________________
[૬૦]
વિશ્વતિ
પ્રકરણે બીજું બીજું ચાતુર્માસ (વિ. સં. પૂર્વે ૫૧૦-૫૦૯) માગશર વદ ૧ ના રોજ પ્રભુએ અસ્થિક ગામથી વિહાર કર્યો અને તેઓ વાચાલ સન્નિવેશ તરફ વળ્યા. માર્ગમાં મેરાક ગામની સીમમાં આવી એક ઝાડીવાળા ઉદ્યાનમાં પ્રતિમાને સ્વરૂપે તેઓ ધ્યાનસ્થ બન્યા.
તપશ્ચર્યામાં એકાગ્રધ્ધાની બનેલ પ્રભુના તપ, ધ્યાન અને જ્ઞાનની આ ગામમાં એટલી બધી તે પ્રશંસનીય પ્રસિદ્ધિ બની હતી કે ત્યાં નિત્ય પ્રભુના દર્શને મેળો ભરાતે. તપસ્વી ને પ્રાભાવિક પરમાત્માના દર્શને વિપુલ જનસમૂહ આવતા હોવાથી લોકોના કોલાહલથી તેમ જ આવાગમનથી પરમાત્માને ધ્યાન ધરવું મુશ્કેલ લાગ્યું જેથી આગળ વિહાર કરવાનો નિર્ણય કર્યો તેવામાં તે ગામના “ અચ્છેદક” નામના નૈમિત્તિકે આવી પ્રાર્થના કરી કે-હે સ્વામિન! આપના પધારવાથી મારે મંત્રબળને તેમ જ નિમિત્ત સંબંધીને બંધ પડી ભાંગે છે તે મહેરબાની કરીને મારી રક્ષા કરો. ' પરમામાએ તરત જ વાચલ સન્નિવેશ તરક વિહાર લંબાવ્યું. આ ગામના બે વિભાગો હતા, એક ઉત્તર વાચાલ અને બીજો દક્ષિણ વાચાલ. બન્ને વિભાગના મધ્યમાં સુવર્ણવાલુકા અને રૂપિવાલુકા નામની બે નદીઓ વહેતી હતી.
પ્રભુ મહાવીર દક્ષિણ વાચાલી થઈને ઉત્તર વાચાલ જવા ઈચ્છતા હતા. ત્યારે તેમનું દીક્ષા સમયનું અધું દેવદૂષ્યવસ્ત્ર પૂબ જોરથી કુંકાતા પવનના યોગે સુવર્ણવાલુકાના તટ પર કાંટાની વાડમાં ભરાઈ પડી ગયું. પ્રભુએ પાછું વાળી જોયું તે તેમણે પોતાના પિતાના મિત્ર બ્રાહ્મણને ઊડેલ વસ્ત્ર ઉપાડી લેતા જોયો કે જે બ્રાહ્મણ તેને માટે લગભગ એક વર્ષથી પિતાની પાછળ ફરતે હતે. ભગવાન તેને ત્યાં જ છોડી આગળ નીકળી ગયા. ચંડકૌશિક સર્ષનો ઉપસર્ગ અને ઉદ્ધાર (ઉપસર્ગ ચેાથે)
ઉત્તર વાચાલ જવાના બે માર્ગ હતા “ એક કનકખળ કમપદના અંદરથી અને બીજે એની બહાર થઈને. અંદરવાળે માર્ગ સીધું હોવા છતાં પણ ભયંકર અને ઉડ હતું. જ્યારે બહારને માર્ગ લાગે, વાકોચુકે છતાં નિર્ભય હતો.
પ્રભુએ અંદરના ભયાનક માર્ગથી પ્રયાણ કર્યું. તેઓ થોડાંક પગલાં આગળ વધ્યા હશે ત્યાં તે વાળેએ તેમને રેકતા કહ્યું. “હે તપસ્વી ! આ માર્ગ આપતિમય છે એમાં એક ભયંકર સર્પ રહે છે, જે પોતાની વિષ વાળાએથી મુસાફરોને બાળી ભસ્મ કરે છે, જેથી આ માર્ગ સીધા હોવા છતાં પણ ઉજજડ છે તો, આ માર્ગને ત્યાગ કરી આપ બહારના રાજમાર્ગો પધારો.”
ગેવાની ચેતવણું પર કોઈ પણ ધ્યાન ન આપતાં-વિશ્વકલ્યાણની ભાવનાવાળા જ્ઞાની પ્રભુએ ધારેલ કાર્યની સિદ્ધિ અર્થે–તે જ માગે આગળ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા તેઓ સપના રાફડા સમ્મુખ યક્ષના દેવાલયના ખુલ્લા મંડપમાં જઈ ધ્યાનસ્થ થયા.
આ દિવસ આશ્રમસ્થાનની ચારે બાજુ ફરી સર્ષ સંધ્યા સમયે જ્યારે પિતાના રાફડા પાસે આવ્યું ત્યારે તેની નજર ધ્યાનસ્થ પ્રભુ પર પડી. તે આશ્ચર્ય સાથે વિચારવા લાગ્યો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com