________________
વિષ્ણુ વમાન
[ ૬૧ ]
યનિકાની અંદર રહેલ રાણીએ સ્વપ્નનું ફળાદેશ સારી રીતે સાંભળી લીધુ હતુ છતાં રાજાએ રાણી સમીપ જઇ સ્વપ્ન-પાઠકેાના મુખથી સાંભળેલ સ્વગ્નષ્ફળ અતિ હપૂર્વક કહી સભળાવ્યું. રાણી અત્યંત સંતુષ્ટ થયાં અને સ્વપ્નલનું સ્મરણ કરતાં કરતાં રાજમહેલમાં ગયાં. રાજાએ પણ સ્વપ્નપાઠકોને અતિશય દાન દેવાપૂર્વક સ ંતોષી વિદાય કર્યો.
X
X
X
ગમાં પણ ભગવ'તની માતા-પિતા પ્રત્યે અપૂર્વ ભક્તિ
આ લેાકમાં તીર્થંકરોનું માતાની કૂક્ષીમાં આવવુ મતિ, શ્રુત અને અવધિજ્ઞાન યુક્ત જ હાય છે અર્થાત્ ગર્ભાવસ્થામાં જ તે વિશિષ્ટ જ્ઞાની હેાય છે. ગર્ભાધાનના સાતમા મહિને શારીરિક ચલન વગેરેથી પોતાની માતાને કષ્ટ ન થાય એ વિચારથી પરમાત્મા મહાવીરના જીવે પેાતાના શરીરનું હલનચલન વગેરે બીલકુલ બંધ કરી દીધું પરંતુ માતાએ પોતાના ગર્ભની નિશ્ચલતાથી અમંગલની કલ્પના કરી અને વિચાર્યું કે-ગર્ભમાં રહેલ ખાળક શું મૃત્યુ પામ્યું હશે ? આ કુશંકાથી રાણી તેમ જ રાજકુટુંખ ક્ષણુભર તે શાક-સાગરમાં ડૂબી ગયું અને રાણી ત્રિશલાદેવી અત્યંત કલ્પાંત કરવા લાગ્યા.
ગ માં રહેલ પ્રભુએ માતાની દુ:ખદ સ્થિતિ વિચારી અને નિશ્ચય કર્યો કે “ માતાપિતાની સ ંતાન વિષયક મમતા ઘણી પ્રખળ છે. હજી જેનું મુખ પણ નથી દેખ્યુ એવા મારા વિયોગની કલ્પનાથી તેઓ આ પ્રકારે અધીરા અને વ્યાકુળ થઇ ગયા છે. અહા ! આ તે સંતાન પરત્વેની કઈ જાતની મમતા.' આ પ્રમાણે પ્રભુએ વિચારી ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી કે “માતા-પિતાની જીવિત અવસ્થામાં હું સયમ ગ્રહણ નહિ કરું.”
જ્યારથી ભગવાન મહાવીર રાજા સિદ્ધાર્થના કુળમાં અવતી થયા ત્યારથી જ રાજાની સત્તા અને વૈભવ વધવાં લાગ્યા અને જ્ઞાતવંશની સર્વ પ્રકારે ઉન્નતિ થવા લાગી. આ પ્રમાણે પલટાતી સ્થિતિ અને અભ્યુદયને દેખી સિદ્ધાર્થ રાજા અને રાણીએ નિશ્ચય કર્યો કે-આ સર્વે ઉન્નતિ એ અમારા ગર્ભીય પુત્રના પૂન્ય-પ્રતાપનું જ ફળ છે, એટલા માટે તેના જન્મ થયા પછી અમે આ પુત્રનું ગુણનિષ્પન્ન નામ “વમાન” રાખીશું.
ઇ. સ. પૂર્વે ૫૯૯ ના ચૈત્ર સુદ ૧૩ ની મધ્યરાત્રીએ રાણી ત્રિશલાદેવીની પૂન્ય કૂક્ષીથી શ્રમણ ભગવાન મહાવીરના ક્ષત્રિયકુંડ નગરમાં પરમ કલ્યાણકારી અને જગતને સુખકારક જન્મ થયા.
X
×
ગ'ની અદલાબદલીનું કારણ ?
આ પ્રમાણે દેવાન દા બ્રાહ્મણીના સ્વપ્ન અને પુત્ર-ત્રિશલા માતાને કેમ ફળ્યું ? અને તેની સાથે વીરપ્રભુના પૂર્વોક્ત જન્માના કઇ રીતે સ ંબંધ હતા તે જાતને મહત્ત્વભર્યો પ્રશ્ન ઊભે થાય તે સ્વાભાવિક છે. તે શંકાના સમાધાનમાં પ્રાચીન ગ્રંથકારેા એ મહત્વતાભરી ઘટનાએ રજૂ કરે છે, જેમાંની એક તે એ છે કે
દેવાના અને ત્રિશલાદેવી પૂર્વભવમાં દેરાણી જેઠાણી હતા. તે સમયે દેવાનંદાએ ત્રિશલાના રત્ન-કરડીયેા ચાર્યા. જેના અંગે ત્રિશલાદેવી અત્યંત કલ્પાંત કરવા છતાં તે કર'ડીયેા દેવાન દાએ પણ ન આપ્યું. જે કમના બદલે દેવાનંદાને આ ભવમાં મળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com