SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૨ ] વિશ્વજ્યાતિ સુધી દીક્ષા નહિ અંગીકાર કરુ`'ની લીધેલ પ્રતિજ્ઞા પણ યાદ આવી. ગર્ભાવસ્થાકાળે તેમ કરવામાં પેાતે ખરેખર વ્યાજબી હતા એમ સમજાયુ. ગાલ પર પડેલ અશ્રુબિંદુને લૂછતાં મહાવીરે જરા ઊંચી નજરે સ્મિતભાવથી નીહાળી માતાને સમેધતાં કહ્યું, ‘પૂ. માતાશ્રી ! આપ આ શું કરી રહ્યા છે ? ’ બેટા કાંઇ જ નહિં ! એ તે સ્હેજ! તારા પ્રત્યેના અગાધ પ્રેમથી મારા ચક્ષુએમાંથી હર્ષાશ્રુ વહન થઇ ગયા. કહી માતા ત્રિશલાદેવી હસી પડયા. ન રહ્યા અહીં કવીશ્વરા આ સમયના કુંવરના અલંકાર ને ક્રાંતિનું વર્ણન કરતા જણાવે છે કે, જેમના મસ્તક ઉપર મણના મુગટ તેમજ તેના પર રત્નજડિત કલગી શરદ ઋતુના ચદ્રની ચાંદની સેાનાના પર્વત પરાભે તેમ Àાલી રહેલ છે. કુવરના માથા પરના વાળમાં ગુંથેલા ફૂલેાના ગુચ્છા એવી રીતે આચ્છાદિત થએલા છે કે જાણે ગગનમાં તારાએ ઝગમગી હાય ? વસ્ત્રાલ કાર યુકત કુમાર વમાનનુ સહેજ પણ હલનચલન વિજળીના ઝમકારા સરખું ચમકતું બન્યુ છે. આ પ્રમાણે ત્રિશલામાતાએ કુવરને તૈયાર કર્યા અને નારીએ મંગળ ગીત ગાવા લાગી. આ પ્રમાણે શૃંગારેલ કુમાર રાજમહેલમાંથી વડીલ ભ્રાતા નવિન તથા પિતા સિદ્ધાર્થ સાથે મંડપમાં વાજતેગાજતે પધાર્યા. બીજી ખાજુથી યશે।દા કુંવરી પણ શણગારી વિભૂષિત થઇ. પગના ઝાંઝરના ઠમકારથી ખાળ હંસની ચાલથી ચાલતી લગ્નમંડપમાં વેદિકા ભુવનમાં નારીસમૂહથી વિંટળાએલ આવી પહોંચી. માંગલિક બ્લેાકેાચ્ચાર સાથે લગ્નવિધિ થવા લાગી. આશીર્વચના ઉચ્ચાયા, મંગળફેરા ફેરવાયા અને કન્યાદાન વિધિમાં સેાનારૂપાના થાળ, વાટકા, કટારીએ, પ્યાલા, મુગટ મણિજડિત કટીસૂત્ર વગેરે અનેક અલંકારો તેમજ લાખો રૂપિયાના દાયો હસ્તિ, ઘેાડા, રથ વગેરે આપી સમરવીર રાજવીની કીર્તિ સેનાપતિએ ગર્જિત કરી. બીજી બાજુએ સિદ્ધાર્થ રાજવીએ પણ પોતાની પુત્રવધૂને પહેંચરત્નજડિત કીમતી અલંકાર અને વસ્ત્ર આપ્યા તેમજ તેમને રહેવા અર્થે સાત માળની જીદી હવેલી દાસદાસીઓના પરિવાર સાથે આપી. બાદ ચેાગ્ય પહેરામણીની આપ-લે થયા ખાદ સેનાપતિએ વિદાય લીધી. સાત માળના રાજમહેલમાં વરકન્યા પધાર્યા જયાં દેવને પણ દુર્લભ સુખ આ દ'પતી ભેળવી આદર્શ જીવન ગાળતા હતા. આમ આશરે સાત આઠ વર્ષના ગાળા દાંપત્ય જીવનના સુખમાં વિતાવતા રાણી યશેાદા ગર્ભવતી બન્યા અને યથાયેાગ્ય સમયે તેમણે પુત્રીના જન્મ આપ્યો, જેના આકર્ષક સુંદર દેખાવ પરથી તેનુ નામ “પ્રિયદર્શના” રાખવામાં આવ્યું. આ પ્રમાણે વર્ધમાન કુંવર અને યશાદા રાણી ગૃહસ્થાશ્રમનું સુખી જીવન વિતાવી રહેલ છે. દૈવી સ ંજોગવશાત્ રાણી યથેાદાના સ્વર્ગવાસ કુમારના માતાપિતાની સ્વર્ગવાસ પૂર્વ થયા, જેથી કુમારને રાજમહેલમાં એકાંતે ચેગસાધનાના સુયેગ પ્રાપ્ત થયા. આ પ્રમાણે ઊંચકાટીનું નૈતિક જીવન વ્યતીત કરતી રાજકુમારની ઉમર અઠ્ઠાવીશ વર્ષોંની થતાં તેમને જ્ઞાનમળે માતાપિતાના સ્વર્ગવાસ તેમ જ પેાતાના દીક્ષાકાળ નજદીક દેખાયા. * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy