________________
વિભુ વર્ધમાન
[૧] કુલપતિના આગ્રહથી પ્રભુ ત્યાં અહેરાત્ર કાઉસગધ્યાને ધ્યાનસ્થ રહ્યા. બીજે દિવસે વિહાર સમયે કુલપતિએ વિનંતિપૂર્વક કહ્યું “ કુમાર ! આ આશ્રમ બીજાને ન સમજતા કંઈક સમય અહીં રહી આ ભૂમિને પણ પવિત્ર કરો. ઓછામાં ઓછા આવને વર્ષાકાળ તે અહીં વિતાવવાની મારી પ્રાર્થનાને સ્વીકાર કરશે.”
કુલપતિની પ્રાર્થનાનો સ્વીકાર કરી તપસ્વી દેવા ત્યાંથી વિહાર કર્યો. શિયાળે તેમ જ ઉનાળો મડંબ, કટ અને ખેડા વગેરે ગામ-નગર ફરતી પસાર કરી વર્ષાઋતુના પ્રારંભમાં પ્રભુ પાછા તે આશ્રમમાં આવી પહોંચ્યા. કુલપતિએ ભાવપૂર્વક પ્રભુને ઘાસના સંગ્રહવાળી એક અનુપમ ઝૂંપડીમાં સ્થાન આપ્યું.
આ સમયે જંગલમાં ઘાસની તંગી હતી અને ચાલુ વર્ષાને કારણે નવું ઘાસ પણ ઉગેલ ન હતું, જેથી જંગલમાં ચરવા જવાવાળા ઢેરેએ ગામની સીમમાંથી પસાર થતા, આશ્રમની પ્રભુના સ્થાનવાળી ઝૂંપડીમાં ઘાસને સુંદર સંચય દીઠે અને તે તરફ દોટ મૂકવા લાગ્યા. જેમને રોકવા આશ્રમવાસી તાપસે એ અનેક રીતે અટકાવ નાખે પણ, ભૂખ્યા પ્રાણીઓ તાપસ તેમ જ ખેવાળાની નજર ચુકાવી ઘાસના સંચયવાળી પ્રભુની ઝુંપડીએ પહોંચી તૃપ્તિ મેળવવા લાગ્યા. માત્ર એક પખવાડીયામાં તે પ્રભુની ઝૂંપડીવાળા ઘાસને સંચય લગભગ પૂરો થવા આવ્યું.
કુલપતિ પાસે તાપસની ફરિયાદ જવા લાગી છતાં, ઉચ્ચકોટીના ભક્તિભાવ અને પ્રભુની સેવામાં આત્મનિજ માનનારા કુલપતિએ પ્રભુને આને અંગે એક અક્ષર પણ કો નહિ. પણ જ્યારે ગામના ઢેરાએ આશ્રમવાસીઓની પૂરતી હેરાનગતિ કરવા માંડી સમયે કુલપતિએ અતિ નમ્રતાપૂર્વક સ્નેહભાવે પ્રભુને કહ્યું:-હે કુમાર ! પક્ષીઓ પણ પોતાના માળાનું રક્ષણ કરતા હોય છે. પરંતુ આપ તે ક્ષત્રિય રાજકુમાર હોવા છતાં પોતાના આશ્રમસ્થાનનું રક્ષણ પણ નથી કરી શકતા? આ કેટલું દુ:ખદ કહેવાય?
દયાળુ પ્રભુ આને શું જવાબ આપે?
પ્રભુના જાગૃત અને જ્ઞાની આત્મા માટે કુલપતિની એક જ વાક્યની શિખામણરૂપી ટકર માર્ગદર્શક બની અને તેઓશ્રીએ આ સમયે નીચે પ્રમાણે પાંચ અભિગ્રહ ધારણ કર્યો.
(૧) જ્યાં અપતિ થાય ત્યાં અને તેવા સ્થાને રહેવું નહિ. (૨) જ્યાં રહેવું પડે ત્યાં ઊભા ઊભા કાઉસગ્ય ધ્યાનમાં રહેવું. (૩) પ્રાય: મૌનાવસ્થામાં કર્મ નિજર કરવી. (૪) કરપાત્રમાં ભેજન કરવું. (૫) ગૃહસ્થને વિનય કરે નહિ.
ઉપર પ્રમાણેની પાંચ પ્રતિજ્ઞાઓ ધારણ કરી પ્રભુ ચાતુર્માસની અધવચમાં જ ત્યાંથી વિહાર કરી *અસ્થિકગામની ભાગોળે આવ્યા.
જ
એક
તે ગામનું આ પૂર્વે વર્ધમાનપુર એવું નામ હતું. તે બદલાઈ અસ્થિકગામ નામ પડ્યું. આ ગામનું નામ કેમ બદલાયું તે અંગે વાંચે શૂલપાણે યક્ષનું પૂર્વભાવિક ચરિત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com