________________
[ ૭૬ ]
વિશ્વતિ તથા બલી ઈત્યાદિ દેવ અને ઈન્દોએ ભગવાનની પાલખી ઉપાડી પુષ્પની વૃષ્ટિ કરી, દુંદુભી વાગી રહ્યા છે, નાબતે ગગડી રહી છે, વાજીંત્રો વાગી રહ્યા છે, અનેક પ્રકારના વાછત્રોને નાદ આકાશતલ અને ભૂતલ ઉપર પથરાઈ રહ્યો છે.
વાત્રોના કર્ણપ્રિય નાદ સાંભળી નગરવાસી નારીઓ પિતાપિતાનાં કાર્ય છેડી ઉતાવળથી દડતી દેડતી આવી, પ્રભુને નીરખવા માટે ઉભી રહી છે.
સ્ત્રીઓને કલેશ-કજીઓ, કાજળ અને સીંદુર એ ત્રણે ચીજ પ્રિય હોય છે, પણ તેનાથી અધિક દૂધ, જમાઈ અને વાજીંત્ર તે અતિશય વહાલાં હોય છે.
તેથી નગરની નારીઓ વાજીંત્રોના નાદ સાંભળતા જ હાવરીબાવરી બની ગઈ, પિતાનાં કામ અધુરાં મૂકીને એવી તે વિચિત્ર રીતે ચાલી નીકળી કે કેઈને પણ જોઈને હસવું આવ્યા વિના ન રહે. કઈ કઈ સ્ત્રીઓએ તે આંખમાં આંજવાનું કાજળ ગાલે લગાવી દીધું ને ગાલે લગાડવાની કસ્તુરી આંખમાં આંજી દીધી, પગમાં પહેરવાનું ઝાંઝર ગળામાં પહેરી લીધું ને કંઠમાં પહેરવાને હાર પગમાં પહેરી લીધે; ડેકમાં પહેરવાને હાર કમ્મરમાં પહેરી લીધે તે કમ્મરમાં પહેરવાને કંદરે ડેકે બાંધી દીધા, ઉત્સવ જેવાની ઉત્સુકતામાં અને ઉતાવળમાં જે કાંઈ કામ કરતી હતી તે એમનું એમ પડતું મૂકી આનંદના ઉત્સાહમાં આવી જઈ ભગવાનને વરઘોડે જેવા ચાલી નીકળી અને આનંદમાં જાણે ભાનભૂલી બની હોય તેમ જેનારને હાસ્ય પેદા કરતી હતી. કેઈ ન્હાતી ન્હાતી બહાર નીકળી પડી હતી તે કઈ મૂંગાર સજતી અર્ધ શૃંગારે પડતું મૂકી છટા વિખરાયેલ વાળવાળી વસ્ત્રની અસ્તવ્યસ્ત સ્થિતિમાં ભગવાનને વરઘેડે જેવા અને દર્શન કરવા ઘેલી બની ગઈ હતી. રખેને જરાએ મોડું થાય ને દર્શન વગરની રહી ન જાય. આ દેખાવ જેનારને હાસ્ય અકુર્યા વિના કેમ રહે?
એવી રીતે નગરવાસી પુરુષો અને સ્ત્રીઓ, જેમના વૈભવને ઉત્કર્ષ જેવા ટેળે મળ્યા છે. તે ભગવંતના વરઘોડામાં અષ્ટમંગલ વાજીંત્રો, હાથી, ઘેડા, રથ, પાયદળ, સંન્ય, વીર પુરુષ, મેટી ધ્વજાઓ, ચામરે, છત્રો, પૂર્ણ કળશે, કેઈ હસાવનારી ટેળીએ, કેઈ નૃત્ય કરનારી ટેળીઓ, સ્ત્રીઓ, પુરુ, બાળકો, દેશ દેશના રાજા મહારાજાઓ, રાજકુમારે, અમલદારે, સેવક, ભાટચારણે ઈત્યાદિ તથા ઇદ્રો, દેવ, દેવીએ અને કુટુંબીઓ, શેઠીયાઓ, સાર્થવાહ વિગેરે વિગેરે પ્રભુની આગળ પાછળ અને અડખે પડખે ચાલવા લાગ્યા.
દે અને મનુષ્યના મુખમાંથી પ્રભુની સ્તુતિ કરાતી વાણી સરી પડવા લાગી કે-- હે સમૃદ્ધિમાન્ ! તમારે જય થાઓ ! હે કલ્યાણકારક! તમે જય પામે, તમારું કલ્યાણ થાઓ જીતી ન શકાય એવી ઈન્દ્રિયેને અતિચાર રહિત જ્ઞાન, દર્શન ને ચારિત્રવડે વશ કરે ! હે પ્રભુ! તમારા વિને દૂર થાઓ અને તમે સિદ્ધિની મધ્યમાં વિરાજે! શ્રમણ ધર્મને વશ કરવાના પ્રકર્ષમાં આપને કેઈ જાતને અંતરાય ન નડે! બાહ્ય અને અત્યંતર તપવડે રાગ અને દ્વેષરૂપી મëને વિનાશ કરે, ધીરપણુમાં અતિશય કમ્મર કસી ઉત્તમ શુકલ માનવડે આઠ કર્મોરૂપી શત્રુનું મર્દન કરે ! કર્મોરૂપી શત્રુઓને જીતી વિજય પ્રાપ્ત કરો! આવરણ રહિત અને અનુપમ–પ્રધાન કેવળજ્ઞાન મેળવે! પરમપદરૂપી મોક્ષસ્થાન પ્રાપ્ત કરે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com