________________
[૬૪]
વિશ્વતિ શિખરે ગયા. ત્યાં બાકીના ત્રેસઠ ઇદ્રો પણ સપરિવાર આવી પહોંચ્યા. આ સમયે પરમાત્માના લઘુ-દેહને નિરખી સૌધર્મેદ્રના મનમાં સંશય ઉપ કે પરમાત્મા આટલા બધા સંખ્યાતીત કળશાઓનું જળ કેમ સહન કરી શકશે ? ત્રણ જ્ઞાન સંયુક્ત પરમાત્માએ ઈંદ્રનો આ સ અવધિજ્ઞાન દ્વારા જાણ અરિહંત-તીર્થકરેની અચિત્ય શક્તિને સાક્ષાત્કાર કરાવવા માટે ફક્ત પોતાના જમણા પગને અંગૂઠા મેરુપર્વતના શિખર પર ચાંપે કે ક્ષણ માત્રમાં લાખ
જન પ્રમાણ મેરુપર્વત કંપી ઉઠ્યો, ધરતી ધણધણું ઊઠી, નદીઓના નીર ઉછળવા લાગ્યા, સાગરમાં અતિશય ગરવ થવા લાગ્યું. ઇંદ્ર અચાનક આ પ્રકોપ થવાનું કારણ સમજવા પ્રયત્ન કર્યો તે તેને પરમાત્માની સર્વ બાલચેષ્ટા સમજાઈ. પિતાના સંશયને નાશ કરવા માટે પરમાત્માની આ કીડા જોઈ સૌધર્મે જે પરમાત્માને ખમાવ્યા અને અપૂર્વ ઉલ્લાસથી પરમાત્માને સ્નાનાભિષેક કરી, પુન: માતા સન્મુખ મૂકી, સ્તવના કરી સર્વ દેવગણ સ્વસ્થાને ગયો.
રાજા સિદ્ધાર્થ ક્ષત્રિયકુંડનગરમાં દશ દિવસ સુધી ઉત્સવ કર્યો. પ્રજાના ઉલ્લાસની સીમા ન રહી. આખું યે નગર ઉત્સવ અને આનંદનું કેદ્ર બની ગયું.
બારમા દિવસે પરમાત્માનો નામકરણ સંસ્કાર થયું. રાજા સિદ્ધાર્થે આ પ્રસંગ પર જ્ઞાતિજન, કુટુંબ પરિવાર અને મિત્ર સ્નેહીઓને આમંત્રિત કર્યા. ભજન, તાંબૂલ, વસ્ત્રાલંકારેથી સર્વને સત્કાર કરી, પિતાને મરથ વ્યક્ત કરતા કહ્યું “ જ્યારથી આ કુમાર અમારા કુળમાં અવતીર્ણ થયા છે ત્યારથી કુળમાં ધન, ધાન્ય, કેષ, કષાગાર, બળ, પરિજન અને રાજ્યની વૃદ્ધિ થઈ ગઈ છે. તથા શત્રુ સામંત રાજાઓ અમારા તાબામાં આવી ગયા છે. આ પ્રકારના કુળગોરવના કારણથી હું આ પુત્રનું નામ “
વિમાન” રાખવાને અભિલાષી છું. મારે લાંબા સમયને મરથ આજે સફલ થયે. આ પ્રમાણે નામવિધિ-સંસ્કારમાં કુમારનું નામ “વદ્ધમાન ” રાખવામાં આવ્યું.
બાલક્રીડા અને બળ પરીક્ષા કુમાર વર્ધમાનની બાલ્યાવસ્થા રાજકુમારચિત વૈભવસંપન્ન હતી. જો કે રાજા સિદ્ધાર્થની પછી સાચા વારસદાર કુમાર નંદિવર્ધન હતા, છતાં પણ રાજા સિદ્ધાર્થ માટે કુમાર વર્ધમાન યુવરાજથી પણ અધિક હતા. સ્વપ્ન પાઠકે એ ચક્રવતી રાજા અથવા ધર્મચક્રી થવાનું જે ભવિષ્ય કથન કર્યું હતું, તેને યાદ કરતાં સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા પોતાના લઘુ પુત્રને વિશિષ્ટ ભાગ્યશાળી સમજતા હતા.
પાંચ ધાત્રીઓ, બાલમિત્રો, સેવકે અને બીજા તમામ સુખસાધન વર્તમાન માટે ઉપયુક્ત હતા. વર્ધમાન બાળપણથી જ વિવેક, વિચાર, વિશિષ્ટતા અને ગાંભીર્યાદિ અનેક ગુણોથી અલંકૃત હતા. પિતાના આ શિણગુણોથી સમાનવયસ્ક મિત્રને જ નહિ પરંતુ જ્ઞાનવૃદ્ધ સમજદાર વૃદ્ધ પુરુષોને પણ તેઓ આશ્ચર્યચકિત કરી દેતા હતા. જન્મથી જ ત્રણ જ્ઞાન સંયુક્ત પરમાત્માને શું અસંભવિત હોય? આ પ્રમાણે શ્રેષ્ઠ શક્તિ હોવા છતાં તેમની વિશિછતાઓને કેઈ સમજી શકતું ન હતું, આ કાળે અનેક રાજવીએ, સરદારો તેમજ ગૃહસ્થાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com