________________
[ ૬e ]
વિશ્વતિ
અવતરણ થયું છે એ અતિશય આનંદની વાત છે પણ તે અવતાર બ્રાહ્મણકુલમાં થયે છે એ અણછાજતી વાત બની છે. આજ સુધી તીર્થકરને જન્મ બ્રાહ્મણકુલમાં નથી થયો અને નહિ થાય, માટે તમે જાઓ અને ગ્રેવીસમા તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંદાની કક્ષીથી લઈ રાજા સિદ્ધાર્થની રાણું ત્રિશલાની કુક્ષીમાં મૂકે અને ત્રિશલાના પુત્રીરૂપી ગર્ભને દેવાનંદાની કૂશીમાં સ્થાપિત કરે.”
ઈન્દ્રની આજ્ઞા મુજબ હરિણગમવી દેવે આધિન વદ ૧૩ ની મધ્ય રાત્રીએ મનુષ્ય લેકમાં આવી દેવાનંદા તેમજ ત્રિશલાને નિદ્રાધીન કરી બનેના ગર્ભ દૈવી શક્તિથી બદલી નાખ્યાં.
જ્યારે ભગવાન મહાવીરને ગર્ભ આ પ્રમાણે દેવાનંદાની કુક્ષીમાંથી ત્રિશલાદેવીની કુક્ષીમાં સ્થાપિત થયે ત્યારે દેવનંદાએ સ્વપ્નમાં પિતે જોયેલાં ચૌદ મહાસ્વને હરાતાં દેખ્યાં અને તે જ મહાસ્વનો ત્રિશલાદેવીએ પિતાની સ્વાવસ્થામાં દીઠાં.
શ્રેષ્ઠ દૈવી સ્વપ્ન પૂરાં થતાં ત્રિશલાદેવી તુરત જાગૃત થયાં. સ્વમની મહત્ત્વતા સમજવા અતિ ઉલ્લાસથી તેમણે નિદ્રાધીન થયેલ રાજા સિદ્ધાર્થને વિનયપૂર્વક જાગૃત કરી, પિતાનાં સ્વપ્રદર્શનની વાત કહી. રાજાએ પિતાની બુદ્ધિ અનુચ્ચાર પુત્રપ્રાપ્તિસ્વરૂપ શ્રેષ્ઠ ફળ બનાવ્યું. ત્રિશલાદેવીએ શેષ રાત્રિ ધર્મચિંતનમાં જ વ્યતીત કરી.
પ્રાત:કાળે રાજા સિદ્ધાર્થે પિતાના સુભટને બોલાવી આસ્થાન મંડપને શણગારવા તથા નિમિત્તશાસ્ત્રીઓને બોલાવવાને આદેશ કર્યો. પ્રાત:કાળના નિત્ય કર્મોથી પરવારી સિદ્ધાર્થ રાજવી સામંત-મંત્રીમંડળ સાથે સભામંડપમાં આવી સિંહાસન પર બેઠા. સામંત તથા મંત્રીઓ વગેરે સૌ પિતા પોતાના સ્થાને બેઠાં. રાણી ત્રિશલાદેવી પણ સહચરી અને દાસીઓ સાથે યવનિકા(પડદે)ની અંદર સુશોભિત ભદ્રાસન પર આવી બેઠાં.
રાજાનું નિમંત્રણ મળવાથી અષ્ટાંગ નિમિત્તશાસ્ત્રના પારંગત વિદ્વાન પંડિતે રાજસભામાં આવ્યા અને આશીવૉદ વગેરેના શિષ્ટાચારપૂર્વક એગ્ય આસન પર બેઠા.
રાજા સિદ્ધાર્થ પુષ્પાંજલિ ભરી ઉઠયા અને તેમને વધાવતાં બોલ્યા: “હે વિદ્વાને! ગઈ મધ્યરાત્રીએ સુખશય્યામાં સૂતેલા રાણ, સિંહ, હાથી વગેરે ચૌદ સ્વને જોઈ જાગૃત થયા અને બાકીની રાત્રી નિદ્રા વિના જાગૃત અવસ્થામાં ધર્મ ધ્યાન કરતાં પસાર કરી. દેવાનુપ્રિય, આ પ્રદર્શનનું ફળ નિશ્ચિત શું થવું જોઈએ તે શાસ્ત્રોના આધારથી જણાવો.”
વિદ્વાન શાસ્ત્રીઓએ સ્વમ સંબંધી સંપૂર્ણ હકીક્ત સાંભળી તે સંબંધી એક બીજા સાથે વિચાર-વિનિમય કરી નિશ્ચય પર આવ્યાં. તેમાંના મુખ્ય વિદ્વાન વૃદ્ધ શાસ્ત્રીએ મહારાજાને કહ્યું: “હે રાજન, આ સ્વપ્રદર્શન ઘણું જ શુભ છે. અમારા સ્વપ્રશાસ્ત્રમાં કુલ તેર પ્રકારના સ્વમ બતાવ્યાં છે. જેમાંથી હાથી, બળદ વગેરે જે ચૌદ મહાસ્વનો છે તેને તે જ પરમ ભાગ્યવતી સ્ત્રીઓ દેખે છે કે જેના ગર્ભમાં રાજા અથવા ધર્મચક્રવતી તીર્થકરને જન્મ (અવતાર) થાય છે. મહારાણીએ જે સ્વપ્નો જોયાં છે તે આ જ મહાસ્વ છે. આથી ચેકકસ એમની કૂક્ષીથી કોઈ મહાન ચક્રવતી અથવા તીર્થકરને જન્મ થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com