________________ આગમસૂત્ર 11, અંગસૂત્ર 11, વિપાકકૃતા ત્યારપછી તે ઉત્પલા, તે ઘણા ગોમાંસને પકાવી, મદિરાદિનું આસ્વાદન કરતી, તે દોહલા પૂર્ણ કરે છે. ત્યારપછી તે ઉત્પલા કૂટગ્રાહીના દોહદ સંપૂર્ણ થયા, સંમાનિત થયા, વિનિત થયા, બુચ્છિન્ન થયા, સંપન્ન થયા, તે ગર્ભને સુખે સુખે વહન કરે છે. તેણીએ અન્ય કોઈ દિવસે નવ માસ પરિપૂર્ણ થતા એક બાળકને જન્મ આપ્યો. સૂત્ર-૧૪ તે બાળક જન્મતાની સાથે મોટા મોટા શબ્દોથી ઘોષ કરતો, વિરસ શબ્દ કરતો, બૂમો પાડવા લાગ્યો. તે બાળકની બૂમો આદિ શબ્દો સાંભળી, સમજી હસ્તિનાપુર નગરના ઘણા નગરપશુ યાવત્ વૃષભો ભયભીત થયા, ઉદ્વિગ્ન થયા, સર્વે દિશામાં ભાગી ગયા. ત્યારે તેના માતાપિતાએ આ પ્રમાણે નામ પાડ્યું - અમારો આ બાળક જન્મતા જ મોટા મોટા શબ્દોથી ચીસો પાડવા લાગ્યો તે સાંભળીને નગરના પશુ આદિ ભયભીત થઈને ચારે દિશામાં ભાગી ગયા, તેથી અમારા આ બાળકનું નામ ગોત્રાસ થાઓ. પછી ગોત્રાસ બાળક બાળભાવ છોડી, યુવાન થયો. પછી કોઈ દિવસે તે ભીમ કૂટગ્રામ મરણ પામ્યો. ત્યારપછી તે ગોત્રાસ ઘણા મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી, પરીજન સાથે પરીવરીને રોતો-ઇંદન કરતોવિલાપ કરતો, ભીમ કૂટગ્રાહનું નીહરણ કર્યું, કરીને ઘણા લૌકીક મૃતક કૃત્યો કર્યા. પછી સુનંદ રાજાએ ગોત્રાસને અન્ય કોઈ દિને સ્વયં જ કૂટગ્રાહીપણે સ્થાપ્યો. પછી ગોત્રાસ ફૂટગ્રાહ અધાર્મિક યાવત્ દુપ્રત્યાનંદ થઈ ગયો. પછી તે પ્રતિદિન અર્ધરાત્રિ કાળ સમયે એકલો, અદ્વિતીય, બખ્તરકવચ બાંધી યાવત્ આયુધ-પ્રહરણ લઈને પોતાના ઘેરથી નીકળતો, ગોમંડપે આવતો. આવીને ઘણા નગરપશુઓ જે સનાથ-અનાથ હોય યાવત્ તેમને અંગરહિત કરતો હતો. પછી પોતાના ઘેર આવીને તે ઘણા ગોમાંસ પકાવીને સૂરા, મદ્યાદિ સાથે આસ્વાદતો, વિસ્વાદતો યાવત્ વિચરતો હતો. ત્યારપછી તે ગોત્રાસ કૂટાય આવો પાપકર્મી, આવા વિજ્ઞાન અને આચારવાળો થઈ અત્યંત પાપકર્મને ઉપાર્જન કરીને 500 વર્ષનું આયુ પાળીને આર્ત-દુઃખારૂં થઈ કાળમાસે કાળ કરી, બીજી પૃથ્વીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ સ્થિતિક નૈરયિકમાં નૈરયિકપણે ઉત્પન્ન થયો. સૂત્ર-૧૫ ત્યારે તે વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા નામે પત્ની જાતનિંદુકા હતી. તેના ઉત્પન્ન થયેલા પુત્રો વિનાશ પામતા હતા. પછી ગોત્રાસ ફૂટગ્રાહ બીજી પૃથ્વીથી અનંતર ઉદ્વર્તીને આ જ વાણિજ્ય ગ્રામ નગરમાં વિજયમિત્ર સાર્થવાહની સુભદ્રા પત્નીની કુક્ષિમાં પુત્રપણે ઉપજ્યો. પછી તે સુભદ્રા સાર્થવાહી અન્ય કોઈ દિવસે નવ માસ બહુ પ્રતિપૂર્ણ થતા બાળકને જન્મ આપ્યો. ત્યારે તે સુભદ્રા સાર્થવાહીને પુત્ર ઉત્પન્ન થતા તુરંત એકાંતે ઉકરડામાં ફેંકાવ્યો, ફેંકાવીને પછી બીજીવાર ગ્રહણ કરાવ્યો. કરાવીને અનુક્રમે તેને સંરક્ષતી-સંગોપતી-સંવર્ધન કરતી હતી. ત્યારપછી તે બાળકના માતાપિતાએ સ્થિતિપતિતા કરી, ચંદ્ર-સૂર્યના દર્શન, જાગરિકાને મહાઋદ્ધિ-સત્વર સમુદાય કરે છે. ત્યારપછી તે બાળકના માતાપિતાએ અગિયારમે દિવસે નિવૃત્ત થતા, બારમો દિવસ પ્રાપ્ત થતા આ આવા પ્રકારનું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ કર્યું. જ્યારથી અમારો આ બાળક જન્મ્યો, ત્યારે એકાંતે ઉકરડામાં ત્યાગ કરેલો, તે કારણે આ પુત્રનું નામ ઉજિઝતક હો. પછી ઉઝિતક બાળક પાંચ ધાત્રીઓએ ગ્રહણ કર્યો. તે આ - ક્ષીરધાત્રી, મજ્જનધાત્રી, મંડનધાત્રી, ક્રીડાપના ધાત્રી અને અંકધાત્રી. સર્વે દઢપ્રતિજ્ઞની જેમ કહેવું યાવત્ નિર્વાઘાત પર્વતની ગુફામાં રહેલા ચંપકના વૃક્ષની જેમાં સુખે સુખે વિચરવા લાગ્યો. મુનિ દીપરત્નસાગર કૃત “(વિપાકહ્યુત)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 14