________________
[ ૭૪ ]
વિશ્વતિ લોકાન્તિક દેવાનો સંકેત એક તરફ પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ થયેલી હોવાથી પ્રભુ પિતે જ દીક્ષા લેવાને તૈયાર હતા. અને બીજી તરફ બ્રહ્મલોક નિવાસી કાન્તિક દેએ દીક્ષાને એક વરસ બાકી રહ્યું એટલે કે પ્રભુની ઓગણત્રીસ વરસની ઊંમર થઈ ત્યારે પિતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને દીક્ષાને અવસર આવ્યાનું સૂચવી દીધું. જો કે પ્રભુ સ્વયંસંબુદ્ધ છે, તેથી તેમને કેઈના ઉપદેશની અપેક્ષા ન હોય; પરંતુ પોતાના આચારને માન આપી કાન્તિક દે આ સંકેત સૂચવી જાય છે. તે નવ પ્રકારના લોકાન્તિક દેવોએ પિતાની મધુર, પ્રિય અને હૃદયમાં ઉતરી જાય એવી વાણીમાં પ્રથમ તે પ્રભુને વારંવાર અભિનંદી ખૂબ સ્તુતિ કરી. તેમણે કહ્યું કે-“હે સમૃદ્ધિશાલી ! આપનો જય હો ! હે કલ્યાણવંત ! આપને વિજય થાઓ ! હે પ્રભુ! આપનું કલ્યાણ હે! જગને ઉદ્ધાર કરવાની ધુંસરી ધારણ કરવામાં સમર્થ હોવાથી હે ક્ષત્રિઓમાં શ્રેષ્ઠ વૃષભ સમાન! આપને જય હે ! હે ભગવાન! આપ બંધ પામે ! દીક્ષા સ્વીકાર! હે લોકનાથ ! સકળ જગતના જીવોને હિતકર એવું ધર્મતીર્થ પ્રવર્તાવે! કારણ કે આ ધર્મતીર્થ સકળ લેકને વિષે સર્વ જીવોને હિત કરનારું થશે, સુખકારક તથા મોક્ષદાયક થશે.”
વાર્ષિક દાન શ્રમણ ભગવાન્ મહાવીર ઉત્કૃષ્ટ ઉપગવાળા અવધિજ્ઞાન તથા અવધિદર્શનવડે પિતાને દીક્ષાકાળ બરાબર જાણતા હતા. દીક્ષાકાળ નજીક આવેલે જાણે તેઓએ હીરા, માણેક, મોતી, સુવર્ણ, ધન, ધાન્ય, હાથી, ઘોડા, રાજપાટ, ઈત્યાદિનો ત્યાગ કરી યાચક તથા સ્વત્રિને વહેંચવા માંડયું. પ્રભુને દીક્ષા લેવાને એક વર્ષ બાકી હતું ત્યારથી જ તેમણે વાર્ષિક દાન આપવાનું શરૂ કર્યું. તેઓ હંમેશા સૂર્યોદયથી આરંભી પ્રાત:કાળના ભજન પહેલાં એક કરોડ ને આઠ લાખ સેનૈયાનું દાન આપવા લાગ્યા. નગરના દરેક રસ્તે અને શેરીએ શેરીએ ઢંઢેરે પીટા કે–“જેને જે કંઈ જોઈએ તે લઈ જાય.” જેને જેની જરુર હોય તેને તે પ્રભુ પાસેથી મળવા માંડ્યું અને તેમાં ઈન્દ્રની આજ્ઞાથી દેવોએ પણ સહાય કરી. એવી રીતે એક વર્ષમાં પ્રભુએ ત્રણ અબજ અઠયાશી કરેડ અને એંશી લાખ
નૈયા દાનમાં ખચી દીધા! આ વાર્ષિક દાનના સંબંધમાં કહે છે કે દાનની એવી તે વૃષ્ટિ થઈ કે દરિદ્રીઓના દારિદ્રય અને યાચકની દીનતાપી દાવાનળ છેક શાંત થઈ ગયા. કેટલાક પુરુષોને નવાં આભૂષણે, વસ્ત્રો અને અશ્વો વિગેરે સાથે ઘર તરફ આવતાં જેમાં તેમની સ્ત્રીઓ તેમને ઓળખી પણ ન શકી પછી જ્યારે પુરુષોએ સેગન ખાધા, ખાત્રી આપી, નિશાનીઓ આપી. ત્યારે જ સ્ત્રીઓને ખાત્રી થઈ કે આ બીજા કેઈ નહિ પણ તેમના પિતાના જ ધણી છે!
શ્રી નંદિવર્ધનની અનુમતિ અને દીક્ષા મહોત્સવ વાર્ષિક દાનની ક્રિયા સમાપ્ત થતાં, પ્રભુએ પિતાના વડિલબંધુ નંદિવર્ધનને પૂછયું કેહે રાજન તમે કહેલી મુદત હવે પૂરી થાય છે, તેથી હવે હું દીક્ષા સ્વીકારું છું. આ વાત સાંભળી પ્રભુના વડીલબંધુ નંદિવર્ધને પણ અનુમતિ આપી. તેમણે દીક્ષા મહોત્સવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com