________________
વિજુ વધમાન
[
૩]
પ્રકરણ બીજું પ્રભુ શ્રી મહાવીરને જન્મ અને જૈનેન્દ્ર વ્યાકરણની રચના
1 . જગા માતાની વિશિષ્ટતા પાપ અને જુલમને ભાર જ્યારે પૃથ્વી પર વધી જાય છે, ત્રાસથી દબાઈ ગએલી જનતા જ્યારે ઉદ્ધારક અવતારને ઝંખતી હોય છે, ત્યારે નવયુગ સર્જનાર અને કલ્યાણના માર્ગદર્શક મહાન વિભૂતિઓને પ્રાદુર્ભાવ થાય છે.
તેવી જ રીતે જ્યારે જ્યારે પાપ, વહેમ અને અજ્ઞાનતાનું જેર જામતું હોય છે, ત્યારે ત્રિશલા કે એકાદ દેવાનંદા માતા થાય છે, અને એવી માતાઓ પિતાના પ્રાણરસ દ્વારા મહાવીર જેવા તીર્થકરને ઉછેરે છે. જેથી જગતને પ્રકાશ આપનાર, સુખ અને કલ્યાણને મા ચિંધનાર, યુગાવતારી મહાપુરુષોની માતાએ પણ એમના સંતાને જેટલી જ વંદનીય અને તિર્મયી બની રહે છે.
પ્રભુ મહાવીરના નામ સ્મરણ સાથે બે મહાન સન્નારીઓની વિશિષ્ટતા નજર સામે તરી આવે છે. જેમાં પ્રભુ મહાવીરના ઘડાતા દેહનું ખાસી દિવસ પછી પાલન કરનાર ત્રિશલાદેવીને અમારા વંદન છે. તથા પૂર્વના ખ્યાસી દિવસ સુધી ભગવાન જેની કુક્ષીમાં રહ્યા હતા તે સુભાગી દેવાનંદાને પણ વંદન હો.
અને સંસ્કારી સન્નારીઓના ગર્ભવાસમાં રહી જ્ઞાની ગર્લે (પ્રભુએ) શું પ્રાપ્ત કર્યું? દેવાનંદાની કુશીમાં રહી પ્રભુએ ત્યાગવૃત્તિ, સંયમ, જ્ઞાન, ભક્તિ અને સંસ્કાર પ્રાપ્ત કર્યા
જ્યારે ત્રિશલામાતાના ગર્ભમાં રહી ક્ષાત્રોચિત વીરતા, અડગતા, નિર્ભયતાના ત, અને જીવન વિકાસની ખીલવણું કરી. જેથી બ્રાહ્મણ સામાજિક વેદાંતિક જ્ઞાન અને ક્ષાત્ર સંસ્કૃતિની ધારાઓ પ્રભુ મહાવીરના સાગર સમા જીવનમાં સમાઈ જાય છે.
દેવાનંદા બ્રાહાણ સંસ્કૃતિનાં પ્રતિનિધિરૂપ હતાં જ્યારે ત્રિશલામાતા ક્ષાત્ર સંસ્કૃતિના પ્રણેતા હતા. આ રીતે આર્યાવર્તની બે સમર્થ સંસ્કૃતિ “બ્રાહ્મણ” અને “શ્રમણ” તે પરમાત્માના જીવનમાં ઓતપ્રોત બની ગઈ
આ પવિત્ર આત્માના પ્રાદુર્ભાવથી ફક્ત ક્ષત્રિયકુડપુર જ નહિ પરંતુ સમસ્ત જગત ક્ષણભર માટે લોકોત્તર પ્રકાશથી દેદીપ્યમાન થઈ ગયું. રાજા સિદ્ધાર્થ જ નહિ પણ સમસ્ત પ્રાણીવર્ગે અનિર્વચનીય આનંદને અનુભવ કર્યો.
પ્રભુ મહાવીરને જન્મ થતાંની સાથે જ સૌધર્મેદ્રનું ઇંદ્રાસન કંપ્યું. છપ્પન દિકુમારિ કાઓએ આવીને સર્વ સૂતિકર્મ કર્યું અને પોતપોતાના આચાર એગ્ય મંગળકિયા કરી : સીધદ્ર વિશાળ દેવસમૂહ સાથે પ્રભુગૃહે આવ્યા. માતાને અવસ્થાપિની નિદ્રા આપી. તેમની બાજુમાં પ્રભુના પ્રતિબિંબને સ્થાપી, ૫રમાત્માને સ્નાનાભિષેક કરવા માટે મેરુપર્વતના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com