________________
વિભુ વર્ધમાન
[ ૮૭] (મહામારી) વિમુવી જેને પરિણામે માણસો ટપોટપ મૃત્યુ પામવા લાગ્યા. ગામમાં સર્વત્ર હાહાકાર મચી ગયે. લોકો કલ્પાંત કરવા લાગ્યા. લોકો વિવિધ પ્રકારે માનતાઓ કરવા લાગ્યા, શાંતિ કર્મ કરવા લાગ્યા, છતાં વ્યંતર થયેલા શૂળપાણીના મનમાં શાંતિ ન થઈ એટલે લેકે કંટાળીને, તે ગામનો ત્યાગ કરીને પાસેના ગામમાં ચાલ્યા ગયા. છતાં શૂળપાણીને રોષ શમ્ય નહિ. તેણે ત્યાં પણ મરકી અને મહાજવર ફેલાવ્યાં. એટલે મુખ્ય પુરુષોએ એકત્ર થઈ વિચાર કર્યો કે આપણે આપણા ગામમાં જઈ જે કઈ દેવ, યક્ષ, વ્યંતર હોય તેની ક્ષમાયાચના કરીએ; નહીંતર કોષે ભરાયેલ દેવ આપણને કોઈ પણ સ્થળે શાંતિથી રહેવા દેશે નહીં.
| સર્વ ગ્રામજને પાછા પિતાના ગામમાં આવ્યા અને વિવિધ પૂજા સામગ્રી, ધૂપ વિગેરેથી પ્રાર્થના કરતાં અંતે શાંતિ પામેલા શૂળપાણેએ પ્રગટ થઈને કહ્યું કે મૃત્યુ પામેલા લેકના હાડકાઓએકત્ર કરી તેના પર મારું વિશાળ મંદિર બંધાવો અને તેમાં બળદ સહિત મારી યક્ષ પ્રતિમા સ્થાપન કરે અને પ્રતિદિન પૂજા કરો; નહીંતર હું તમને સર્વને યમસદનમાં પહોંચાડીશ.
આ રીતે શળપાણી યક્ષને પ્રભાવ વિસ્તર્યો પણ સંધ્યા સમય પછી જે કઈ તેના મંદિરે રાત્રિવાસે રહેતા તેને આ યક્ષ મૃત્યુ પમાડતે. ઈંદ્રશમાં પૂજારી પણ સંધ્યાસમયની આરતિ વિગેરે કિયા પછી મંદિરે રહેલ અજાણ્યા મુસાફરોને ત્યાંથી ચાલ્યા જવાની ચેતવણી આપી રાત્રિ પડતાં પહેલાં જ યક્ષદેવની આરતી આદિ કરી ગામમાં ચાલ્યા જતો.
આ જાતના કષ્ટનું નિવારણ કરવા અને લેકના મનને શાંત પમાડવા તેમજ યક્ષ પર ઉપકાર કરવાની બુદ્ધિથી જ્ઞાની પરમાત્મા મહાવીર આ યક્ષમંદિરમાં સમજપૂર્વક રાત્રિવાસે રહ્યા અને તે યક્ષને પ્રતિબંધ આપી, સુમાર્ગે વાળે.
શૂલપાણી યક્ષને ઉપદ્રવ શાંત થતાં પ્રભુને રાત્રિના ચોથા પ્રહરે મુહૂર્ત માત્ર નિદ્રા આવી. આ સમયે આ વીર પરમાત્માને ભાવિ માર્ગ સૂચક નીચે પ્રમાણે દશ સ્વ ને આવ્યા. પ્રભુએ દીઠેલા દશ સ્વપ્ન.
૧ પિતાના હાથથી તાલપિશાચને મારવો. ૨ પિતાની સેવા કરતો એક વેત પક્ષી ૩ પિતાની સેવામાં તલ્લીન બનેલ એક કોકીલ પક્ષી ૪ સુગંધિત બે વેત માળાએ. પ સેવામાં હાજર રહેલ ગૌવગે. ૬ ખીલેલા કમળાવાળું પદ્મ સરોવર. ૭ સમુદ્રને પાર કરે. ૮ ઊગતા સૂર્યના કિરણેનું ફેલાવું. ૯ પોતાની આંતરડીથી માનુષેત્તર પર્વતનું લપેટાવું. અને ૧૦ મેરુપર્વત પર ચઢવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com