________________
વિભુ વર્ધમાન
[ ૭૩ ] કરવા માટે આખા ક્ષત્રિયકુંડનગરને ધ્વજા-પતાકા તથા તારણેથી શણગાર્યું, રસ્તા અને બજારેને સ્વચ્છ બનાવી, રંગથી સુશોભિત કરી, ઉત્સવ જેવા આવનારા પ્રેક્ષકે માટે માંચડા ગોઠવ્યા. યોગ્ય સ્થળે પંચવણું પુષ્પની માળાઓ લટકાવી દીધી અને એ રીતે નગરને દેવલોક જેવું બનાવી દીધું.
ત્યાર પછી નંદિવર્ધન રાજાએ અને શક ઇંદ્ર આદિ દેવેએ સુવર્ણના, રૂપાના, રનના, સુવર્ણ અને રૂપાના, સુવર્ણ અને રનના, રન અને રૂપાના, સુવર્ણરત્ન અને રૂપાના તથા માટીના, એવી રીતે આઠ જાતિના કલશ; પ્રત્યેક જાતિના એક હજાર ને આઠ આઠ સંખ્યાના તૈયાર કરાવ્યા તેમ જ બીજી પણ જોઇતી સામગ્રી તૈયાર કરાવી.
અય્યત ઈંદ્ર વિગેરે ચેસઠ ઇન્દ્રોએ મળી પ્રભુને અભિષેક કર્યો. તે પછી દેવોએ કરેલા કળશે દિવ્ય પ્રભાવથી નંદિવર્ધન રાજાએ કરાવેલા કળશની અંદર અંતહિંત થઈ ગયા અને તેથી કળશનું સૌંદર્ય અપૂર્વ પ્રકારે ખીલી નીકળ્યું.
નંદિવર્ધન રાજાએ પૂર્વ દિશા સન્મુખ પ્રભુને ઉત્તમ પ્રકારના આસન ઉપર વિરાજમાન કરી, દેવોએ આણેલા ક્ષીરસમુદ્રના જળથી તથા ઉત્તમ પ્રકારની ઔષધીઓથી તેમ જ સર્વ તીર્થોની માટીથી પવિત્ર અને સુગંધી યુક્ત જળથી વિભુવર્ધમાન સ્વામીને અભિષેક કર્યો. તે વખતે ઈન્દ્રો પિતાના હાથમાં ઝારી તથા દર્પણ વિગેરે લઈને “જય! જય!”ને નાદ ગજવતાં આગળ ઉભા રહ્યા. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને વંછી નાંખી આખે શરીરે દિવ્ય ચંદનનું વિલેપન કર્યું. એ વખતે પ્રભુને કંઠ ભાગ, કલ્પ વૃક્ષના પુષ્પોથી રચાયેલી માળાવડે દીપવા લાગ્યા, તેમના આખા શરીર ઉપર સુવર્ણ અને ૨નજડીત છેડાવાળું, સ્વચ્છ, ઉજ્જવળ અને લક્ષમૂલ્યવાળું વેત વસ્ત્ર રોભવા લાગ્યું. વક્ષઃ સ્થળ ઉપર કિંમતી હાર ખુલવા લાગ્યા, બાજુબંધ અને કડાઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કુંડળના પ્રકાશથી તેમના મુખમંડળમાં અવનવી દીપ્તિ ચમકવા લાગી. એવી રીતે આભૂષણે અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં વિરાજ્યા.
પ્રભુની દીક્ષા-પાલખી આ પાલખી પચાસ ધનુષ્ય લાંબી, પચ્ચીસ ધનુષ્ય પહોળી અને છત્રીસ ધનુષ્ય ઊંચી. સવમય સેંકડે તંભેથી શોભી રહેલી અને હીરા, માણેક, મોતી વિગેરે રત્નોથી જડિત હોવાથી અતી દેદીપ્યમાન અને શેભીત લાગતી હતી. આવા પ્રકારની ચંદ્રપ્રભા નામની પાલખીમાં બેસી પ્રભુ દીક્ષા લેવા માટે નીસર્યા.
આ સમયે માગશર વદી (કૃષ્ણપક્ષની) દશમની તિથિ હતી. પ્રભુએ છઠ્ઠનો તપ કર્યો હતો. પ્રભુના જમણું પડખે કુલની મહત્તા સ્ત્રી ભદ્રાસન ઉપર બેઠી હતી અને ડાબે પડખે ધાવમાતા દીક્ષાનાં ઉપકરણ લઈને બેઠી હતી. એ સિવાય છત્ર, ચામર, કળશ, પંખા ઈત્યાદિ લઈને અન્ય શૃંગારવાળી, સ્વરૂપવતી, તરુણ નારીઓ બેઠી હતી. રાજા નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી અને પછી શકેન્દ્ર, ઈશાનેન્દ્ર, અમરેન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com