________________
[ ૮૮ ]
*
વિશ્વજ્યાતિ
આ પ્રમાણેના દશ દૈવી સ્વપ્નાનાં દૃશ્ય જોયા બાદ પ્રભુ તુરત જ જાગૃત થયા. ત્યાં તે અરુણાદય થયા અને પશુપક્ષીઓના આન ંદિત કોલાહલ વચ્ચે જગત પણ જાગૃત બન્યું.
પ્રભુની કુશળતા અંગે શકિત ખનેલ ગ્રામજનતા શૂલપાણી વ્યંતરના મ ંદિરે વહેલી સવારે આવી પહેાંચી તેમાં અસ્થિક ગામના ઉત્પલ નામે એક નિમિત્તશાસ્ત્રી પણ હતા, જે પૂર્વે પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના અનુયાયી હતા. તે નિમિત્ત અને જ્યેાતિષ શાસ્ત્રથી પોતાની આજીવિકા ચલાવતા હતા. સાન ંદાશ્ચર્ય વચ્ચે સર્વે એ જોયુ તે પ્રભુ શાંત ચિત્તે કાયૅત્સગ ધ્યાને સ્થિર (પ્રતિમાધારી) ઊભા છે અને તેમના ચરણામાં પુષ્પ વગેરે પૂજનિક દ્રન્ગે ચઢેલા છે. અને યક્ષદેવ સાક્ષાત્કારે પ્રભુની સ્તુતિમાં લીન બનેલ છે. આ દ્રશ્યથી ગ્રામ્ય જનતાના પાર રહ્યો નહિ.
ને
હુ થી પ્રભુના નામના ગગનભેદક જય બોલાવતા સર્વ ભગવાનના ચરણમાં ઢળી પડ્યા.
પરમાત્માની અતુલ શક્તિથી આનંદિત ખનેલ સમગ્ર જનતા કહેવા લાગી કે: હે દેવા ! આપના દિવ્ય આત્મબળથી આપે ક્રૂર યક્ષને પણ સદા માટે શાંત કરી દીધા. તે આપના આખા ગામ પરમહાન ઉપકાર થયા છે. પછી વાતાવરણ શાંત થતાં અષ્ટાંગ નિમિત્ત શાસ્ત્રના જાણકાર ઉત્પલ નૈમિત્તિકે કહ્યું કે, હે મહામુનિવર ! આપને પાછલી રાત્રે જે દશ મહાસ્વપ્ના આવ્યા છે તેનુ ક્લાદેશ આ પ્રમાણે છે.
(૧) આપ મેાહનીય ક`ના જલદીથી નાશ કરી શકશે.
(૨) શુલ ધ્યાન આપના સાથ નહિ છેડે.
(૩) વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ શ્રુતની આપ પ્રરૂપણા કરશે.
(૫) શ્રમણ, શ્રમણી, શ્રાવક શ્રાવિકા આદિ ચતુર્વિધ સંઘ આપની સેવા કરશે.
(૬) ચારે પ્રકારના દેવ સમુદાય આપની સેવામાં હાજર રહેશે.
(૭) સંસારસમુદ્રના આપ પાર કરશે.
(૮) આપને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે.
(૯) સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ સુધી આપના નિર્દેલ યશ ફેલાશે.
(૧૦) સમવસરણમાં સિહાસન પર બેસીને આપ દેવ અને મનુષ્યની સભામાં ધર્મપ્રરૂપણા કરશે.
આ પ્રમાણે આપના નવ સ્વોનું ફળ તે હું સમજી શકયા પણ પ્રભુ ! ચેાથા સ્વપ્નમાં આપે ફૂલની બે માળાએ દીઠી. એનુ ફળ મારી સમજમાં નથી આવતું.
પ્રત્યુત્તરમાં પ્રભુએ શાંતિથી જણાવ્યુ કે, હે ઉત્પલ ! મારા ચતુર્થ સ્વપ્નનું ફળ એ થશે કે, “સવિરતિ અને દેશવિરતિરૂપ દ્વિવિધ ધર્મના હું. ઉપદેશ આપીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com