________________
[૮૨ ]
વિશ્વતિ ઉપસર્ગ ત્રીજો : : શુલપાણી યક્ષનો ઉપદ્રવ
અસ્થિક ગામની ભાગોળે શૂલપાણી નામના યક્ષનું મંદિર હતું. આ વ્યંતર દેવના મંદિરે પ્રભુ ગયા અને મંદિરના પૂજારી પાસે ત્યાં કાઉસગ્નધ્યાને રહેવાની આજ્ઞા માગી. પૂજારીએ નમ્રતાપૂર્વક જણાવ્યું કે હે દેવાય! આ મંદિર પર અધિકાર ગામને છે, જેથી તે લેકે પાસે આપ માગણી કરે. - પૂજારીની સૂચના પ્રમાણે પ્રભુ ગામમાં ગયા તે આ સમયે ગામના ચારામાં લોકો એકત્રિત થએલા હતા. પ્રભુએ તેમની પાસે જઈ યક્ષના મંદિરે સ્થિરતા કરવાની માંગણી કરી ત્યારે, તેમનામાંથી એક મુખીએ જણાવ્યું કે હે દેવાર્ય ! અહીં એક રાત્રે પણ રહેવું તેમાં જીવનનું પૂરતું જોખમ છે, કારણ કોઈ પણ માણસ અહીં દિવસના રહી શકે છે પણ, રાત્રિવાસ રહેનારને આ વ્યંતર દેવ મારી નાખે છે. જેથી આપ રાત્રિવાસ માટે અન્ય સ્થળ શોધે અને તેને ઉપયોગ કરે તેમાં અમો રાજી છીએ
ગ્રામ્ય પટેલનું ઉપરેત વચન સાંભળી જ્ઞાની પ્રભુએ કહ્યું: આ૫ મારા જીવનની ચિંતા ન કરશે. મારે માત્ર ગ્રામ્યપંચની આજ્ઞા જ જોઈએ છે. હાજર રહેલા ગ્રામ્ય જનેએ પ્રભુને દુ:ખાતા દિલે રજા આપી અને પ્રભુ ચૈત્યમાં આવ્યા, જ્યાં એક ખૂણામાં ઊભા ઊભા કાઉસગધ્યાને સ્થિર થયા.
આ સમયે મંદિરના પૂજારી ઈદ્રશમોએ પ્રભુને નિષેધ કરતાં કહ્યું: “હે ભાગ્યાત્મા! આપ હઠાગ્રહને ત્યાગ કરી અન્ય સ્થાને જઈ ધ્યાનસ્થ બને. શા માટે આપના ઊંચ કોટીના જીવનને આ યક્ષરાજના ભેગનું કારણ બનાવે છે?
પ્રભુ પિતાના નિરધાર પર નિશ્ચળ રહ્યા. પ્રતિમા ધારી-ધ્યાનસ્થ બનેલ પ્રભુની દિવ્યકાંતિ જોઈ પૂજારીએ નિસાસો નાખ્યું અને સંધ્યા સમયે મંદિરમાં દીવાબત્તી વગેરે કરી દુ:ખાતા દિલે સ્વસ્થાને ગયે.
વ્યંતરદેવે પ્રભુ શ્રી મહાવીરની આ પ્રકારની નિર્ભયતાને ધૃષ્ટતા માની લીધી. મનમાં તે વિચારવા લાગ્યું કે-આ કે મૂર્ખ માણસ છે? ગામવાળાઓએ તેમજ પૂજારીએ પણ મારા મંદિરમાં રાત્રિવાસને નિષેધ કર્યો છતાં પણ, આમ તે હકીકત મનમાં ન લીધી. ઠીક છે. સમય થવા દે. તેમને હું દેખાડી દઈશ કે, તારા જેવા અનેક હઠવાદી તપસ્વીઓને અહીં ભાગ લેવા છે. તેમાં તારા એકને વધારે થશે. જોતજોતામાં સંધ્યા વીતી ગઈ અને પૂરતું અંધકાર વ્યાખ્યા, જેથી યક્ષદેવે પિતાનું પરાક્રમ બતાવવાની નીચે પ્રમાણે શરૂઆત કરી. છૂળપાણી લક્ષના ઉપકવાની પરંપરા : શાંતિ અને પ્રતિબંધ
પહેલાં તે તેણે એવું તે પિશાચી અટ્ટહાસ્ય ભયંકર પહાડી અવાજે કર્યું કે, જેના અવાજથી આખું ગામ ધ્રુજી ઉઠયું. ગ્રામ્યજનતા જાગી ઉઠી. જંગલના પશુ પક્ષીઓ ભયભીત બન્યા ને ખીલે બંધાએલ જાનવરો-પશુઓ ભડકી તોફાને ચઢ્યા. ગામના કૂતરાઓ અને સીમના શિયાળીયા આદિ પ્રાણીઓ આકંદ કરવા લાગ્યા ને દરેકના હૃદયે ફડફડાટમય બન્યાં. છતાં, આ ભીષણ અટ્ટહાસ્યની લેશમાત્ર પણ અસર વીરાત્મા પ્રભુ પર થઈ નહિ. તેએ. નિશ્ચળભાવથી ધ્યાનમાં એકાકાર જ રહ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com