________________
વિભુ વર્ધમાન
[૭૭] હે પ્રભે! આપ જય પામે ! જય પામ! આ પ્રમાણે કુળના વડિલે અને નગરજને, સજ્જને અને સન્નારીએ અંતરના ઉંડાણમાંથી આશિષ વરસાવા લાગ્યા ને પ્રભુને જય જયકાર બોલવા લાગ્યા ! માર્ગમાં મહોત્સવ જેવા માટે હારબંધ ગોઠવાએલા માણસોએ હજારે નેત્ર પંક્તિથી વારંવાર પ્રભુને નીરખ્યા. હજારે વચનોની પંક્તિઓથી તેમની વારંવાર સ્તુતિ કરી. હજારે હૃદય પંક્તિઓએ “તમે જય પામે! તમે દીઘાયુષી થાઓ ! અને તમે આનંદ પામે !” ઈત્યાદિ શુભ ભાવનાઓ પ્રેરી “અમે આ પ્રભુની આજ્ઞાકારી સેવક થઈએ તે કેવું સારું ?” એવા હજારેએ મરથ કર્યો. હજારે સ્ત્રી પુરુષના હજારે નમસ્કારે પ્રભુએ પોતાના જમણા હાથથી ગ્રહણ કર્યા. એ રીતે એક પછી એક એમ હજારે ઘરની પંક્તિઓ ઓળંગીને પ્રભુને વરઘોડે આગળ ચાલવા લાગ્યું. વાત્રોમાંથી ઉઠતા મધુર અને મનોહર શબ્દોથી આકાશ ગુંજવા લાગ્યું. પુષ્પની વૃષ્ટિએ, સુગંધી પદાર્થો, પુષ્પમાળાએ અને અલંકારેની શોભાવડે દેદિપ્યમાન લાગતા ભગવાન મહાવીર દીક્ષા લેવા માટે જ્ઞાતખંડ વન તરફ આગળ વધવા લાગ્યા. ભગવંતની પાછળ હાથી ઉપર બેઠેલા, મનોહર છત્રવડે શેભતા, ચામરેવડે વિંઝાતા અને ચતુરંગી સેનાથી પરિવરેલા નંદીવર્ધન રાજા પણ ધીમે ધીમે આગળ ગતિ કરી રહ્યા હતા. એ રીતે સમગ્ર દબદબાવાળે જનસમુદાય શ્રમણ ભગવાન મહાવીરની સાથે ક્ષત્રિયકુડપુર નગરની મધ્યમાં થઈને પસાર થતા જ્ઞાતખંડવન નામના ઉદ્યાનમાં જ્યાં અશોક નામનું ઉત્તમ વૃક્ષ હતું ત્યાં આવી પહોંચ્યું.
પાલખી નીચે ઉતરાવી, પ્રભુ પિતે નીચે ઉતર્યા અને પિતાની મેળે જ આભૂષણે અને અલંકારે ઉતારવા લાગ્યા. કુળની મહત્તા સ્ત્રીએ હંસલક્ષણ સાડીમાં તે લઈ લીધા અને પ્રભુને આશિષના ઉત્તમ વચને કરી વંદન તથા નમસ્કાર કરી એક બાજુ ખસી ગઈ.
સર્વ અલંકાને ત્યાગ કર્યા પછી શ્રમણ ભગવાન મહાવીરે પિતાની મેળે જ એક મુષ્ટિવડે દાઢી-મૂછને અને ચાર મુષ્ટિવડે મસ્તકના કેશને એવી રીતે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. પંચમુષ્ટિ લોન્ચ કર્યા બાદ પ્રભુએ સામાયક ઉચ્ચારવા ઈચ્છા કરી ત્યારે ઇદ્ર મહારાજે વાજીત્રો વિગેરેને કોલાહલ શાંત કરાવ્યા. પ્રભુએ “નમો સિદ્ધાણં' એ પ્રમાણે કહીને “મિ સાગઢ સર્વે સાવ નો વઘરણામિ' ઈત્યાદિ પાઠને ઉચ્ચાર કર્યો. પણ અંતે ' (પૂજ્ય) શબ્દ ન બોલ્યા; કારણ કે તિર્થંકરને એ આચાર છે. આવી રીતે ચારિત્ર ગ્રહણ કર્યું. ઈન્દ્ર મહારાજે દેવદુષ્ય વસ્ત્ર ભગવાનના ડાબા ખભા ઉપર સ્થાપન કર્યું. પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું કે તુરત જ પ્રભુને ચેણું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી ઈંદ્ર આદિ દેવે તેમને વંદી નંદીશ્વરદ્વીપની યાત્રા કરી પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા.
શ્રમણ ભગવાન મહાવીર બંધુવર્ગની અનુમતિ લઈ ત્યાંથી ચાલી નીકળ્યા. પ્રેમી બંધુવર્ગ, પ્રભુ દષ્ટિગોચર થાય ત્યાં સુધી તેમની તરફ એકીટશે નીરખી રહ્યો. પ્રભુના વિયેગથી તેમને ઘણી જ વેદના થઈ અને આંખમાંથી આંસુ પાડતા પાડતા નિસ્તેજ મુખે પિતાના ઘેર ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com