SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪] વિશ્વ જ્યોતિ શૂળ પાણી યક્ષને જીવ પૂર્વભવમાં કયું હતું અને તેને શા માટે આવું કૅર કર્મ કરવું પડ્યું તેને લગતી રસપ્રદ હકીકત નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ. બપાણી થક્ષને પૂર્વભવ કૌશાંબી નગરીમાં ધનશેઠ નામે એક શાહ સોદાગર રહેતું હતું. તેને વૃદ્ધાવસ્થામાં ધનદેવ નામે એક પુત્ર થયે માતાપિતાને આ લાડકવા પુત્ર યુવાવસ્થાએ પહોંચતા સુધીમાં તે દુજેન મિત્રોના સંગત દેષથી સમ વ્યસનમાં લીન બન્યું. તે એટલા સુધી કે માતાપિતા તેમજ કુળમર્યાદાની લાજ મૂકી તે પ્રતિદિન વારાંગનાઓને ત્યાં જ રહેવા લાગ્યો. આડા રસ્તે ઉતરી ગયેલ ધનદેવે લગભગ દશ વર્ષના ગાળામાં તે પિતાના પિતાને કુબેર ભંડારીસમ ભરપૂર ખજાને ખાલી કરી નાખ્યું. વૃદ્ધ પિતાને ધનદેવ એકને એક જ પુત્ર હવાથી લાગણીવશ બનેલ માતાપિતાએ વિચાર્યું કે-ધનદેવ ઉમર લાયક થતાં ઠેકાણે આવશે અને સમજણું થશે, પણ તેમની એ આશા નિષ્ફળ નીવડી. એક દિવસ એકાંતમાં વૃદ્ધ પિતાએ પિતાના ઉમર લાયક પુત્રને પાસે બેસાડી મીઠાશભર્યા વાક્યમાં શિખામણ આપતા તેની અસર થાય તેવા શબ્દોમાં કહ્યું કે બેટા! તું હવે ઉમર લાયક થયે છે અને હું વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. તેમાં વળી મને દમનો વ્યાધિ હોવાથી મારું શરીર એટલું તે લથડી ગયું છે કે, કયારે તે ઢળી પડે તેની પણ ખબર પડવાની નથી. આવી સ્થિતિમાં મારી કૌશલ્યતા અને વ્યાપારી કળા પણ તદન શિથિલ બની છે, તે ભાઈ ! તારે હવે કુટુંબને ભાર માથે ઉપાડી લઈ, પુરુષાર્થથી ધન પ્રાપ્ત કરવાની ખાસ આવશ્યક્તા છે. તારા વિલાસી જીવનને સંતોષવામાં પુત્ર પ્રેમને અંગે મેં દસ વર્ષમાં કુબેરભંડારીસમ ખજાને ખલાસ કર્યો. હવે બાલાશમાં માત્ર કુટુંબની ઈજત અને અમીઝરત વહેવાર જ રહ્યો છે. તે પણ હવે સંભાળવું મુશ્કેલ બન્યા છે. દીકરા! હવે તે તારે (અમારા માટે તો નહિ પણ) આપણા “સોદાગર" કુટુંબની ઈજજતના રક્ષાણા વ્યસન રહિત બનવા સાથે વહેવારીયા થવું જોઈએ. દીકરા ! નિર્ધન માણસ આ જગતમાં પશુ તુલ્ય મનાય છે. સુપાત્રદાન અને ધર્મ આરાધનાનો લાભ પણ ધનવાનોને સરળતાથી પ્રાપ્ત થાય છે દીકરા! ધન વગરના પતિનો પત્ની પણ અનાદર કરે છે. અનેક વર્ષોના જૂના પાડોશીને પણ નિર્ધન થએલ સમજી જરૂરિયાતના પ્રસંગે હલદર જેવી મામૂલી ચીજ પણું તેમને આપતા સધન પાડોશી અચકાય છે. પુત્ર! આવી જાતને આકર્ષક ધનવહેવાર શું સૂચવે છે? જડબુદ્ધિ અને અવગુણથી ભરેલ, નીચકુળમાં જન્મેલ દુરાચારી માનવી જે લક્ષ્મીનંદન હશે તે તે સર્વત્ર ગુણગાન તરીકે પુજાવાને. આપણા પૂર્વ પુરુષની કહેવત પણ છે કે:-સર્વે મુળr: #વનમાબયત્તે સામાન્ય જનવ્યવહારમાં પ્રાધાન્યતા શાની રહેલ છે દીકરા ? માત્ર લક્ષમીદેવીની જ કૃપાને પ્રભાવ સર્જાયેલ છે, તે દીકરા! આ વૃદ્ધની શિખામણ ધ્યાનમાં લઈ કુળ, કુટુંબની ઈજજત ખાતર અગર તારા ભાવિજીવનની રક્ષા અને ઈજજત ખાતર પણ તારે વ્યસન રહિત બની જીવનને સુધારી ગૃહવહેવારને સંભાળી લેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy