SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૦] વિશ્વતિ ઇંદ્રની પ્રાર્થનામાં ઉત્તરમાં ભગવંતે કહ્યું: “હે દેવેન્દ્ર! “આ પ્રમાણે ભતકાળમાં કદી થયું નથી અને ભવિષ્યમાં નહિ થાય. અર્હત, દેવેન્દ્ર અથવા સુરેન્દ્ર કોઈની સહાયથી કદાપિકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરતા નથી, પરંતુ પિતાના ઉદ્યમ, બળ અને પુરુષાર્થથી કમ ખપાવી, ઉપસર્ગો સહન કરી, કેવળજ્ઞાન પામીને સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અને કરશે. મારી ભાવિચર્યા પણ તે જ પ્રકારની જ રહેશે. બધા જ સિદ્ધાત્માઓ પિતાના કર્મો પિતે જ ભેગવે છે. હે સૌધર્મપતિ! ઉપસર્ગો ઘણા જ વિષમ છે અને તે શાંતિથી કમે નિજાથે ભેગવવાના છે, એમ સમજીને જ મેં સંયમ અંગીકાર કર્યો છે. સાધકો માટે તે આ પુરુષાર્થ વેગ કહેવાય.” આટલે પ્રત્યુત્તર આપી પ્રભુ શાંત થયા અને પુન: કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા, અને ઇંદ્રરાજ પ્રભુજીવનને ધન્યવાદ દેતા સ્વસ્થાને ગયા. અહીં જ્ઞાની ગ્રંથકારે કહે છે કે, “પ્રાણાંત ઉપસર્ગ થવા છતાં પણ તીથકર દેવ કદાપિકાળે મૃત્યુ પામતા નથી કારણ એમનું શરીર “વારાષભનારા સંધયણવાળું હોય છે તેમ જ તેઓ નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. બીજે દિવસે પ્રભુએ કુમારગામથી આગળ વિહાર કર્યો અને કલાગ સમીપ ગયા. જ્યાં “બહુલ” બ્રાહ્મણને ત્યાં તાપસીના આવાસ નજદીક ક્ષીરાથી છઠ્ઠનું પારાણું કર્યું. દેવતાઓએ આ સમયે તેના ઘેર વસુધારાદિ પાંચ દિવ્ય પ્રગટ કર્યા. ઉપગ બીજે પ્રભુની દીક્ષા પ્રસંગે ઈંદ્રરાજ સાથે જ્ઞાતખંડ ઉદ્યાનમાં આવેલ દેવતાઓએ ભક્તિભાવપૂર્વક દેવી સુગંધી દ્રવ્યથી પ્રભુના શરીરને લેપ કરેલ જેની સુગંધી દૂર દૂર સુધી ચારે દિશામાં ભભૂકી રહી. આ સુગંધિત રસદ્રવ્યના રસપાનાથે સેંકડે ભ્રમરે ગુંજારવ કરતા ટેળાબંધ આવી નિર્દોષતાથી પ્રભુના શરીરને ડંખ મારવા લાગ્યા. લગભગ છ મહીના સુધી પ્રભુના શરીર પર આ દૈવી સુગંધને પમરાટ રહ્યો અને ભ્રમરનો ઉપદ્રવ પણ તેટલા સમય પર્યત રહ્યો. અશુભ કર્મોના વિનાશાથે, સકામ નિર્જ રાવડે ઉદયમાં આવેલ કર્મને અહેરાત શાંતિથી સહન કરતા ભ્રમરના વિષપ્રહારી કંસે અને ગુંજારવને પણ સહન કરતા પરમાત્મા વિશેષ સમયકાઉસગ્નધ્યાને જ રહેતા અને આત્માનંદી આત્મા તરીકે આત્મચિતવન જ મગ્ન બનતા. આ કાળે તે આવા ઉપસર્ગો પણ નથી તેમજ તેમાંથી શતાંશે સહન કરવાની તાકાત પણ નથી છતાં ઉપયોગમાં રહી સકામ નિજેરાના આલંબને શક્ય તેટલા ઉપસર્ગો સહન કરી જે કર્મો ખપાવી શકાય તે તે ખપાવવાની ખાસ આવશ્યકતા રહે છે, ને આવા જ પ્રસંગોથી જ કઠણતા પૂર્વક ભવાંતરેના ફેરા ટળી શકે છે. તેમાં કર્મયેગી તરીકે પુરુષાથી બનવાની આવશ્યકતા રહે છે. કેલ્લાગ સંનિવેશથી વિહાર કરી પ્રભુ મેરાક સંનિવેશ આવ્યા. ગામની બહાર દુઈજ જંતક નામના તાપસના આશ્રમ નજીક આવ્યા, જ્યાં તાપસે રહેતા. આ આશ્રમનો કુલપતિ રાજ સિદ્ધાર્થને મિત્ર થતું હતું. તેઓ શ્રી મહાવીરના પરિચિત પણ હતા. તેમણે પ્રભુને દેખતાં જ વંદન કર્યું અને આગ્રહપૂર્વક આશ્રમમાં રહેવા વિજ્ઞપ્તિ કરી. “નિરુપક્રમ આયુ કદાપિકાને કોઈ પણ જાતના આઘાતથી તૂટતું પણ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy