________________
વિભુ વધમાન
[૮૫] પિતાના નવયુવાન પુત્રને શિખામણ આપતા વૃદ્ધ પિતાની ચક્ષુઓમાંથી શ્રાવણ ભાદરવા સમ અશ્રપ્રવાહ અખલિતપણે વહી રહ્યો અને વૃદ્ધની છાતી ભરાઈ આવતાં તે ધ્રુસકે ધ્રુસકે એક બાળકની માફક રડી પડ્યો. પિતાના કથનની સચ્ચાઈ દર્શાવવા ખાતર વૃદ્ધ પુત્રના હાથ ઝાલી દશ વર્ષ પૂર્વનો ભરપૂર ધનભંડારવાળા ઓરડામાં લઈ જઈ બતાવી આપ્યું કે, ધનભંડાર તળિયા ઝાટક ખાલી થઈ ગયા છે. | ગમે તે તોય ધનદેવ અંતે તે વણિકપુત્ર જ હતું અને તેમાં પણ તે શાહ સોદાગર જેવા બુદ્ધિશાળી વેપારીને દીકરો હોવાથી તેની આંતરચક્ષુએ તુરત જ ખુલી ગયા. પિતાના અવિચારી તેમ જ દુરાચારી જીવને પ્રેમાળ પિતાની તેમજ કુળની આ પ્રમાણે પોતે દુર્દશા કરી છે. તેને તેને પૂરતો ખ્યાલ આવ્યો અને નેત્ર પડલે ખુલતાં જ ક્ષણમાત્રમાં તેને હૃદયપલટો થયે.
ધનદેવને પિતાના પિતાની શિખામણું રામબાણસમ અસરકારક નીવડી અને જન્મદાતા વૃદ્ધ ઉપકારી પિતાના ચરણોમાં મસ્તક નમાવી તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પશ્ચાત્તાપપૂર્વક કરેલ દુરાચરણની પિતા પાસે માફી માગી. અને ખાતરીપૂર્વક જણાવ્યું કે તે પિતૃઆજ્ઞાને માન આપી શાહ સેદાગરના રાજમાર્ગો કુટુંબની રક્ષા કરશે.
પુત્રના જવાબથી ધનકોને સંતોષ થયું. તેણે ધનદેવને જણાવ્યું કે-જતા રહેલ અને ગુમાવેલ લક્ષ્મી પુરુષાર્થયાગથી પાછી પ્રાપ્ત થઈ શકે છે. ઉદ્યમી માનવી દરેક ઠેકાણે દરેક પ્રકારે સફળ થતા હોય છે. શાસ્ત્રકારો જણાવે છે કે
ભાવિ અશુભ સુધારવા, પુરુષાર્થ જે પ્રાણી કરે:
પામે અતિશય સંપત્તિ ને, સુખમાં તે સંચરે. પિતાએ પુત્રના માથે હાથ મૂકતાં પ્રેમપૂર્વક જણાવ્યું કે–પુત્ર! મારું કહ્યું માન અને સત્સંગી બન અને કુળાચાર પ્રમાણે શાહ સોદાગરના રાજમાર્ગ પિઠ તૈયાર કર, દેશાંતરે જા અને ધન પ્રાપ્ત કરી, કુળની અને ધર્મની ઈજજતનું રક્ષણ કર.
ધનદેવે ધીમે ધીમે વ્યવસાયમાં પિતાનું ચિત્ત પરોવ્યું. પુરુષાર્થને અંગે દ્રવ્યપ્રાપ્તિ પણ થવા લાગી. “પુરુષના નસીબ આડું પાંદડું” એ કહેવત પ્રમાણે તે ધીમે ધીમે શાહ સોદાગરની કેટિમાં ગણાવા લાગ્યા. વિશાળ દ્રવ્યપાર્જન માટે તેણે હવે દેશાંતર જવાની વિચારણા કરી.
ધનદેવે વિવિધ કરિયાણાથી ભરપૂર પાંચસે ગાડા ભરવાનો સેવકજને આદેશ કર્યો (૧) ગણિમ (ગણીને વેચાય તેવી વસ્તુઓ) (૨) ધરિમ (ખીને વેચી શકાય તેવી) (૩) પરિમેય (માપીને વેચી શકાય તેવી) અને (૪) પરિછેદ (નિર્ણય કરીને વેચી શકાય તેવી) એ પ્રમાણે ચાર પ્રકારના કરિયાણાના ગાડાઓ ભરાવ્યા. વિશાળ ખાંધવાળા, કીમતી ઘૂઘરાઓથી યુક્ત બળદની જેડથી શોભતા ગાડાઓ તેમ જ નોકરો અને ચેકીયાતેથી શેભત ધનદેવ માતાપિતાની શુભાશિષ સહ સ્વજનોની આશીષ લઈ શુભ મુહૂર્ત અને શુભ થકને રવાના થયા. કેટલાક પંથ કાપ્યા પછી માર્ગમાં વેગવતી નામની નદી આવી. આ નદીમાંથી નીકળતે ગાડા-માર્ગ કીચડ અને કાદવથી ભરેલ હતો, જેમાં ગાડના બળદે પણ મહા મુસીબતે માલના વજનદાર ગાડાઓને ખેંચી રહ્યા હતા. ઝીણી રેતીથી ભરેલે પહોળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com