________________
વિભુ વર્ધમાન
[૭૦]
ખંડ ત્રીજો પ્રકરણ પહેલું
પ્રથમ ચાતુર્માસ ગૃહસ્થાવાસમાં રાજકુમાર ગ્ય વિભવમાં ઉછરેલ વર્ધમાનકુમારે “મહાવીરને ઉચિત ઉચ્ચ કોટીની દુકર જીવનચર્યા શરૂ કરી. રાજ સંપત્તિ, રાજકુટુંબ, દેશ વગેરેને તૃણ સમાન સમજી, તેને ત્યાગ કરીને વીર રાજકુમારે ત્યાગી શ્રમણ પણાને સ્વીકાર કર્યો. પ્રથમ ઉપસર્ગ
ચારિત્ર અંગીકાર કર્યાબાદ તરત જ પ્રભુએ ભાઈ તથા કુટુંબજન વગેરેની વિદાય લઈ “જ્ઞાતખંડ”થી આગળ વિહાર કર્યો. જ્ઞાતખંડથી વિહાર કરવાના સમયે માત્ર એક મુહુર્ત દિવસ બાકી હતું. તેઓ કુમારગામની સીમમાં આવ્યા અને રાત્રિ ત્યાં વિતાવવાના મનસૂબાથી કાયેત્સર્ગમાં ધ્યાનસ્થ થયા. સંધ્યા સમયે એક શેવાળ બળદે સાથે ત્યાં આવ્યું અને બળદને પ્રભુના રક્ષણમાં મૂકી ગામમાં ગયે.
જ્યારે પિતાના કાર્યોથી નિવૃત્તિ પામી ગોવાળ પાછો ફર્યો ત્યારે તેણે બળદેને ત્યાં ન જોયાએટલે ધ્યાનસ્થ પ્રભુ પાસે જઈ તેને પૂછયું કે “હે દેવાર્ય ! અહીંથી મારા બળદે કઈ દિશામાં ગયા છે તે આપ જાણે છે?” પરમાત્મા તરફથી તેનો કંઈ જ જવાબ મ નહિ. જેથી તેણે વિચાર્યું કે તેમને કાંઈ માલુમ નહિ હોય! તેથી તે બળદની શેહમાં ત્યાંથી ચાલી નીકળે. સમસ્ત રાત્રિ ગાઢ જંગલમાં ભમી શોધ કરી પણ બળદોને પત્તો ન લાગે.
આખી રાત ભમી ભમીને થાકેલ ગેવાળ રાત્રિના ત્રીજા પ્રહરે ગામની સીમમાં પાછો. આવ્યે તે ત્યાં પ્રભુ સમીપ બળદે શાંતિથી વાગેળતા બેઠા હતા. આ જોઈ અજ્ઞાની ગોવાળ પ્રભુ મહાવીર પર ગુસ્સે થઈ કહેવા લાગ્યું કે “બળદ કઈ દિશામાં ગયા છે એ જાણવા છતાં તમે મને આખી રાત શા માટે રખડા ?” આટલું બોલતામાં ક્રોધના આવેશમાં આવેલ ગેવાળે પિતાના હાથમાંની રાસ ઉગામી ધ્યાનસ્થ પ્રભુને મારવા હાથ ઉગામે. આ સમયે ઈંદ્રને અવધિજ્ઞાન દ્વારા અઘટિત બનાવની જાણ થઈ એટલે દૈવીશક્તિથી વાળને ત્યાં ને ત્યાં જ જમીન સાથે સ્થિર કરી દીધું. બાદ ગગનમાર્ગે ઈંદ્ર પ્રગટ થઈ અજડ ખેડૂતને સંબોધતા કહ્યું: “હે દુરાત્મન્ ! તને એટલું પણ ભાન નથી કે, આ સિદ્ધાર્થ રાજાના દીક્ષિત રાજકુમાર ભાવી તીર્થકર પ્રભુ મહાવીર છે?”
ત્યાર પછી ભગવંતને વંદન કરી ઈદ્ર કહ્યું: હે ભગવંત! બાર વર્ષ સુધી આપને વિવિધ પ્રકારના વિષમ ઉપસર્ગો થવાના છે. આપ ફરમાવી તે ત્યાં સુધી હું આપની સેવામાં રહીને કષ્ટ નિવારણમાં મદદગાર બનું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com