________________
( ૮૯] આ પ્રમાણે ફલાદેશ સાંભળી સર્વને સંતોષ થયે. બાદ પ્રભુએ આ જ યક્ષરાજના મંદિરમાં તેમ જ ગ્રામજનતાએ આપેલ આવાસસ્થાનમાં રહી, પ્રથમ ચાતુર્માસની સ્થિરતા કરી. જેમાં યક્ષરાજને પૂરતે પ્રતિબંધ કર્યો. તે સંપૂર્ણ ધર્માનુરાગી ને સમતાધારી બન્ય. ગ્રામજનતાએ પણ પ્રભુના દર્શન-ભકિતને લાભ ઉઠાવ્યો.
માસું વ્યતીત થયે પ્રભુ ત્યાંથી વિહાર કરવા લાગ્યા ત્યારે શૂલપાણી યક્ષે પ્રભુને ભાવપૂર્વક નમન કરતાં જણાવ્યું કે, “હે પ્રભુ ! આપ મને સમકિતધારી બનાવવા અનુકંપાની દ્રષ્ટિથી જ મારા મંદિરે પધારેલ હતા. જેમાં મેં આપને અસહ્ય અનેક પ્રકારે ઉપસર્ગો કર્યો છતાં તેની ઉપેક્ષા કરીને આપે મને તાર્યો છે. આપે ભયંકર અપરાધીના અપરાધનો બદલે ઉપકારમાં વાળી આપી મારી નરકગતિ નિવારી છે જે માટે આપનો જેટલો આભાર માનું તેટલે ઓછો છે.
આ પ્રમાણે ગર્વ રહિત બનેલ શૂલપાણી યક્ષ પ્રભુને વાંદી પાછો ફર્યો.
આ ચાતુર્માસમાં (વિ. સંવત પૂર્વે ૫૧૨–૫૧૧) પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષમણની આઠ તપશ્ચર્યા પૂર્ણ કરી. પ્રભુએ અસ્થિક ગામથી (ગુજરાતી કારતક, માગસર વદ ૧ ના દિવસે વિહાર કર્યો અને વાચાલ સન્નિવેશ તરક પથાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com