-માળા-અલંકાર શીધ્ર અહીં મોકલીએ કે તમે જાતે જ ત્યાં આવશો ? ત્યારે કૌટુંબિક પુરુષોએ મહાબલ રાજાની આજ્ઞાને બે હાથ જોડી યાવત્ સ્વીકારી, સ્વીકારીને મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 20