SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રિભુ વર્ધમાન [ ૬૫ ] પેાતાના કુમારીને સંસ્કારસંપન્ન બનાવવા વર્ધમાન કુમારની સુસંગતમાં રાખી તેમને સમાનવી બાળમિત્રા બનાવ્યા હતા. આ પ્રમાણે ઉચ્ચકેાટિના સત્સંગી ખાળકુમારા સાથે અનેક પ્રકારની ક્રીડા કરતાં ખાળકુમાર વર્ધમાન પોતાના ખાલ્યજીવનની રમણીયતાથી કુટુંબને આન ંદિત કરી રહ્યા હતા. કુમારની બાલ્યકીડાઓમાં આમલકી ક્રીડા પ્રસિદ્ધિને પામેલ હતી. જેમાંના એકાદ બે શમાંચક અને પરીક્ષક પ્રસંગની નાંધ લેતાં પ્રાચીન ગ્રંથકારે જણાવે છે કે-કુમાર વમાન આશરે આઠ વરસની અવસ્થામાં હતા ત્યારે તે પેાતાની ખાલમિત્રમંડળી સહિત નગરની બહાર આમલકી ક્રીડામાં તલ્લીન થઈ ગયા હતા. તેજ સમયે ઈંદ્ર મહારાજાથી વખણાયેલ વન્દ્વ માન કુમારનું મળ, સાહસ, ધૈર્ય અને જ્ઞાનની પરીક્ષા કરવાની ઈચ્છાથી એક દેવ, વિકરાળ સપ(નાગ)નું રૂપ ધારણ કરીને ત્યાં આવ્યા અને ક્રીડાવૃક્ષની ડાળીએ વિંટળાઇને ફૂંફાડા મારવા લાગ્યા ાયંકર ને દીર્ઘ સર્પને જોતાં જ કુમારના તમામ મિત્રા ભયભીત અન્યા; પણ આ અતુલ બલધારી જ્ઞાની કુમારે બિલકુલ ભય ન ધરતા સર્પની સન્મુખ જઈ તેને પોતાના હસ્તે ફૂલની માળાની જેમ પકડી દૂર ફેંકી દીધા. આ પ્રકારની કુમારની દૃઢતા અને અતુલ હિંમત જોઇ ખાળકુમારે સાન દાશ્ચર્ય પામ્યા. પછી જાણે કંઈ જ બનાવ ન બન્યા હોય તેમ ફરીથી ક્રીડાની શરૂઆત થઈ. આ દાવમાં બબ્બે ખાળકો “ તિસક” રમત રમવા લાગ્યા. ખબ્બે બાળકે વચ્ચે આ રમત રમાતી જેમાં હારવાવાળા માળક પેાતાની પીઠ ઉપર વિજેતાને ચઢાવીને દોડતા. પરીક્ષક દેવે હવે બીજી યુક્તિ અજમાવી. તે આ રમતમાં ભળી ગયે. તેણે બાળકનુ રૂપ ધારણ કર્યું. : ક્ષણભરમાં રૂપધારી દેવ કુમાર વમાનથી હારી ગયે. જે શરતના ધેારણુ પ્રમાણે વર્ધમાન કુમારને વિજેતા તરીકે પીઠ પર બેસાડી દોડવા લાગ્યો. અને એકાંતને લાભ લઈ પોતાનું શરીર વધારવા માંડ્યુ. થોડીક પળમાં તે તે સાત તાડ જેટલા ઊંચા બિહામણું! પિશાચ બની ગયે. અવધિજ્ઞાની વધુ માને આ દૈવી માયા તુરત જાણી લીધી અને જોરથી એની પીઠ પર મુષ્ટિપ્રહાર કર્યો. કુમારના વજ્ર સમાન મુષ્ટિપ્રહાર આ માયાવી દેવ સહન ન કરી શકયા. તે જ ક્ષણે તેણે પોતાની હાર કબૂલી; અને પ્રગટ થઇ ખાળકુમારાના દેખતા ખુલ્લા શબ્દોમાં કહ્યું કે-હે વ માન્! તમે ખરેખર મહાન જ્ઞાની, અતુલ ખલધારી “ મહાવીર્ ” છે. ઈંદ્રસભામાં ઈંદ્ર મહારાજે જેવું આપનુ અપરિમિત ખળ દર્શાવ્યુ હતુ. તેવા જ આપ છે કે કેમ ? તેની પરીક્ષા માટે, ડે કુમાર ! હું તમારો વિધ્વંસક બનીને આવ્યે હતેા અને આશ્ચર્યતાપૂર્વક પ્રશ ંસક ખનીને જાઉં છુ. ખાદ દેવે પ્રભુને વ ંદન કર્યું. ખરાખર આ જ સમયે કુમારના સ્નેહી તેમ જ સંરક્ષક વર્ગ જેને આમલકી ક્રીડા સમયે પ્રગટ થયેલ નાગદેત્ર, જેને ઉંચકી કુમારે ફેંકી દીધાની માહિતી મળી હતી, તે કુમારના સંરક્ષણાર્થે તત્કાળ દોડી આવ્યા હતા, તેમને પરીક્ષક દેવને કુમારને વંદન કરતાં જોઈ સાનંદાશ્ચય ઉત્પન્ન થયું. સર્વાંના દેખતાં દેવે પ્રભુના અતુલ મળની પ્રશ ંસા કરતાં કહ્યું કે‘મારા જેવા શક્તિશાળી દેવ પણુ પરાજિત થઇ જાય, તેવા આ કુમાર ખરેખર “ મહાવીર ” છે. ” આ પ્રસંગ પછી ‘મહાવીર' શબ્દ વ માનકુમારને અ ંગે સદાને માટે વિશેષણરૂપ બની ગયા. x X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat X www.umaragyanbhandar.com
SR No.035311
Book TitleVishvajyoti Vibhu Vardhaman Mahavir
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherVijaydevsuri Sangh
Publication Year1960
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy