________________
[ ૬૮ ]
વિશ્વયોતિ
પ્રકરણ ત્રીજું
પરમાત્માને ગૃહસ્થાવાસ યશોદારાણુનું અદ્દભૂત જીવનચરિત્ર
એક દિવસ અચરે દરબારમાં આવી વંદનપૂર્વક સિદ્ધાર્થ રાજાને જણાવ્યું કે-વસંતપુરના રાજવી સમરવીરને દૂત આપને મળવા માગે છે. રાજાએ આદેશ આપે કે એને માનપૂર્વક દરબારમાં લાવો અને યોગ્ય આસને બેસાડી તેનું બહુમાન કરો.
તે રાજસભામાં આવી મહારાજાને વંદન કર્યું અને પોતાને ઉચિત બેઠક લીધી. દૂતને રાજની કુશળતા સાથે આગમનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે-રાજન! અમારા રાજા સમરવીર ધર્મિષ, સંસ્કારી અને નીતિજ્ઞ તરીકે પ્રસિદ્ધ છે. આ પ્રજાપ્રિય રાજવીને પદ્માવતી નામે મહારાણી છે જેની પવિત્ર કુક્ષીથી જન્મેલ રાજકન્યા યશોદા-રૂપરૂપના ભંડાર સમી દિવ્ય કાંતિવાન છે. આ રાજકન્યાના જન્મદિવસે એક અદ્દભૂત ઘટના બનેલ, તે સાંભળ
“જે દિવસે કુંવરીને જન્મ થયે તે જ દિવસે પાછલી રાત્રે ત્રીજા પ્રહરે રાજાને અભૂત સ્વપ્ન આવ્યું કે પિતે વનમાં ક્રીડા કરવા નીકળેલ છે ત્યાં વનમાં જ બળાઢય શત્રુ રાજવી શક્તિશાળી સૈન્ય સાથે પોતાના પ્રદેશમાં ચઢી આવ્યું જેને સામને કરતાં વનમાં જ ભયંકર લડાઈ થઈ, જેમાં દુશમન રાજવી હાર્યો અને કેદ પકડાયે ”
પ્રાત:કાળે સ્વપ્ન પાઠકોને દરબારમાં બોલાવી, રાત્રીના ત્રીજા પ્રહરે આવેલ ઉપરોકત સ્વપ્નની હકીકત કહી, તેને ફલાદેશ સાંભળવાની ઈચ્છા પ્રદર્શિત કરી. સ્વપ્ન પાઠકએ વિચાર કરી જણાવ્યું- રાજન ! આપનું વનમાં જવું ને ત્યાં લડાઈ થવી અને તેમાં આપને વિજય થ-એ બધું એ સૂચવે છે કે, આપે લડાઈની સંપૂર્ણ સામગ્રી સાથે વનમાં જવું. લગ્ન ઘટિકા એગ જોતાં સમજાય છે કે-વનમાં જરૂર કોઈ શક્તિશાળી રાજવી સાથે લડાઈ થવાની, જેમાં દુશ્મનને પરાજય થતાં આપને સંપૂર્ણ યશ મળશે. એવા શક્તિશાળી રાજવી પર આપ વિજય મેળવશે કે જેથી દિગંતમાં આપની કીર્તિ-પતાકા ફરકશે. સ્વપ્ન પાઠકના મુખથી લડાઈનું ભાવી ફળ સાંભળી, વીરાત્મા રાજવીએ પિતાના લશ્કરને તરત જ સજજ થવા ભેરી વગડાવી અને નગારે ઘાવ દીધા. ઘડી અધ ઘડીમાં તે સમસ્ત રાજમહેલ વીર દ્ધાઓથી ઉભરાઈ ગયે. સંપૂર્ણ રણ-તૈયારી સાથે રાજવીએ પ્રયાણ કર્યું.
સમસ્ત નગરજને અને લશ્કરી અધિકારીઓના આશ્ચર્યને પાર ન રહ્યો, કારણ જ્યાં દુશ્મન ચઢી આવ્યાની ગંધ પણ નથી ત્યાં વનમાં ભયંકર યુદ્ધની આગાહી કેમ સંભવે? દિવ્ય સ્વપ્નને માન આપનાર શ્રદ્ધાળુ રાજવીએ આ સમયે પોતાના સૈન્યને સંબોધતાં કહ્યું: હે વીરાત્માઓ! આજની મારી અચિંતવી તૈયારીથી તમને આશ્ચર્ય તો થયું હશે જ પણ તેમાં દેવી સંકેત સમાએલ છે. આપ સર્વ એવી રીતે ન્યૂડ આકારે તૈયાર થઈ વનમાં પ્રવેશે કે જાણે આપણે કઈ શક્તિશાળી રાજવીને સામને કરવા કેશરીયા કરી રણે ન ચઢયા હાઈએ !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com