________________
વિભુ વર્ધમાન
[૫૯] આ વૈશાલી નગરીના ત્રણ વિભાગ હતા. વિશાલી, કુંડગ્રામ અને વાણિજ્યગ્રામ. કુંડગ્રામમાં ક્ષત્રિય જ રહેતા હતા, જેઓ શ્રી પાર્શ્વનાથ સંતાનીયા શ્રાવક તરીકે પ્રસિદ્ધિ પામેલ હતા.
વૈશાલીમાં સોનાના કળશવાળા સાત હજાર પ્રાસાદે, રૂપાના કળશવાળા ચૌદ હજાર આવાસ અને ત્રાંબાના કળશવાળા એકવીશ હજાર ગૃહે હતા. ઉત્કર્ષ પામેલ અને રમણિય, માનવ ધર્મને સમજનારા સંસ્કારી માનથી ભરપૂર અને તેના ઉપનગરથી અલંકૃત પુષ્પવાટિકા અને ઉદ્યાનથી આવૃત્ત આ ભવ્ય નગરી એવી રીતે દેખાતી કે જાણે તે ઈંદ્રપુરી-અમરાપુરીની હરિફાઈ ન કરતી હોય ?
વિશાલીના રાજવી-મહારાજા ચેટક પણ શ્રી પાર્શ્વનાથના અનુયાયી સમકિતધારી શ્રાવક રાજવી હતા. તેમનું આખુએ રાજકુળ જેનધર્માભિમાની અને ધર્મ સંસ્કારમાં ઓતપ્રેત હતું.
દેવાધિદેવ ભગવાન મહાવીર પ્રાણુત નામક કલ્પ સ્વર્ગ)થી એવી ઈ. સ. પૂર્વે ૬૦૦ ના અષાડ સુદ ૬ ના મધ્યરાત્રીના સમયે બ્રહ્મપુરીમાં દેવાન દાની કુશીમાં અવતર્યો. ક્ષણભર માટે જગત અવર્ણનીય પ્રકાશથી ઉદ્યોતિત થયું. અને પૃથ્વી હર્ષથી ઉછુવાસિત થઈ ગઈ. નારકોને પણ ક્ષણભર સુખને અનુભવ થયે.
એ રાત્રીએ અલ્પ નિદ્રામય સ્થિતિમાં દેવાનંદાએ સિંહ, હાથી, વૃષભ, લક્ષમી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજા, કલશ, પા સરોવર, ક્ષીર સમુદ્ર, દેવ વિમાન, રતનરાશી અને ધૂમાડા વિનાને અગ્નિ એમ ચોદ મહાસ્વને જોયાં. સ્વપ્નસૃષ્ટિમાંથી જાગૃત થતાં હર્ષાવેશમાં દેવાનંદાએ પિતાના સ્વામી રાષભદત્ત શાસ્ત્રીને સ્વપ્નદર્શનનું ફળ પૂછયું. ઋષભદત્ત શાસ્ત્રોક્ત દષ્ટિએ
સ્વપ્નના ફળને વિચાર કરી કહ્યું, “હે દેવાનુપ્રિયે, આ સ્વો બહુ શુભ છે. શાસ્ત્રાનુસાર જ્ઞાની અને વેદાંતને પારંગત પુત્રરત્નની પ્રાપ્તિ થવી જોઈએ. તેમજ આજથી જ આપણી સર્વમુખી ઉન્નતિને પણ આરંભ થ જોઈએ.”
સ્વપ્નનું ફળ સાંભળી દેવાનંદા અત્યંત આનંદિત થઈ. ભાવિ પુત્ર અને એની વિશિષ્ટતાએના સંબંધમાં આત્મગૌરવને અનુભવ કર્યો. સુખ, સંતેષ અને શાંતિના વાતાવરણમાં ખાસી દિવસે ઘટિકાની જેમ પસાર થઈ રહ્યા હતાં.
તીર્થકરના જીવ પિતાના પૂર્વભવમાંથી ઘણું કરીને પૂર્વના ત્રીજા ભવમાં એવી વિશિષ્ટ પ્રકારની ધર્મસાધના કરે છે કે તીર્થંકરના ભવમાં સર્વોત્કૃષ્ટ પૂન્યપ્રકૃતિઓને ઉદય થાય છે. તીથક ક્ષત્રિયકુલમાં જન્મ લે છે, છતાં પણ ભગવાન મહાવીરના જીવનું દેવાનંદ બ્રાહ્મણના ગર્ભમાં અવતરણ થવું તે આશ્ચર્યભૂત ઘટના હતી.
ગની અદલા-બદલી ત્રાશીમા દિવસની મધ્ય રાત્રિએ સૌધર્મેન્દ્રને તીર્થકરના અવતરણની જ્ઞાનબળે જાણ થઈ. તેમને ઘણે આનંદ થયો. એણે ભાવી તીર્થંકરની સ્તુતિ કરી અને પિતાના પ્રતિહારી હરિણગમૈષી નામક દેવને બોલાવી કહ્યું, “દેવાનુપ્રિય, પથ્વી પર તીર્થકરનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com