________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકશ્રુતા માંસના ટૂકડા ખવડાવે છે, લોહીરૂપી પાણી પીવડાવતા હતા. સૂત્ર-૨૦ ત્યારે તે ગૌતમસ્વામીએ તે પુરુષને જોયો, જોઈને આ આવા પ્રકારે આધ્યાત્મિક, પ્રાર્થિત વિચાર આવ્યો. યાવત્ પૂર્વવત્ ત્યાંથી નીકળ્યા, એમ કહ્યું - ભગવદ્ ! હું આપની આજ્ઞા પામી પૂર્વવત્ ગૌચરી લેવા નીકળ્યો યાવત્ આ પુરુષને આવા કષ્ટમાં જોયો, તો હે ભગવન ! આ પુરુષ પૂર્વભવે કોણ હતો ? આદિ. હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં પુરિમતાલ નામે નગર હતું. ત્યાં ઉદિતોદિતા નામે મહાન રાજા હતો. તે પુરિમતાલમાં નિર્ણય નામે ઇંડાનો વેપારી હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત, અધાર્મિક યાવત્ દુષ્મત્યાનંદ હતો. તે નિર્ણય અંડવણિકે ઘણા પુરુષોને દૈનિક વેતન અને ભોજન આપીને રાખેલા, જેઓ હંમેશા કોદ્દાલ ઘાસના ટોપલા આદિને ગ્રહણ કરતા હતા. પુરિમતાલ નગરની ચોતરફ ઘણા કાગડી-ઘુવડકબૂતરી-ટીંટોડી-બગલી-મયૂરી-કૂકડીના ઇંડાને તથા બીજા પણ ઘણા જલચર-સ્થલચર-ખેચરના ઇંડાને ગ્રહણ કરતા, કરીને વાંસના ટોપલા ભરતા, ભરીને નિર્ણય અંડવણિક પાસે આવતા, આવીને તેને ટોપલા આપતા. ત્યારે તે નિર્ણય અંડવણિકે બીજા ઘણા પુરુષોને દૈનિક વેતન અને ભોજનાદિથી ઘણા કાગડીના યાવતુ કૂકડીના ઇંડાને તથા બીજા પણ ઘણા જલચર-સ્થલચર-ખેચરાદિના ઇંડાને તવા, કવલ્લી, કંડુક, ભર્જનક અને અંગારામાં તળતા-શેકતા-પકાવતા હતા. એ રીતે તળીને-ભૂજીને-શેકીને રાજમાર્ગમાં-મધ્યમાં ઇંડાઓ વેચવા વડે આજીવિકા કરતા વિચરતા હતા. તે નિર્ણય અંડવણિક પોતે પણ ઘણા કાગડી યાવત્ કૂકડીના ઇંડા કે જે રાંધેલતળેલ-ભૂજેલ હતા, તેની સાથે સુરા આદિને આસ્વાદતો, વિસ્વાદતો વિચરતો હતો. ત્યારે તે નિર્ણય અંડવણિક આ પાપકર્મથી ઘણા જ પાપકર્મને ઉપાર્જન કરીને 1000 વર્ષનું પરમાયુ પાળીને મૃત્યુ અવસરે મરીને ત્રીજી નરકમાં ઉત્કૃષ્ટ સાત સાગરોપમ સ્થિતિક નૈરયિકમાં નારકપણે ઉત્પન્ન થયો સૂત્ર-૨૧ તે ત્યાંથી ઉદ્વર્તીને અનંતર આ જ શાલાટવી ચોરપલ્લીમાં વિજય ચોર સેનાપતિની સ્કંદશ્રી પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયો. પછી સ્કંદશ્રીને અન્ય કોઈ દિને ત્રણ માસ પ્રતિપૂર્ણ થતા આ આવા સ્વરૂપનો દોહદ ઉત્પન્ન થયો. તે માતાઓ ધન્ય છે, જે ઘણા મિત્ર-જ્ઞાતિ-નિજક-સ્વજન-સંબંધી-પરિજન મહિલાઓ તથા બીજી પણ ચોર મહિલા સાથે પરીવરી, સ્નાન કરી, બલિકર્મ કરી યાવત્ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ, વિપુલ અશનપાન-ખાદિમ-સ્વાદિમ અને સુરાને આસ્વાદતી, વિસ્વાદતી રહે છે. ભોજન કર્યા પછી ઉચિત સ્થાને આવી પુરુષવેશ લઈ, સન્નદ્ધ-બદ્ધ યાવત્ પ્રહરણ-આયુધ ગ્રહણ કરીને, ઢાલને હાથમાં લઈ, ખગને મ્યાનમુક્ત કરી, બાણના ભાથાને ખભે લટકાવી, ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી, બાણને ઊંચા કરી, માળાને લાંબી કરી અથવા વિશિષ્ટ પ્રહરણને ઉલ્લાસિત કરી, જંઘાએ ઘૂઘરા લટકાવી, શીધ્ર વાજિંત્ર વગડાવી, મોટા મોટા ઉત્કૃષ્ટ યાવત્ સમુદ્ર રવ વડે યુક્ત એવા કરતી શાલાટવી ચોરપલ્લીની સર્વ દિશા-વિદિશામાં જોતી-જોતી, ફરતી-ફરતી પોતાના દોહદ પૂર્ણ કરે છે. તેથી હું પણ યાવત્ દોહદ પૂર્ણ કરું, એમ વિચારી, તે દોહદ પૂર્ણ ન થવાથી યાવત્ ચિંતામગ્ન બની. ત્યારે તે વિજય ચોર સેનાપતિ સ્કંદશ્રીને અપહત મનવાળી યાવત્ જોઈ જોઈને કહ્યું કે - હે દેવાનુપ્રિયા ! તું કેમ અપહત મનવાળીયાવત્ ચિંતામગ્ન છે ? ત્યારે સ્કંદશ્રીએ વિજયને કહ્યું - હે દેવાનુપ્રિય! એ પ્રમાણે મને ત્રણ માસ પરિપૂર્ણ થતા, આવા પ્રકારે દોહદ ઉત્પન્ન થયેલ છે, તે પૂર્ણ ન થતા યાવત્ હું ચિંતામગ્ન છું. ત્યારે વિજય ચોર સેનાપતિએ સ્કંદશ્રીની પાસે આ અર્થ સાંભળી યાવત્ સમજીને સ્કંદશ્રીને આમ કહ્યું - હે દેવાનુપ્રિયા ! તને સુખ ઉપજે તેમ કર. આ વચન સાંભળીને, પછી તે સ્કંદશ્રી, વિજય ચોર સેનાપતિની અનુજ્ઞા પામીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 18