________________
વિષ્ણુ વમાન
*
[ ૮૩ ]
ત્યારખાદ તેણે હાથીનું સ્વરૂપ ધારણ કરી પ્રભુને દંતુશળના પ્રહારો કરવા માંડયા તેમ જ બીજી પણ અનેક પ્રકારની ચેષ્ટાઓ કરી તેની પણ કાંઇ અસર થઇ નહિ જેથી તેણે ભય ંકર પિશાચ રૂપ ધારણ કરી પ્રભુને ખીવરાવવા માંડયુ, જેની પણ અસર થઇ નહિ, પછી ભયંકર સર્પ અને વીંછીનું રૂપ ધારણ કરી શરીરે ડંખા મારવા શરૂ કર્યાં. તેથી પણ સયમધારી પ્રભુ પર કાંઇ જ અસર થઇ નહિ. અ ંતે કંટાળી તેણે પ્રભુના આખા શરીરે ભયંકર તીવ્ર વેદનાઆ ઉત્પન્ન કરી.
આ વેદનાએ એટલી તે તીવ્ર અને પીડાકારી માણસાના ત કયારના ય દેહાંત થઇ ગયા હોય પર ંતુ અપૂર્વ ધૈર્ય અને શાંતિથી અદ્વૈત ધ્યાનમાં મગ્ન રહી, કર્મનિર્જરા માની ને એકાધ્યાને સ્થિરતા ધારી રહ્યા,
(6
હતી કે, જેના યાગે સામાન્ય નિરુપક્રમ ” આયુષ્યવાળા પ્રભુએ આ તીવ્ર પરિષહ સહન કરવામાં જ
આ પ્રમાણે રાત્રિના પહેલા પ્રહરથી લગાવી વ્ય ંતરે રાત્રિના ત્રીજા પ્રહર સુધી અનેકવિધ પ્રકારે પરમાત્માની કસેાટી કરી જેમાં પ્રભુના દેહના તેમ જ શાંત ક્ષમાવત મુદ્રાના લેશમાત્ર પણ રંગ બદલાય નહિ.
“ જ્યારે અશુભ કર્મના વિપાક જીવાને પોતાના કર્મરૂપ કૂળનુ દુ:ખરૂપ સ્વરૂપ બતાવે છે ત્યારે રક્ષણાત્મક દેવી દેવતાઓ પણ તેમાં મદદગાર ખની શકતા નથી. આનું નામ તે ક રાજાની સત્તા અથવા તે ભવિતવ્યતાના કયેગ” તે પ્રમાણે અહીં પણ બન્યુ ઈંદ્રમહારાજે પ્રભુના રક્ષણાર્થે નિયુક્ત કરેલ સિદ્ધાર્થ વ્યંતરદેવ આ સમયે અન્ય કાર્ય માં વ્યગ્રતાપૂર્વક ગુંથાએલ હતા જેથી શૂલપાણી યક્ષના ઉપદ્રવ સમયે હાજર રહી શકયા નહી.
જ્યારે વ્યંતરદેવે પ્રભુના શરીરે તીવ્ર વેદનાએના ઉપદ્રવ ચાલુ કર્યા અને તેથી પ્રભુનુ શરીર વેદનાગ્રસ્ત બન્યું ત્યારે, ઇંદ્રનુ સિંહાસન પણ પિત બન્યું. અને ખૂદ ઇંદ્રરાજ પણ અવધિજ્ઞાને પ્રભુની આ સમયની અત્યંત દુ:ખદ સ્થિતિ તેમજ તેમની સ્થિરતા જોઈ આશ્ચય ચકિત બન્યા.
આ જ ક્ષણે સિદ્ધાર્થને પોતાની ભુલાએલ ફરજનું ભાન થયું ને તે આંખના પલકારામાં યક્ષના મદિરમાં આવી પહેાંચ્યો અને શૂલપાણીને પ્રતિમાધતાં મેલ્યે: અરે દેવાધમ ! તે આ શું કર્યું? ત્રણે જગતને પૂજનીય એવા આ વીર પ્રભુને શું તુ જ્ઞાનખને પણ ન જાણી શકયે ? તારું આ અધમકાર્ય ઇંદ્રથી પણ કેમ સહન થઈ શકશે ? જરૂર તને તેના બદલે. તત્ક્ષણે મળી જવા જોઇએ આટલુ કહી સિદ્ધાર્થ શાંત થયા. તેણે પોતાની દૈવી શક્તિથી પ્રભુની તીવ્ર વેદનાઓનુ સહરણ કર્યું અને પ્રભુ વેદનામુક્ત બન્યા.
•
બીજી ખાજીએ ઈંદ્રરાજે આ શૂલપાણી યક્ષની સર્વે દૈવી શક્તિ હરી લીધી ને તેને સામાન્ય દેવની કાટીમાં મૂકી દીધા જેથી ભવિષ્યમાં તે કેઈને આ પ્રમાણે હેરાન ન કરે. પાતાની સર્વે દૈવી શક્તિનુ આ પ્રમાણે હરણ થતાં અત્યંત પશ્ચાત્તાપમાં ડૂબેલ યક્ષરાજને પોતાની ભયંકર ભૂલનું ભાન થયું અને તે પ્રભુને નમી પડયા અને પોતાના અપરાધની સાખી માંગી પ્રભુની સ્તુતિ અને ગાનતાન કરવામાં મશગૂલ બન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com