________________
[ ૬૨ ]
વિશ્વતિ એના પુત્રરૂપી ગર્ભને-ઈન્દ્ર (જે કે શુદ્ધ ઉચ્ચ કોટીના આશયથી) હરી લીધું અને ત્રિશલાદેવીની કુક્ષીમાં મૂ અને ત્રિશલાની પુત્રી-દેવાનંદાની કુક્ષીમાં મૂકી.
બીજી ઘટના એવી છે કે
પ્રભુ મહાવીરે ત્રિદંડીના ભાવમાં કુલમર્દ કરેલ તેના પરિણામે એમને રાજકુળના બદલે ભિક્ષુક (બ્રાહ્મણકુળમાં ખાસી દિવસ સુધી રહેવું પડ્યું.
આ પ્રમાણે પ્રભુ મહાવીરના પ્રાદુર્ભાવ અંગે બનેલ આશ્ચર્યજનક ઘટનાને જૈન ગ્રંથકારો ‘અખેરા” તરીકે જણાવે છે જે કઈ પણ અવતારી વિભૂતિઓને અંગે બનેલ નથી. જો કે ઈંદ્રની આજ્ઞા મુજબ ગર્ભની ફેરબદલી થઈ હતી પણ તેમાં પણ શ્રી વીરભગવંતના પૂર્વ જન્મને વિપાક હતો.
આ અવસર્પિણી કાળમાં દશ પ્રકારનાં અછરાં થયાં છે, જેમાંથી ગર્ભ હરણ અને સ્થાપના એ દશમાંથી એક છે. દશે આછેરાઓનું લાગતું રસિક શાસ્ત્રોક્ત વર્ણન અમે આ ગ્રંથમાં જ અલગ પરિશિષ્ટમાં જણાવશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com