________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા ત્યારપછી તે વિજયમિત્ર સાર્થવાહ અન્ય કોઈ દિવસે ગણિમ, ધરિમ, મેય, પારિછેદ્ય એ ચાર પ્રકારના ભાંડ ગ્રહીને લવણસમુદ્રમાં વહાણ વડે વેપાર કરવા ગયા. તેમનું વહાણ લવણસમુદ્રમાં ભાંગી ગયું, સારભૂત ભાંડ બૂડી ગયા. તે અત્રાણ, અશરણ થઈ મરણ પામ્યો. પછી વિજયમિત્ર સાર્થવાહને જે ઘણા ઇશ્વર-તલવર-માડુંબિક-કૌટુંબિક-ઇભ્ય-શ્રેષ્ઠી-સાર્થવાહોએ જ્યારે લવણસમુદ્રમાં વહાણ ભાંગી ગયું યાવત્ મરણ પામ્યો, જાણ્યું ત્યારે હાથોહાથ લીધેલ સંપત્તિ તથા બાહ્ય ભાંડસારને લઈને એકાંતમાં ચાલ્યા ગયા. જ્યારે સુભદ્રા સાર્થવાહીએ વિજય સાર્થવાહને મૃત્યુ પામ્યો જાણી, પતિના વિયોગના મોટા શોકથી અતિ પીડા પામીને તેણી કુહાડાથી કપાયેલ ચંપકલતાની માફક ધસ કરતી જમીને પડી ગઈ. પછી મુહૂર્તવાર પછી સાવધાન થઈ ઘણા મિત્રો સાથે યાવતુ પરીવરી રુદન-ઇંદન-વિલાપ કરતી વિજયમિત્ર સાર્થવાહના લૌકીક મૃતક કાર્ય કરે છે, પછી સુભદ્રા સાર્થવાહી કોઈ દિવસે વિજય સાર્થવાહનું લવણસમુદ્રમાં જવું, લક્ષ્મીનો વિનાશ થવો, વહાણનો વિનાશ થવો, પતિનું મરણ થવું એ બધું ચિંતવતી મૃત્યુ પામી. સૂત્ર૧૬ ત્યારપછી નગર આરક્ષકોએ સુભદ્રા સાર્થવાહીને મૃત્યુ પામેલી જાણીને ઉઝિતકને તેના પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો, કાઢી મૂકીને તે ઘર બીજાને આપી દીધું. ત્યારપછી તે ઉઝિતક પોતાના ઘેરથી કાઢી મૂકાયેલો વાણિજ્યગ્રામ નગરમાં શૃંગાટક યાવત્ માર્ગોમાં જુગારના સ્થાનોમાં, વેશ્યાગૃહોમાં, મદિરાપાન ગૃહોમાં સુખે સુખે મોટો થયો ત્યારપછી તે ઉઝિતક કોઈ જાતની રોકટોક વિનાનો, અનિવારિત, સ્વચ્છંદ મતિ, સ્વૈર પ્રવિચારી, મદ્યમાં આસક્ત, ચોરી-ધુત-વેશ્યા આસક્ત થઈ ગયો. પછી તે અન્ય કોઈ દિને કામધ્વજા ગણિકા સાથે આસક્ત થયો. કામધ્વજા ગણિકા સાથે વિપુલ, ઉદાર, માનુષી, ભોગોપભોગ ભોગવતો રહ્યો. તે વખતે તે વિજયમિત્ર રાજાની શ્રી નામની રાણીને કોઈ દિવસે યોનિશૂળ ઉત્પન્ન થયું. તેથી તે રાજા શ્રીદેવી સાથે ઉદાર એવા માનુષી ભોગોપભોગ ભોગવતો વિચરવાને અસમર્થ થયો. ત્યારપછી તે વિજયમિત્ર રાજાએ કોઈ દિવસે ઉઝિતકને કામધ્વજા ગણિકાના ઘેરથી કાઢી મૂક્યો. કાઢી મૂકીને કામધ્વજા ગણિકાને અંતઃપુરમાં રાખી, રાખીને કામધ્વજા સાથે ઉદાર ભોગ ભોગવતો રહ્યો. ત્યારે તે ઉક્ઝિતક કામધ્વજા ગણિકાના ઘેરથી કાઢી મૂકાતા, કામધ્વજામાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસક્ત થવાથી બીજે ક્યાંય સ્મૃતિ રતિ ધૃતિ ન પામવાથી તેણીને વિશે જ ચિત્ત-મન-લેશ્યા-અધ્યવસાનવાળો થઈને તેણીના વિષય પરિણામવાળો, તત્સંબંધી કામભોગોમાં પ્રયત્નશીલ, તેણીની ભાવના ભાવતો, કામધ્વજાના ઘણા અંતર-છિદ્ર-વિવરને શોધતો વિચરે છે. ત્યારપછી તે ઉચ્છિતક અન્ય કોઈ દિને કામધ્વજા ગણિકાના અંતરાને પામ્યો. તેણીના ઘરમાં ગુપ્ત રીતે પ્રવેશ્યો, પ્રવેશીને કામધ્વજા સાથે ઉદાર માનુષી ભોગોપભોગ ભોગવતો વિચરવા લાગ્યો. આ તરફ મિત્ર રાજા સ્નાન કરી યાવતુ પ્રાયશ્ચિત્ત કરી, સર્વાલંકાર વિભૂષિત થઈ, મનુષ્યરૂપી વાગુરા વડે વ્યાપ્ત થઈ કામધ્વજાને ઘેર આવ્યો, આવીને ત્યાં ઉઝિતકને કામધ્વજા ગણિકા સાથે ઉદાર ભોગ ભોગવતો યાવત્ રહેલો જોયો, જોઈને ક્રોધિત થઈ, કપાળે ત્રણ વલીવાળી ભૂકૂટી ચડાવીને, ઉઝિતકને પોતાના સેવકો પાસે પકડાવ્યો, પકડાવીને પછી લાકડી, મુક્કા,ઢીંચણ અને કોણીના પ્રહાર વડે તેના શરીરને ભાંગી નંખાવ્યું. મથિત કરાવ્યું. કરાવીને અવકોટક બંધન કરાવ્યું. પછી આ રીતે કરાવીને વધ કરવાની આજ્ઞા આપી. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકશ્રુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 15