________________
[ ૭૦ ]
વિશ્વતિ કેદી બનાવી અમારા વીર રાજવીએ પિતાને વિજય વાવટે ફરકાવ્ય ને વિજયડંકા સાથે રાજવીર સહિત રાજમહેલ તરફ પ્રયાણ કર્યું.
નગરમાં વિજયના સમાચાર પવનવેગે પ્રસરી ગયા જેથી ઉત્સાહિત નગરજને પૂણ્યાત્મા રાજવીના દર્શને ટોળેટોળા વળીને આવવા લાગ્યા. હજુ તે રાજવી રાજમહેલમાં પ્રવેશ કરે છે
ત્યાં તે, હર્ષમાં વિશેષ વધારે કરે તેવી વધામણી મળી કે-“મહારાણી પદ્માવતીએ કન્યારત્નને જન્મ આપે છે.” આ સમાચાર સાંભળી મહારાજા સાથે દરબારીઓના હર્ષને પાર ન રહ્યો.
તરત જ સઘળાં રાજકેદીઓને બંધન મુક્ત કરવામાં આવ્યા. દીનજનોને ભેજન આપવામાં આવ્યું તેમજ છૂટે હાથે ખજાનામાંથી દાન આપી યાચક જનેને સંતેષ પમાડ્યા. સર્વત્ર તેમજ રાજદરબારમાં આનંદનું મોજુ ફરી વળ્યું. આ સમયે રાજસભામાં રહેલા વિદ્વાનવગે રાજવીને વિનંતિસહ જણાવ્યું કે-આ “યશસ્વી ક્ષણે” પુત્રી જન્મ થયેલ હોવાથી તેનું “યશોદા” એવું ઉચિત નામ ખશે. વળી સર્વ કેદીઓને મુક્ત કરી દીધા છે તે તે જાતની રાજનીતિ પ્રમાણે શત્રુ રાજવી દુર્યોધન પણ ક્ષમાને પાત્ર બને છે, તો આપ કૃપા કરી તેમને પણ અભયદાન આપશે.
અમારા રાજવી સમરવીર આ જાતની વિનંતિથી ક્ષણમાત્ર વિચારમાં પડી ગયા પરન્તુ તરત જ તેમણે ઉદારતાથી દુર્યોધનને બંધનમુક્ત કરવા આદેશ આપે. બંધનમુક્ત થતાં જ શરમીંદા બનેલ દુર્યોધને સમરવીરના ચરણમાં પ્રણામ કર્યો. આ સમયનું દશ્ય ખરેખર આહ્લાદક હતું. રાજા સમરવીરે તેને તેને પ્રદેશ પુન: અર્પણ કર્યો. દુર્યોધને પણ જીવનપર્યત મિત્ર રાજવી તરીકે રહેવાનું કબૂલ કર્યું.
રાજકુમારીના વર્ધમાનકુમાર સાથે થયેલ લગ્ન
બીજી બાજુ સદ્દગુણના ભંડારરૂપ રાજકુંવરી યશોદા શુકલપક્ષના ચંદ્રની જેમ કાંતિ, રૂપ, સદ્દગુણ અને વહેવારકુશળતામાં ૬૪ કલાસંપન્ન બનવા સાથે ઉચ્ચકોટીના ધાર્મિક સંસ્કારમય બને છે. યૌવન વયને પામેલ આ રાજકન્યાને હાલ ચૌદમું વર્ષ ચાલે છે. તરુણ કુમારિકાનું વિશિષ્ટ તેજ અને યોગ્યતા જોઈ રાજવીએ જેશીને બોલાવી પ્રશ્ન પૂછો કે-આ કન્યાને લાયક યેગ્ય પતિ કેણ મળશે? ત્યારે જેશી મહારાજે રાજકન્યાના જન્મગ્રહની કુંડળીના પેગેનુ નિરીક્ષણ કરતા ફલાદેશના આધારે જણાવ્યું કે “રાજન ! જેનામાં એક હજાર ને આઠ શુભ લક્ષાણે હશે, જે દેવેને પણ વંઘ હશે. તેમજ જેના વૃક્ષસ્થળે શ્રીવત્સનું ચિહ્ન હશે, એ ભાગ્યાત્મા પ્રભાવિક રાજકુમાર આ કુ વરીને સ્વામી થશે.'
આ પ્રમાણેને ફલાદેશ સાંભળતા અપૂર્વ ઉલ્લસિત થએલ રાજવીને તે જ દિવસે રાજસભામાં અમૃતવેગે આપના પ્રભાવિક કુમાર વર્ધમાનનું સ્મરણ થઈ આવ્યું કે જેની મહાન વિભૂતિ તરીકેની ખ્યાતિ આજે દશે દિશામાં ગાજી રહી છે. પછી તુરત જ શુભમંગળકારી દિવસે રાજ જોશી અને નિમિત્તશાસ્ત્રીઓની સલાહ મુજબ સેનાપતિ મેઘનાદની સરદારી નીચે કુંવરીના લગ્નને લગતી સર્વ જાતની સામગ્રી સાથે રાજકન્યાને કન્યાદાનમાં આપવાં લાયક કનક, ખજાને, હાથી, ઘોડા, દાસદાસીઓના પરિવાર સાથે પ્રયાણ કરાવ્યું અને તેની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com