________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકક્ષુતા હે ગૌતમ ! આ રીતે ઉક્ઝિતક જૂના-પુરાણા કર્મોને યાવતુ અનુભવતો વિચરી રહ્યો છે. સૂત્ર-૧૭ ભગવન્! ઉજ્જિતદારક અહીંથી કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ! ઉક્ઝિતક દારક ૨૫-વર્ષનું પરમ આયુ પાળીને આજે જ ત્રણ ભાગ દિવસ બાકી હશે ત્યારે શૂળી વડે ભેદાઈને કાળમાસે કાળ કરી આ રત્નપ્રભા પ્રથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. તે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને આ જ જંબૂદ્વીપ દ્વીપના ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વાનરકુળમાં વાનરરૂપે ઉપજશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈને તિર્યંચના કામભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, ગ્રથિત, અતિ આસક્ત થઈને ઉત્પન્ન થતા-થતા વાનરના બાળકોને મારી નાંખવા માંડશે. આવા પાપકર્મવાળો, આવા કર્મ કરવામાં તત્પર, આવા જ વિજ્ઞાનવાળો, આવા જ આચારવાળો તે કાળમાસે કાળ કરીને આ જ જંબદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં ઇન્દ્રપુર નગરમાં ગણિકાના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થશે. ત્યારપછી તે દારકના માતાપિતા તેના જન્મતા જ વર્ધિતક-ખસી કરશે, તેને નપુંસક કર્મ શીખવાડશે. તે બાળકના માતાપિતાએ બાર દિવસ વીત્યા પછી આવું આ પ્રકારનું નામ કરશે - પ્રિયસેન નામે નપુંસક થાઓ. ત્યારપછી પ્રિયસેન નપુંસક બાલ્યભાવથી મુક્ત થઈ, યૌવનને અનુક્રમે પામી, વિજ્ઞાન પરિણત થતાં રૂપયૌવન અને લાવણ્યવાળો તથા ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ શરીરી થશે. ત્યારપછી તે પ્રિયસેન નપુંસક ઇન્દ્રપુર નગરના ઘણા રાજા, ઇશ્વર યાવત્ આવા બધા લોકોના હૃદયની શૂન્યતાને કરનારા, નિહ્રવણ, પહષણ, વશીકરણ, આભિયોગ વડે આભિયોગિક કરનારા ઘણા વિદ્યાપ્રયોગ વડે, મંત્ર અને ચૂર્ણના પ્રયોગ વડે વશ કરીને મનુષ્ય સંબંધી ઉદાર કામભોગ ભોગવતો વિચરશે. ત્યારપછી તે પ્રિયસેન નપુંસક આવા પાપકર્માદિથી ઘણા જ પાપકર્મો એકઠા કરીને ૧૨૧-વર્ષનું પરમાણુ પાળીને મરણ સમયે મરણ પામીને આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજશે. ત્યાંથી સરિસર્પોમાં સુસુમારમાં યાવતું પહેલા અધ્યયન માફક યાવત્ સર્વે નરક કહેવી. ત્યાંથી ઉદ્વર્તીને આ જ જંબુદ્વીપમાં ભરતમાં ચંપાનગરીમાં પાડો થશે. કોઈ દિવસે તે ત્યાં ગોષ્ઠિક વડે મારી નંખાશે. તે જ ચંપા નગરીના શ્રેષ્ઠીકુળમાં પુત્રપણે જન્મશે. તે ત્યાં બાલ્યભાવથી મુક્ત થઈ, તથારૂપ સ્થવિર પાસે કેવલ બોધિ અણગાર થઈ, સૌધર્મકલ્પ ઇત્યાદિ પહેલા અધ્યયન મુજબ મોક્ષે જશે. અધ્યયન-૨ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 16