________________
વિભુ વધમાન
[૭૩]
પ્રકરણ ચોથું
સિદ્ધાર્થ રાજાના પુત્ર-જ્ઞાતપુત્ર, જ્ઞાતકુળમાં ચંદ્ર સમાન, વજસષભ નારા સંઘયણ અને સમચતુરસ્ત્ર સંસ્થાન વડે મનોહર હોવાથી વિશિષ્ટ પ્રકારના શરીરવાળા, વિદેહદિનાના અપત્ય એટલે કે ત્રિશલા ક્ષત્રિયાણીના પુત્ર, સુકમળ સુંદર શરીરવાળા વિભુ વર્ધમાન અનેક વિશેષણેથી વિભૂષિત પ્રભુ ત્રીશ વરસ સુધી ગૃહસ્થાવાસમાં રહ્યા. પછી જ્યારે તેમના માતા પિતા દેવપણાને પામ્યા અને મોટાભાઈ નંદિવર્ધન તથા અન્ય વડિલાની દીક્ષા લેવા માટે રાજી ખુશીથી અનુમતિ મળી ત્યારે દીક્ષા લેવા તૈયાર થયા. મેટાભાઈના આગ્રહથી બે વરસ વધારે ગૃહસ્થાવાસમાં રહેવાને અભિગ્રહ સંપૂર્ણ થયેલ હોવાથી “સમાપ્ત થઈ છે પ્રતિજ્ઞા જેમની એવું વિશેષણ પ્રભુ માટે સૂત્રકાર યોજે છે.
શ્રમણ ભગવાન મહાવીરની ઉમ્મર અઠ્યાવીશ વર્ષની થઈ તે વારે તેમના માતા પિતા સ્વર્ગવાસી થયા. આવશ્યક સૂત્રના અભિપ્રાય પ્રમાણે પ્રભુના માતા પિતા ચેાથે દેવલાકે ગયા અને આચારાંગસૂત્રના અનુસારે અશ્રુત નામના બારમા દેવલોકે ગયા. પ્રભુએ ગર્ભવાસમાં જ પ્રતિજ્ઞા લીધી હતી કે “માતા પિતાની હયાતિ દરમ્યાન દીક્ષા ન લેવી” એ પ્રતિજ્ઞા પૂરી થઈ, એટલે તેમણે પિતાના મોટાભાઈ નંદિવર્ધનની અનુમતિ માગી. મોટાભાઈએ કહ્યું કે
ભાઈ! માતા પિતાના વિયોગનું શૂળ હજુ શમ્યું નથી, એ દુઃખ હજી મને વિસારે પડ્યું નથી. એટલામાં વળી તમે દીક્ષાની વાતો કરે છે તેથી મને ઘા ઉપર ખાર નાખ્યા એટલે સંતાપ થાય છે. આવી સ્થિતિમાં તમારે મને છોડીને જવાની વાત પણ ન ઉચ્ચારવી જોઈએ ? વિરાગ્ય રંગથી તરબોળ થયેલા પ્રભુએ જવાબ આપ્યો કે-“હે આર્ય! આ સંસારમાં દરેક જીવે કેટ કેટલીવાર માતા, પિતા, ભાઈ, બહેન, ભાર્યા અને પુત્રના સંબંધ બાંધ્યા આવી સ્થિતિમાં કોણે કોને માટે પ્રતિબંધ કરવો? તાત્વિક નજરે જોઈએ તે કોઈ કોઈનું નથી. માટે શોક સંતાપ છેડી દે એજ ઉચિત છે.” રાજા નંદિવર્ધને કહ્યું કે “ભાઈ ! તમે કહે છે તે સંપૂર્ણ સત્ય છે. પણ તમે મને એટલા બધા પ્રિય છે કે તમારો વિરહ મને ઘણોજ સંતાપકારક થઈ પડશે. માટે આ વખતે દીક્ષા લેવાનું મુલતવી રાખી હજુ બે વરસ મારા આગ્રહથી ખમી જાવ તે બહુ સારું!” પ્રભુએ જણાવ્યું કે “ભલે તમારે આગ્રહ છે તે હજી બે વરસ ઘેર રહીશ. પણ હવેથી મારે માટે કઈ પણ પ્રકારનો આરંભ ન કરશે. હું પ્રાસુક આહાર-પાણી વડે મારા શરીરનો નિર્વાહ કરીશ.”
નંદિવર્ધન રાજાએ પણ પ્રભુનું વચન સ્વીકાર્યું. પિતે કહ્યા પ્રમાણે પ્રભુ બે વર્ષ વધારે ગૃહસ્થાવાસમાં રહ્યા. જો કે તે બે વર્ષ પર્યત પ્રભુ વસ્ત્રો અને આભૂષણે વડે અલંકૃત રહેતા, પણ હંમેશા નિરવદ્ય આહાર કરતા. જળ પણ અચિત્તજ પીતા, અને સર્વ સ્નાનને બદલે લેકવ્યવહારથી હાથ પગ હેાં ધોતા, તે પણ અચિત્ત જળથી જ. તે વખતથી તેમણે જીંદગી પર્યત બ્રહ્મચર્ય પાળ્યું. પ્રભુએ દીક્ષા લીધી ત્યારે તે તેમણે સચિત્ત જળથી સ્નાન કર્યું હતું કારણકે તીર્થનો એવો આચાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com