________________
વિભુ વર્ધમાન
[[૭૧] વધાઈ માટે મારતી સાંઢે મને આપના રાજદરબારે મોકલેલ છે તે રાજન! લગ્નવધાઈ અને શ્રીફળને સ્વીકાર કરે. મારી પાછળ રાજકન્યા સહ લગ્નને રસાલે આવી રહેલ છે, જેને આપ ઉત્સાહપૂર્વક વધાવી લે.
આવા ઊંચ કોટીની સંસ્કારમય રાજકન્યાકુમાર વર્ધમાનના લગ્ન માટે આવી પહોંચવાની તૈયારી અને વધાઈ સાંભળતા મહારાજા સિદ્ધાર્થ સહ રાજદરબારના હર્ષને પાર રહ્યો નહિ. રાજ તરફથી સાત માળની હવેલી ઉતારા માટે આપવાને, દરેક જાતની ઊંચ કેટીની રાજવ્યવસ્થા સાચવવાના કર્માચારીઓને હુકમે અપાયા. રાજદૂતનું બહુમાન કરવા સાથે આજનો રાજદરબાર હર્ષાવેશમાં બરખાસ્ત થયા.
વરાગ્યવાસિત ભાવનામય વર્ધમાનકુમારને સમજાવવા તેના સમાન વયરક મિત્રોએ તેમજ ખૂદ રાજમાતાએ ભગીરથ પ્રયાસો કર્યો, જેમાં જ્ઞાની વર્ધમાનકુમારે અંતે પ્રેમાળ માતાપિતાના નેહને આધીન બની નમતું મૂક્યું. સર્વેના અપાર હર્ષ વચ્ચે લગ્નની પુરજોશથી તૈયારીઓ ચાલી રહી અને આખુંએ ક્ષત્રિયકુંડ ગ્રામ હર્ષઘેલું બન્યું.
બે ત્રણ દિવસોમાં જ રાજકન્યા સાથે સેનાપતિ કન્યાદાનના દાયજા તેમજ અપૂર્વ કીમતી સામગ્રી સાથે ક્ષત્રિયકુંડગ્રામ નગરે આવી પહોંચ્યા. નગરજનેએ અપૂર્વ સામયું કર્યું. સારી રીતે તેમનું આતિથ્ય કરવામાં આવ્યું.
મેઘનાદ સેનાપતિ ઉત્તમ પ્રકારના ભેટહુ સાથે દરબારમાં આવ્યા. કુશળતાના અરસપરસના સમાચારે પછી રાજકન્યાના લગ્નને લગતી વાત કાઢી અને જણાવ્યું કે-રાજન ! મંગલકારી દિવસનું અમારા રાજ જોશીને કાઢી આપેલ મુહૂર્ત પ્રમાણે આજ સાંજે જ ગરજ લગ્નની તૈયારી કરો. મહારાજાએ તેને સ્વીકાર કર્યો અને વિવાહની તૈયારી પુરજોશમાં ચાલી.
આખાએ શહેરને જાતજાતના તારણે ને કુલવાડીથી શણગારવામાં આવ્યું. લગ્નમંડપમાં વેદીઓ ગોઠવાઈ ગઈ. મેતીના ચેક ચારે દિશાએ મંડપમાં પુરાયા. વરકન્યાના આસને માટે રત્નમણિજડિત સુવર્ણ બાજોઠે વેદિકા મંડપમાં ગોઠવવામાં આવ્યા.
સ્ત્રીઓનાં માંગલિક ગીતની રમ્યતા તે એવી જામી કે જાણે ઈદ્રપુરીના અધિષ્ઠાતા દેવનું લગ્ન ન હોય. ? બરોબર લગ્નસમય થતા પાણિગ્રહણુ-હસ્તમેળાપ અથે વર તેમજ કન્યાને અંગાર વિભૂષિત બનાવવામાં રણવાસ ઘેલું બન્યું.
માતા ત્રિશલાદેવી, રાજકુમાર વર્ધમાનને દિવ્ય વસ્ત્રો અને અલંકાર પહેરાવી રહેલ છે. જેમનું મુખ શરદ પુનમના ચંદ્રની જેમ સુશોભિત દીપી રહેલ છે. દિવ્ય કાંતિ, ગુલાબી ગાલ, દાડમ પતિ સમ દંતે, તેમજ શારીરિક શુભ ઉજજવળ ગુલાબી કાંતિ, મદનમસ્ત કામદેવના રૂપને પણ ઝાંખું કરે તેવા વિશ્વવંદનીય વિભુ વર્ધમાન કુમારને માતાએ લટકતી મુકતામાબથી રત્નજડિત સુવર્ણ કુંડલ પહેરાવ્યા. તેમજ કીમતી મુકતાફળની લટકતી વરમાળ લાડકવાયા કુંવરના કઠે આરોપણ કરતા પ્રેમાળ માતાના ચક્ષુમાંથી હષોશ્રના ઉણ બિંદુઓ કુમાર વર્ધમાનના મુખારવિંદ પર પડતા જ, માતૃપ્રેમની અદભૂતના સમજનાર જ્ઞાની કુમાર વર્ધમાનને, પિતાના ગર્ભવાસ સમયનું માતાનું કપાત યાદ આવ્યું. સાથોસાથ “ માતાપિતાની વિદ્યમાન અવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com